ખોડલધામના આ મોટા માથા પર હાર્દિકે ફોડ્યું નરેશ પટેલના રાજીનામાનું ઠીકરું

ટ્રસ્ટીઓની સમજાવટ પછી નરેશ પટેલે સમાજના હિતમાં રાજીનામું પરત ખેંચી લીધું હોવાના અહેવાલ 

ખોડલધામના આ મોટા માથા પર હાર્દિકે ફોડ્યું નરેશ પટેલના રાજીનામાનું ઠીકરું

અમદાવાદ : ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ નિવૃત્તિનો માર્ગ અપનાવ્યો હતો અને તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાંથી પટેલ સમાજ અને રાજકારણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આખરે ટ્રસ્ટીમંડળની અને વડીલોની સમજાવટ પછી તેમણે સમાજનું હિત ધ્યાનમાં રાખીને પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું. આમ, ખોડલધામના ખટરાગમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. આ રાજીનામા અંગે પાટીદાર નેતા હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ''રાજીનામું પાછું ખેચ્યું એ વાત મારી જોડે નથી આવી. રાજીનામું આપ્યું એ વાત મારી જોડે આવી હતી અને ગઈકાલે નરેશ પટેલની અંગત વ્યક્તિ સાથે વાત થઈ હતી. ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાના કારણે નરેશભાઈએ રાજીનામું આપ્યું છે અને એની પાછળ રાજકારણ જવાબદાર છે.''

ચર્ચા છે કે નરેશ પટેલે એક વ્યક્તિના વધુ પડતા વર્ચસ્વથી કંટાળીને આ નિર્ણય લીધો હતો અને તેઓ ટ્રસ્ટના આંતરીક રાજકારણથી વ્યથિત હતા તે પણ એક પ્રશ્ન છે. ખોડલધામ ટ્રસ્ટના વડા નરેશ પટેલના રાજીનામાના ચર્ચાસ્પદ પ્રકરણમાં હાર્દિક પટેલે ટ્રવીટ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નરેશ પટેલ સાથે દગો કરવામાં આવ્યો છે. હાર્દિકે ટ્વીટ કર્યુ છે કે ખોડલધામ- કાગવડ એ પાટીદાર સમાજની ભક્તિમાં એકતાનુ સ્થાન છે. અમુક ટ્રસ્ટીઓના ભગવાકરણના કારણે નરેશભાઇ પટેલે રાજીનામુ આપ્યુ છે. નરેશભાઇ મૌન છે પણ હકીકત આ છે. ખાનગી સૂત્રો અને સમાજના મુખ્ય આગેવાનો આ સત્યના સૂર સાથે સહમત પણ હશે. નરેશભાઇ સાથે દગો કરવામાં આવ્યો છે. 

— Hardik Patel (@HardikPatel_) April 3, 2018

નરેશ પટેલના વ્યક્તિત્વ પર વાત કરીએ તો તેઓ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે. કાગવડ ખાતે બનેલા ખોડલધામ મંદિરના નિર્માણમાં તેમણે મોટો ફાળો આપ્યો છે. ખોડલધામ લેઉઆ પટેલ સમાજનું મોટુ સંગઠન છે અને સમાજમાં નરેશ પટેલનું વર્ચસ્વ પણ જોવા મળે છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news