રામ મંદિર બાદ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી, 13-14 ફેબ્રુઆરીએ કરશે UAE નો પ્રવાસ

PM Modi UAE Visit: વર્ષ 2015 બાદથી આ પીએમ મોદીનો સાતમો સંયુક્ત અરબ અમીરાતનો પ્રવાસ છે. અહીં પીએમ મોદી દુબઈમાં આયોજીત થનાર વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં ભાગ લેશે.

 રામ મંદિર બાદ અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી, 13-14 ફેબ્રુઆરીએ કરશે UAE નો પ્રવાસ

PM Modi Visit UAE: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સંયુક્ત અરબ અમીરાતની બે દિવસીય યાત્રા કરશે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરશે અને અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. વિદેશ મંત્રાલયે શનિવારે યાત્રાની જાહેરાત કરતા કહ્યું કે 2015 બાદથી પીએમ મોદીની સંયુક્ત અરબ અમીરાતની સાતમી યાત્રા હશે. 

તેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી અને યુએઈના પ્રમુખ અલ નાહયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ, વિસ્તૃત અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું, 'પીએમ મોદી UAEના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમને પણ મળશે.

વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં લેશે ભાગ
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું- તેમના નિમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી દુબઈમાં આયોજીત થનાર વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં સન્માનિત અતિથિના રૂપમાં ભાગ લેશે અને શિખર સંમેલનમાં એક વિશેષ સંબોધન આપશે. મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે પીએમ મોદી અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બીએપીએસ મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે, સાથે તેઓ ઝાયદ સ્પોર્ટ્સ સિટીમાં એક કાર્યક્રમમાં સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.

વિદેશ મંત્રાલયે કહ્યું- ભારત અને યુએઈ વચ્ચે મજબૂત રણનીતિ, સાંસ્કૃતિક અને આર્ષિક સંબંધો પર આધારિત મધુર, ઘનિષ્ઠ અને બહુઆયામી સંબંધ છે. ઓગસ્ટ 2015માં પીએમ મોદીની યુએઈની ઐતિહાસિક યાત્રા બાદ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક રણનીતિક ભાગીદારી સુધી વધારવામાં આવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news