એરપોર્ટ અથવા ફ્લાઇટમાં ફોટો ક્લિક કરવાનું પડી શકે છે ભારે, જો આ નિયમ તોડ્યો તો...

વિમાનની મુસાફરી દરમિયાન તસવીરો અને વીડિયો લેવાનો શોખીનોએ હવે સાવધાન રહેવાની જરૂર છે. હા, હવે જો કોઈ વિમાનની અંદરની તસવીર, વિમાનના ઉતરાણ સમયે અને વિમાનની ઉડાન સમયે અથવા એરપોર્ટ પર તસવીર ક્લિક કરવાનો પ્રયાસ કરે છે, તો તે તમારા અને વિમાનના કર્મચારીઓ માટે મોંઘુ પડી શકે છે. આ એટલા માટે કારણ કે હવે જે એરલાઇન્સ (Airline)ના અધિકારીઓ તસવીર ક્લિક કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે અને જો તેઓ તેમ નહીં કરે તો તેમને સજા પણ કરવામાં આવશે.
એરપોર્ટ અથવા ફ્લાઇટમાં ફોટો ક્લિક કરવાનું પડી શકે છે ભારે, જો આ નિયમ તોડ્યો તો...

નવી દિલ્હી: વિમાનની મુસાફરી દરમિયાન તસવીરો અને વીડિયો લેવાનો શોખીનોએ હવે સાવધાન રહેવાની જરૂર છે. હા, હવે જો કોઈ વિમાનની અંદરની તસવીર, વિમાનના ઉતરાણ સમયે અને વિમાનની ઉડાન સમયે અથવા એરપોર્ટ પર તસવીર ક્લિક કરવાનો પ્રયાસ કરે છે, તો તે તમારા અને વિમાનના કર્મચારીઓ માટે મોંઘુ પડી શકે છે. આ એટલા માટે કારણ કે હવે જે એરલાઇન્સ (Airline)ના અધિકારીઓ તસવીર ક્લિક કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે અને જો તેઓ તેમ નહીં કરે તો તેમને સજા પણ કરવામાં આવશે.

તાજેતરમાં DGCAએ એરલાઇન્સ કંપનીઓ માટે એક નવો આદેશ જારી કર્યો છે, જે અંતર્ગત એરલાઇન્સને નિયમનો ભંગ કરવા અને તેના પર કોઈ પગલાં ન લેવા બદલ તે માર્ગો પર બે અઠવાડિયાના સસ્પેન્શન (Suspension)નો સામનો કરવો પડી શકે છે. સિવિલ એવિએશનના ડાયરેક્ટોરેટ જનરલ (Directorate General of Civil Aviation)એ શનિવારે (12 સપ્ટેમ્બર) એરલાઇન્સ કંપનીઓને એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાન નિયમો 1937ના નિયમ 13 અંતર્ગત, જે ફોટોગ્રાફિ સાથે સંબંધિત છે ફ્લાઇટમાં કોઈ પણ વ્યક્તિ આ નિયમ હેઠળ તસવીર ક્લિક કરી શકતો નથી.

DDCAએ વિમાનના નિયમોના અહેવાલથી કહ્યું, ડીજીસીએ અથવા નાગરિક ઉડ્ડયન વિભાગની પરવાનગી વિના વિમાનની અંદર અથવા એરપોર્ટની અંદર ફોટોગ્રાફ્સ લેવાનું સખત પ્રતિબંધિત છે. ડીડીસીએએ એક પત્ર જારી કરીને જણાવ્યું છે કે સસ્પેન્ડ વિમાન ચલાવવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે. જ્યારે એરલાઇન કંપની નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news