Bank of Baroda: તમારો ઘર ખરીદવાનો પ્લાન હોય તો સસ્તામાં મળશે પ્રોપર્ટી, બેન્ક ઓફ બરોડા લાવ્યું ખાસ ઓફર

Bank Of Baroda: શું તમે પણ ઘર કે ફ્લેટ શોધી રહ્યાં છો. તો તમારા માટે બેન્ક ઓફ બરોડા એક શાનદાર સ્કીમ લઈને આવી છે. બેન્ક પ્રોપર્ટીની ઈ-હરાજી કરી રહી છે. જેમાં તમે સસ્તી કિંમતમાં ઘર ખરીદી શકો છો. 

Bank of Baroda: તમારો ઘર ખરીદવાનો પ્લાન હોય તો સસ્તામાં મળશે પ્રોપર્ટી, બેન્ક ઓફ બરોડા લાવ્યું ખાસ ઓફર

નવી દિલ્હીઃ જો તમે પણ ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો બેન્ક ઓફ બરોડા તમારા માટે ખાસ ઓફર લઈ આવી છે, જેમાં તમે સસ્તામાં ઘર ખરીદી શકો છો. બેન્ક ઓફ બરોડા તરફથી પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી રહી છે, જેમાં તમે તમારા સપનાના ઘર માટે બોલી લગાવી શકો છો. તમે તેમાં એગ્રીકલ્ચર લેન્ડ માટે પણ બોલી લગાવી શકો છો. તમને જણાવી દઈએ કે આ ઓક્શન જુલાઈ મહિનાના અંતમાં આયોજીત થઈ શકે છે. 

બેન્કે ટ્વીટ કરી આપી માહિતી
બેન્કનું આ ઓક્શન 28 જુલાઈ 2022ના કરવામાં આવશે. બીઓબીએ પોતાના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે ઓફિસ સ્પેસથી લઈને એપાર્ટમેન્ટ સુધી, એક જ સમયમાં એક જગ્યા પર બધુ. BankofBaroda 28.07.22 ના મેગા ઈ-ઓક્શન લઈને આવ્યું છે. તમારા સપનાનું સ્થાન હવે માત્ર એક ક્લિક દૂર છે. 

SARFAESI એક્ટ હેઠળ થશે હરાજી
બેન્કે પોતાના ટ્વીટમાં તે પણ જણાવ્યું કે આ ઓક્શન SARFAESI Act હેઠળ કરવામાં આવશે. આ સંપૂર્ણ રીતે પારદર્શી હશે અને તેમાં કોઈપણ ભાગ લઈ શકે છે. 

— Bank of Baroda (@bankofbaroda) July 23, 2022

ક્યા પ્રકારની પ્રોપર્ટી માટે લગાવી શકો છો બોકી?
તમે ઓક્શનમાં ફ્લેટ, હાઉસ, ઓફિસ સ્પેસ, લેન્ડ-પ્લોટ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી માટે બોલી લગાવી શકો છો. આ ઓક્શનમાં તમને ઘણા પ્રકારની પ્રોપર્ટી ખરીદવાની તક મળી શકે છે. 

કઈ પ્રોપર્ટીનું થાય છે ઓક્શન?
તમને જણાવી દઈએ કે ઘણા લોકો બેન્કમાંથી પ્રોપર્ટી માટે લોન લેતા હોય છે. પરંતુ કોઈ કારણોથી તે લોન ચુકાવી શકતા નથી તો તે તમામ લોકોની જમીન કે પ્લોટ કે ઘર બેન્ક દ્વારા કબજામાં લેવામાં આવે છે. બેન્ક તરફથી સમય-સમય પર આ પ્રકારની પ્રોપર્ટીની હરાજી કરવામાં આવે છે. આ હરાજીમાં બેન્ક પ્રોપર્ટી વેચીને પોતાની બાકી રકમ વસૂલ કરે છે. 

આ લિંક પર ચેક કરો વિગત
આ સિવાય તમે વધુ માહિતી અને ક્યા શહેરમાં પ્રોપર્ટી ઉપલબ્ધ છે તે માટે આ લિંક bit.ly/MegaEAuctionJuly_ પર વિઝિટ કરી શકો છો. અહીં તમને હરાજી વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news