EPFO: યાદ નથી 12 અંકનો UAN નંબર તો No Tension,આ 3 ટિપ્સ આવશે કામ

EPFO સાથે જોડાયેલા કોઈ પ્રકારના કામ માટે UAN નંબર હોવો જરૂરી છે. પરંતુ જો તમે આ નંબર ભૂલી ગયા છો તો શું કરશો? અહીં જાણો તે ત્રણ રીત તેનાથી તમે યુએએન નંબર બીજીવાર પ્રાપ્ત કરી શકો છો.
 

EPFO: યાદ નથી 12 અંકનો UAN નંબર તો No Tension,આ 3 ટિપ્સ આવશે કામ

નવી દિલ્હીઃ જો તમે નોકરી કરતા હોવ અને દર મહિને EPFOમાં યોગદાન આપો છો, તો તમે સારી રીતે જાણી શકશો કે UAN નંબરનું મહત્વ શું છે. પીએફ ખાતા સંબંધિત કોઈપણ કામ માટે તમારે 12 અંકનો UAN નંબર જોઈએ. UAN એટલે યુનિવર્સલ એકાઉન્ટ નંબર, આ નંબર EPFO ​​દ્વારા આપવામાં આવે છે. તમારે તમારું EPF બેલેન્સ ચેક કરવું હોય કે તમારી પાસબુક ડાઉનલોડ કરવી હોય કે તમારો મોબાઈલ નંબર બદલવો હોય, કોઈપણ પ્રકારનું કામ કરવા માટે UAN નંબર હોવો જરૂરી છે. પરંતુ જો તમે આ નંબર ભૂલી ગયા હોવ તો શું કરવું? અહીં જાણો ત્રણ રીત જેના દ્વારા તમે સરળતાથી તમારો UAN નંબર પાછો મેળવી શકો છો.

તમે SMS દ્વારા પણ UAN નંબર જાણી શકો છો
તમે SMS મોકલીને તમારો UAN નંબર પણ જાણી શકો છો. આ માટે તમારે એક મેસેજ ટાઈપ કરવાનો રહેશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર SMS EPFOHO UAN ENG લખો અથવા તમને જે ભાષામાં માહિતી જોઈએ છે તેનો ઉલ્લેખ કરો, જેમ કે હિન્દી ભાષા માટે EPFOHO UAN PUN, ગુજરાતી માટે EPFOHO UAN GUJ એટલે કે તમારે પહેલા ત્રણ અક્ષરો લખવાના રહેશે UAN પછી EPFOHO ના. આ પછી, EPFO ​​દ્વારા જારી કરાયેલા મોબાઈલ નંબર 7738299899 પર આ મેસેજ મોકલો. થોડા સમયની અંદર તમને તમે મોકલેલી ભાષામાં SMS પ્રાપ્ત થશે.

એક મિસ્ડ કોલથી જાણી શકશો 
તમારો જે પણ નંબર પીએમ એકાઉન્ટથી રજિસ્ટર્ડ છે, તમે તે મોબાઈલ નંબરથી 01122901406 પર મિસ્ડ કોલ કરો. તેના પર કોલ કરી બે વખત રીંગ જશે અને ઓટોમેટિક તમારો ફોન કટ થઈ જશે. આ મિસ્ડ કોલ આપ્યા બાદ તમારા નંબર પર મેસેજ આવશે, જેમાં UAN નંબર હશે. આ સિવાય તે પણ જાણકારી આપવામાં આવશે કે તમારા એકાઉન્ટમું કુલ કેટલું બેલેન્સ છે.

આ રીતે ઓનલાઈન શોધો
તમે તમારો UAN નંબર ઓનલાઈન પણ જાણી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા EPFOની ઓફિશિયલ વેબસાઈટ https://www.epfindia.gov.in/site_en/index.php પર જવું પડશે. તે પછી તમને Know Your UAN નો વિકલ્પ દેખાશે. તમે તેના પર વિનંતી મૂકીને OTP દ્વારા શોધી શકો છો. આ સમય દરમિયાન તમારે વિનંતી કરેલી માહિતી ભરવાની રહેશે. આ સિવાય દર મહિને તમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવે છે જ્યારે કંપની તમારા પીએફ એકાઉન્ટમાં પૈસા જમા કરે છે. તમે તમારા પહેલાના મેસેજમાં તમારો UAN નંબર પણ ચેક કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news