ચંદા કોચરને કાલે મળવાનું હતું રાષ્ટ્રપતિ સન્માન, પરંતુ કપાયું લિસ્ટમાંથી નામ
ICICI બેંક-વીડિયોકોન ડીલને લઇને સવાલોના ઘેરામાં આવેલી બેંકની સીએમડી ચંદા કોચરે પોતાનું નામ FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશન (FLO)ના વાર્ષિક કાર્યક્રમમાંથી પરત લીધું છે. 5 એપ્રિલના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચંદા કોચરને સન્માનિત કરવાના હતા.
Trending Photos
નવી દિલ્હી: ICICI બેંક-વીડિયોકોન ડીલને લઇને સવાલોના ઘેરામાં આવેલી બેંકની સીએમડી ચંદા કોચરે પોતાનું નામ FICCI લેડીઝ ઓર્ગેનાઇઝેશન (FLO)ના વાર્ષિક કાર્યક્રમમાંથી પરત લીધું છે. 5 એપ્રિલના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચંદા કોચરને સન્માનિત કરવાના હતા. આ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનરના રૂપમાં ચંદા કોચરને ભાગ લેવાનો હતો. ગત મહિને મોકલવામાં આવેલી કાર્યક્રમની યાદીમાં તેમનું નામ સામેલ હતું. પરંતુ સંશોધિત યાદીમાં ચંદા કોચરનું નામ સામેલ કરવામાં ન આવ્યું.
કેમ હટાવવામાં આવ્યું ચંદા કોચરનું નામ?
FLO ની એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર રશ્મિ સરિતાએ પીટીઆઇને કહ્યું, 'તે ગેસ્ટ ઓફ ઓનર હતી, પરંતુ હવે તે કાર્યક્રમમાં આવી રહી નથી.' જોકે તેમણે એમપણ જણાવ્યું કે કોચરનું નામ કેમ હટાવવામાં આવ્યું છે. 'સરિતાએ કહ્યું કે હાં, તેમને સન્માનિત કરવાના હતા ને તે ગેસ્ટ ઓફ ઓનર પણ હતી.'FLO ઇંડસ્ટ્રી એસોસિએશન, ફેડરેશન, ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વુમેન બિઝનેસ વિંગ છે.
વીડિયોકોન ડીલની તપાસ શરૂ
તમને જણાવી દઇએ કે આઇસીઆઇસીઆઇ બેંક અને વીડિયોકોન લોન મામલે કેસની તપાસ શરૂ થઇ ગઇ છે. સીબીઆઇએ 2012માં આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા વીડિયોકોન કંપની દ્વારા આપવામાં આવેલી 3250 કરોડ રૂપિયાની લોન મામલે પ્રારંભિક તપાસ શરૂ કરવામાં આવી છે.
ઇન્કમ ટેક્સ વિભાગે મોકલી નોટીસ
3250 કરોડ રૂપિયાની લોનના મામલે આઇસીઆઇસીઆઇ બેંકની સીઈઓ અને ચેરમેન ચંદા કોચરના પતિ દીપક કોચરની મુશ્કેલીઓ વધતી જતી દેખાઇ રહી છે. ઇન્કમ ટેક્સ વિભાગે વીડિયોકોન લોનના મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઇન્કમ ટેક્સ વિભાગે વિડિયોકોન લોન મામલે ટેક્સ ચોરીની તપાસ કરતાં દીપક કોચરને નોટીસ ઇશ્યૂ કરી છે. કોચરને નોટીસ મોકલવા સંબંધિત જાણકારી અધિકારીઓએ આપી. અધિકારીઓએ જણાવ્યું કે દીપક કોચરને ઇન્કમ ટેક્સ વિભાગના અધિનિયમની કલમ 131 હેઠળ નોટીસ ઇશ્યૂ કરવામાં આવી છે.
શું છે કેસ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતે આઇસીઆઇસીઆઇ સહિત ઘણી બેંકો પાસેથી લોન મળ્યા બાદ દીપક કોચરની કંપની ન્યૂપાવર રીન્યૂએબલ્સમાં 64 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે આઇસીઆઇસીઆઇ બેંકે તેમાં કોઇપણ પ્રકારની ગરબડીની ના પાડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે