ટ્રેનના AC કોચમાં કરો છો પ્રવાસ? તો હવે ભુલી જજો આ સગવડ
રેલવે બોર્ડે એક સુવિધામાં ફેરફારનો આદેશ આપ્યો છે
Trending Photos
નવી દિલ્હી : જો તમે ટ્રેનના એસી કોચમાં પ્રવાસ કરતા હો તો તમારા માટે એક ખાસ સમાચાર છે. રેલવે બોર્ડે એક આદેશ જાહેર કર્યો છે કે જેના અંતર્ગત એસી ડબાઓમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને આપવામાં આવતા ફેસ ટોવેલની જગ્યાએ સસ્તા, નાના અને એક જ વાર વાપરી શકાય એવા નેપકિન આપવામાં આવશે. હાલમાં રેલવે પ્રવાસીઓના યાત્રાના અનુભવને બહેતર બનાવવા ઉપર ધ્યાન આપી રહી છે. આ હેતુસર જ રેલવેએ એસી ડબાઓના પ્રવાસીઓને નાયલોનના કામળાં પુરા પાડવાો આદેશ આપ્યો હતો અને હવે કોટનના એક જ વાર વાપરી શકાય એવા નેપકીન પુરા પાડવાનું કહ્યું છે.
હાલમાં જે ફેસ ટોવેલ વપરાય છે એમાં પ્રતિ ટોવેલ 3.53 રૂ.નો ખર્ચ થાય છે. તમામ રેલવે ઝોનના મહાપ્રબંધકોને 26 જૂને મોકલેલા પત્રમાં બોર્ડે કહ્યું છે કે નવા નેપકિન પર ઓછો ખર્ચ થશે કારણ કે એને જથ્થાબંધ ખરીદવામાં આવશે અને એનો આકાર પણ નાનો હશે. એસી ડબાના પ્રવાસીઓની ટિકિટમાં બેડરોલની કિંમત પણ શામેલ હશે.
બે દિવસ પહેલાં પુરી-સિયાલદહ દુરંતો એક્સપ્રેસના પ્રવાસીઓ ટ્રેનમાં અધકચરો પાકેલો ખોરાક મળ્યો હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પછી આઇઆરસીટીસીએ આ ટ્રેનમાં ભોજન પુરું પાડતી કંપનીનો કોન્ટ્રાક્ટ રિન્યૂ ન કરવાનો નિર્ણય લીધો છે. પુરી-સિયાલદહ દુરંતો એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન પૂર્વીય રેલવે દ્વારા કરવામાં આવે છે જેનું હેડક્વાર્ટર કોલકાતામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે