Commercial LPG Rate: ઓક્ટોબરના પહેલાં દિવસે જ મોંઘવારીનો માર, 209 રૂપિયા વધ્યા સિલિન્ડરના ભાવ

Commercial Gas Cylinder: લોકો ઊંઘતા રહ્યા અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ વધી ગયા. સિલિન્ડરની કિંમતમાં 209 રૂપિયાનો વધારો થયો છે. ચાલો જાણીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત.

Commercial LPG Rate: ઓક્ટોબરના પહેલાં દિવસે જ મોંઘવારીનો માર, 209 રૂપિયા વધ્યા સિલિન્ડરના ભાવ

Commercial LPG Cylinders Rates: ઓક્ટોબરના પહેલા જ દિવસે મોંઘવારીનો આંચકો લાગ્યો છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર (Commercial LPG Cylinder) ની કિંમતમાં 209 રૂપિયાનો વધારો થયો છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1731.50 રૂપિયા થઈ ગઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) એ રવિવારથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 209 રૂપિયાનો વધારો કર્યો છે. આ કિંમતો આજથી જ લાગુ થઈ ગઈ છે. જેના કારણે હવે નવી દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,731.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

સિલિન્ડરની કિંમત કેટલી હતી?
તમને જણાવી દઈએ કે OMC દ્વારા 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 158 રૂપિયાનો ઘટાડો કર્યાના એક મહિના બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,522 રૂપિયાથી વધીને 1,731.50 રૂપિયા થઈ ગઈ છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તાજેતરનો વધારો કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં દેશભરના તમામ કનેક્શન ધારકો માટે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 200નો ઘટાડો કર્યાના એક મહિના પછી જ આવ્યો છે.

શું છે ઘરેલુ સિલિન્ડરની કિંમત?
કોમર્શિયલ અને ડોમેસ્ટિક બંને એલપીજી સિલિન્ડરની કિંમત દર મહિનાના પહેલા દિવસે રિવાઇઝ કરવામાં આવે છે. અગાઉ ઓગસ્ટમાં પણ ઓઈલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ. 99.75નો ઘટાડો કર્યો હતો. તો બીજી તરફ જયપુરમાં પણ કોમર્શિયલ સિલિન્ડર મોંઘા થઈ ગયા છે. 

જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તે જ સમયે, કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 202 રૂપિયા મોંઘું થયો છે. હવે તે 1552 રૂપિયાના બદલે 1754 રૂપિયામાં મળશે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 906 રૂપિયા જ રહેશે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે.

આ પહેલા કિંમત ક્યારે બદલાઈ?
ઉલ્લેખનીય છે કે આ પહેલા 30 ઓગસ્ટે કેન્દ્ર સરકારે લોકોને મોંઘવારીમાંથી રાહત આપી હતી. આ માટે ઘરોમાં ઉપયોગમાં લેવાતા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ દિલ્હીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા થઈ ગઈ જે પહેલા 1,103 રૂપિયા હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news