પોસ્ટની આ 5 યોજનાઓ પર મળે છે સારૂ રિટર્ન અને વ્યાજ, તમે પણ ઉઠાવી શકો છો ફયદો

આપણા ઘરડાઓ દ્વારા કહેવામાં આવતુ હતું કે પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રોકાણ કરવાથી ફાયદો થાય છે. સૌથી વધારે રિટર્ન અને ટેક્સમાં પણ સારી બચત મળી રહે છે.

પોસ્ટની આ 5 યોજનાઓ પર મળે છે સારૂ રિટર્ન અને વ્યાજ, તમે પણ ઉઠાવી શકો છો ફયદો

નવી દિલ્હી: આપણા ઘરડાઓ દ્વારા કહેવામાં આવતુ હતું કે પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રોકાણ કરવાથી ફાયદો થાય છે. સૌથી વધારે રિટર્ન અને ટેક્સમાં પણ સારી બચત મળી રહે છે. 1 ઓક્ટોબર થી 31  ડિસેમ્બર સુધીમાં ત્રણ મહિના માટે સરકારે આ યોજનાઓના વ્યાજ દરોમાં વધારો પણ કર્યો છે. ઉદાહરણ તરીકે પબ્લિક પ્રોવિડેન્ડ ફંડ(PPF), પાંચ વર્ષની પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC), સુકન્યા સમુદ્ધિ યોજના, સીનિયર સીટિજન સેવિંગ સ્કીમ (SCSS)ના વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. અને ટેક્સથી રાહત પણ મળી રહે છે. આ તમામ યોજનાઓ વિશે વિસ્તારથી સમજીએ  

પબ્લિક પ્રોવિડેન્ડ ફંડ એટલે કે PPF
વ્યાજ દરોમાં વધારો કર્યા બાદ હવે PPF પર 8 ટકા દર વર્ષે વ્યાજ મળશે. આ પહેલા ત્રણમાસમાં મરનારા 7.6 ટકા કરતા વધારે છે. ટેક્સમાં લાભની વાત કરીએ તો આના પર EEE લાગૂ થાય છે. જેનો મતલબ એમ થાય છે, કે રોકાણની કુલ રકમ અને વ્યાજ 15 વર્ષ બાદ મેચ્યોરિટી પર મળનારા રૂપિયામાં ટેક્સ ફ્રી થઇ જાય છે. તમે તેમાં રોકાણ કરી શકો છો, કલમ 80 સી હેઠળ 1.50 લાખ રૂપિયાના રોકાણ પર લાભ મેળવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના 
પોસ્ટ ઓફિસ સિવાય તમે તમારી છોકરીના નામે સુકન્યા સમુદ્ધિ યોજના અંતર્ગત પસંદ પામેલી શાખાઓમાં ખોલાવી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજ દર 8.1 ટકા થી વધીને 8.5 ટકા કરી દેવામાં આવે છે. આ યોજના પર તમને EEEનો લાભ ટેક્સમાં મળી રહે છે. જેમાં વર્ષે તમને આઇટી કલમ 80 સી હેઠળ 1.50 લાખ રૂપિયાના રોકાણ પર લાભ મેળવી શકો છો.

5 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝીટ સ્કીમ 
5 વર્ષમાં પોસ્ટ ઓફિસ ડિપોઝીટ સ્કીમ પર ઇન્કમ ટેક્સની કલમ 80 સી હેઠળ તમને 1.50 લાખ સુધીના રોકાણ પર લાભ મળી શકે છે. આ બેંકોની 5ની એફડી જેવી જ સ્કીમ છે. પરંતુ, આના પર મળનારા વ્યાજ દર પર તમારે સરકારને ટેક્સ ભરવો ફરજીયાત પણે ભરવો પડે છે.  હાલમાં આના પર તમને 7.8 ટકા વાર્ષિકાના વ્યાજ મળશે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ 
પાંચ વર્ષના NSC એટલે કે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટના વ્યાજ દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલા આના પર 7.6 ટકા વ્યાજ મળતુ હતું જે વધારીને 8 ટકા કરી દેવામાં આવ્યું છે. દાત તરીકે તમે જો આ યોજનામાં 100 રૂપિયાનું રોકાણ કરો તો તમને 5 વર્ષ બાદ 146.93 રૂપિયા પાછા મળશે. આ યોજનામાં તમે ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો. જ્યારો રોકાણની ન્યૂનમ રાશી 100 રૂપિયા છે. આ યોજનામાં પણ આઇટી કલમ 80 સી હેઠળ 1.50 લાખ રૂપિયાના રોકાણ પર લાભ મેળવી શકો છો.

સીનિયર સિટિજન સેવિંગ સ્કીમ SCSS
સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ પર હાલમાં 8.7 ટકા દર વર્ષે વ્યાજ મળે છે. જેની અવધિ પાંચ વર્ષની છે. પરંતુ, કોઇ પણ વ્યક્તિ આ યોજનામાં 15 લાખ રૂપિયાથી વધારે રોકાણ કરી શકતા નથી. આઇટી કલમ 80 સી હેઠળ 1.50 લાખ રૂપિયાના રોકાણ પર લાભ મેળવી શકો છો. પરંતુ, આમા મળનારા વ્યાજમાં ટેક્સ ભરવો ફરજીયાત છે. કોઇ પણ વ્યક્તિ જેની ઉંમર 60 વર્ષ અથવા તેના કરતા વઘારે છે. તે આયોજનામાં એકાઉન્ટ ખોલાવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news