Adani Group ના હાથમાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની કમાન, હજારો નવી નોકરીઓનું આપ્યું વચન

અદાણી ગ્રુપ (Adani Group) એ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધુ છે.

Adani Group ના હાથમાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની કમાન, હજારો નવી નોકરીઓનું આપ્યું વચન

મુંબઈ: અદાણી ગ્રુપ (Adani Group) એ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધુ છે. મુંબઈ એરપોર્ટનું મેનેજમેન્ટ અત્યાર સુધી GVK ગ્રુપ સંભાળતું હતું. કંપનીએ મંગળવારે આ જાણકારી આપી. અદાણી ગ્રુપે ગત વર્ષ ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે તે મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રુપ(GVK Group) ની ભાગીદારીનું અધિગ્રહણ કરશે. 

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને કહ્યું કે 'વર્લ્ડ ક્લાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ હાથમાં લઈને અમે ખુબ ખુશ છીએ. મુંબઈને ગૌરવ મહેસૂસ કરાવવાનું અમારું વચન છે. અદાણી ગ્રુપ બિઝનેસ, લક્ઝરી અને એન્ટરટેઈન્મેન્ટ માટે ભવિષ્યની એરપોર્ટ ઈકોસિસ્ટમ ઊભી કરશે. અમે હજારો સ્થાનિક લોકોને નવી રોજગારી આપીશું.'

— Gautam Adani (@gautam_adani) July 13, 2021

આ ડીલ બાદ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં અદાણી ગ્રુપની ભાગીદાીર 74 ટકા રહેશે. જેમાંથી 50.5 ટકા ભાગીદારીનું અધિગ્રહણ જીવીકે ગ્રુપ પાસેથી અને બાકીની 23.5ટકા ભાગીદારીનું અધિગ્રહણ અલ્પાંશ ભાગીદારો એરપોર્ટ્સ કંપની સાઉથ આફ્રીકા (એસીએસએ) અને બિડવેસ્ટ ગ્રુપ(Bidvest Group) પાસેથી કરાશે. 

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તેણે જીવીકે ગ્રુપ પાસેથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.નો મેનેજમેન્ટ કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો છે. આ અગાઉ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. ના બોર્ડની કાલે બેઠક પણ થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news