140 રૂપિયાના શેર પર 200 રૂપિયાનો ફાયદો! નાના IPOની ધમાલ, દાવ લગાવવા માટે કાલે છેલ્લો દિવસ
એક્સેન્ટ માઇક્રોસેલના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 133-140 રૂપિયા છે. કંપનીનો આઈપીઓ બીજા દિવસે 145 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 202 રૂપિયા પર પહોંચી ગયું છે.
Trending Photos
નવી દિલ્હીઃ એક નાની કંપની એક્સેન્ટ માઇક્રોસોલના આઈપીઓ પર લોકો મોટા પ્રમાણમાં પૈસા લગાવી રહ્યાં છે. કંપનીના આઈપીઓ પર બીજા દિવસે 145 ગણો દાવ લાગી ગયો છે. એક્સેન્ટ માઇક્રોસેલ (Accent Microcell)ના આઈપીઓ પર દાવ લગાવવાની તક હજુ બાકી છે. કંપનીનો આઈપીઓ 8 ડિસેમ્બરે ખુલ્યો હતો અને 12 ડિસેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન રહેશે. એક્સેન્ટ માઇક્રોસેલના શેર હજુ ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યાં છે. ગ્રે માર્કેટમાં એક્સેન્ટ માઇક્રોસેલના શેર 145 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.
પ્રથમ દિવસે 340 રૂપિયાની ઉપર જઈ શકે છે શેર
એક્સેન્ટ માઇક્રોસેલ (Accent Microcell)ના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 133-250 રૂપિયા છે. તો કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ વધીને 202 રૂપિયા પર પહોંચી ગયું છે. 140 રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ પર એક્સેન્ટ માઇક્રોસેલના શેર 342 રૂપિયા આસપાસ લિસ્ટ થઈ શકે છે. એટલે કે જે ઈન્વેસ્ટરોને આઈપીઓમાં કંપનીના શેર મળશે, તે લિસ્ટિંગના દિવસે 145 ટકા ફાયદાની આશા કરી શકે છે. આઈપીઓમાં કંપનીના શેરનું એલોટમેન્ટ 13 ડિસેમ્બરે ફાઇનલ થશે. તો કંપનીના શેર 15 ડિસેમ્બર 2023ના લિસ્ટ થશે.
2 દિવસમાં 145 ગણું સબ્સક્રિપ્શન થયું
એક્સેન્ટ માઇક્રોસેલ (Accent Microcell)નો આઈપીઓ બીજા દિવસે 145 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટરનો કોટા 215.19 ગણો સબ્સક્રાઇબ થયો છે. તો બિન-સંસ્થાકીય રોકાણકારો (NII)નો કોટા 160.56 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. જ્યારે ક્વોલીફાઇડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB)નો કોટા 9.90 ગણો સબ્સક્રાઇબ થઈ ગયો છે. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ એક લોટ માટે દાવ લગાવી શકે છે. આઈપીઓના એક લોટમાં 1000 શેર છે. એટલે કે રિટેલ ઈન્વેસ્ટર્સે આઈપીઓમાં 140000 રૂપિયા લગાવવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે