શેર છે કે કુબેરનો ખજાનો? સોલર પાવર કંપનીએ 4 વર્ષમાં 10 હજારના બનાવી દીધા 5 લાખ
Gensol Engineering Share Price: જેનસોલ એન્જિનિયરિંગના સ્ટોકે છેલ્લા એક મહિનામાં 32 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીએ છ મહિના દરમિયાન 91 ટકા વળતર ઈન્વેસ્ટરોને આપ્યું છે. લિસ્ટિંગ બાદ માત્ર ચાર વર્ષમાં શેરમાં 5,200% ની તેજી આવી છે.
Trending Photos
Multibagger Stock: શેરબજારમાં નાણાંનું રોકાણ કરનાર દરેક રોકાણકાર ઈચ્છે છે કે તેનું રોકાણ બમણું કે ચારગણું વધે. પરંતુ જો કોઈ સ્ટોક વળતરની દ્રષ્ટિએ તેનાથી પણ આગળ વધે, તો તમે તેને શું કહેશો? સોલાર પાવર પ્લાન્ટના વિકાસ માટે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) સેવાઓ પૂરી પાડતી ગેન્સોલ એન્જિનિયરિંગના શેરોએ છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોને ખુશ કર્યા છે. આ શેરે તેના લિસ્ટિંગ પછી માત્ર ચાર વર્ષમાં 5,200% વળતર આપ્યું છે. છેલ્લા બે વર્ષમાં આ સ્ટોક 1800 ટકાથી વધુ વળતર આપવામાં સફળ રહ્યો છે.
6 મહિના દરમિયાન 91 ટકા રિટર્ન
જો શેરનું છેલ્લા એક મહિનાનું રિટર્ન જુઓ તો તે 32 ટકા છે. તો 6 મહિના દરમિયાન શેરમાં 91 ટકા તેજી આવી છે. ફેબ્રુઆરીના શરૂઆતમાં પણ શેરમાં વધારો જોવા મળ્યો છે. કંપનીએ તેની એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તેને જેન્સોલ એન્જિનિયરિંગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક વિશે જાણ કરવામાં આવી હતી તે પછી ફેબ્રુઆરીમાં શેરમાં વધારો થયો હતો. શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ, કંપનીનો બહુમતી હિસ્સો પ્રમોટરો પાસે 62.59 ટકા છે. બાકીના 37.41 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ છે.
52 સપ્તાહનો હાઈ
જેનસોલનો શેર ઓક્ટોબર 2019માં 20 રૂપિયા પર હતો. તો માર્ચ 2022માં શેર વધીને 100 રૂપિયા નજીક પહોંચ્યો હતો. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ફેબ્રુઆરી 2023માં આ શેર 300 રૂપિયાની નજીક હતો. 9 ફેબ્રુઆરી 2024ના શેરમાં ઘટાડો જોવા મળ્યો અને તે 1110 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 1231 રૂપિયા છે, જ્યારે તેનો લો 265 રૂપિયા છે.
કંપની વિશે
કંંપનીની શરૂઆત 2012માં 240 લોકોની ટીમની સાથે થઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં જેનસોલે 600 મેગાવોટથી વધુની સંયુક્ત ક્ષમતા સાથે જમીન અને છત પર સોલર એનર્જી પ્લાન્ટને સફળતાપૂર્વક સ્થાપિત કર્યો છે. તેના વિસ્તરણના ભાગરૂપે, Gensol એ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલરના વિકાસ અને ઉત્પાદન માટે પુણેમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન સુવિધા પણ સ્થાપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે