Bank Loan: હવે લોન મેળવવાનું બન્યું સરળ, જલદી જાણીલો આ વાત તો ફાયદામાં રહેશો

જો તમારી પાસે ઈન્શ્યોરન્સ પોલિસી હોય, તો તેના પર લોન લઈ શકો છો. આ ઉપરાંત EPF, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, શેર અને મ્યુચ્યલ ફંડ્સ પર પણ લોન લઈ શકો છો. આ પ્રકારે લોન લેવાની પ્રક્રિયા ખૂબ સરળ અને ઝડપી હોય છે.

Bank Loan: હવે લોન મેળવવાનું બન્યું સરળ, જલદી જાણીલો આ વાત તો ફાયદામાં રહેશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ Low Rate Personal Loan: કોરોના મહામારીના કારણે જો તમને અચાનક પૈસાની જરૂર પડી હોય તો, આ ખબર તમારા માટે કામની છે. તમે જરૂરિયાત સમયે ઓછા વ્યાજદરે પર્સનલ લોન મેળવી શકો છે. ઘણી સરકારી બેંક ઓછા રેટ પર પર્સનલ લોન ઓફર કરે છે. પંજાબ નેશનલ બેંક અને યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા પોતાના ગ્રાહકોને ઓછા વ્યાજ દર પર પર્સનલ લોનની સુવિધા આપે છે. Bankbazaar.com અનુસાર યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાંચ વર્ષ માટે 5 લાખ રૂપિયાની લોન 8.9%ના શરૂઆતી દર પર આપી રહી છે. ત્યારબાદ પંજાબ નેશનલ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 8.95%ના દરે પર્સનલ લોન આપે છે.

જરૂર હોય ત્યારે જ લો Personal Loan
સિસ્ટમમાં વ્યાજદરોમાં આવેલી નરમીના કારણે વ્યાજના દર તુલનાત્મક રૂપથી ઓછા દેખાઈ રહ્યા છે. પરંતુ તેમ છતાં આ વ્યાજદર ગોલ્ડ લોન અને ટોપઅપ લોનની સરખામણીએ ઘણા વધારે છે. તમને જણાવી દઈએ કે, ગોલ્ડ પર વ્યાજનો દર 7%થી શરૂ થાય છે. એટલા માટે ઘણાં બિઝનેસમેન સલાહ આપતા હોય છે કે, પર્સનલ લોન ત્યારે જ લો જ્યારે તેના સિવાય કોઈ વિકલ્પ જ ન હોય.

Personal Loanની જગ્યાએ બીજા વિકલ્પ પણ છે
જો તમારી પાસે ઈન્શ્યોરન્સ પોલિસી હોય, તો તેના પર લોન લઈ શકો છો. આ ઉપરાંત EPF, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, શેર અને મ્યુચ્યલ ફંડ્સ પર પણ લોન લઈ શકો છો. આ પ્રકારે લોન લેવાની પ્રક્રિયા ખૂબ સરળ અને ઝડપી હોય છે. જો તમે ગત વર્ષે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી સગવડ એટલે કે 6 મહિનાનાં મોરેટોરિયમનો લાભ લીધો છે, તો તમારે સૌથી પહેલા લોનનો ભાર હળવો કરવા માટેના પગલા ભરવા જોઈએ.

LIC પોલિસી પર કેવી રીતે Loan લેવાય?
તમારી LIC પોલિસી તમારુ ભવિષ્ય તો સુરક્ષિત કરે જ છે, સાથે વર્તમાન જરૂરિયાતોને પણ પૂરી કરી શકે છે. જો તમારી LIC પોલિસી છે, તો તમે તેના પર લોન લઈ શકો છો. તમે એન્ડોમેન્ટ પોલિસી અને મની બેંક પોલિસી પર લોન લઈ શકો છો. આવી પોલિસીમાં લાઈફ કવરની સાથે બચતનું ફેક્ટર જોડાયેલુ હોય છે. જેને મંજૂર કરવામાં કોઈ જટિલ પ્રક્રિયામાંથી પસાર નથી થવુ પડતુ. પરંતુ યાદ રાખજો કે, ULIP અને ટર્મ ઈન્શ્યોરન્સ પર લોન નહીં મળે.

બેંક આપે છે પોલિસી પર લોન
BankBazaar અનુસાર LIC ઉપરાંત ઘણી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની જેવી કે, Edelweiss Tokio Life અને ICICI Prudential Life લોન આપે છે. બેંકોમાં HDFC Bank, ICICI Bank અને State Bank of India ગ્રાહકોને તેમની ઈન્શ્યોરન્સ પોલિસી પર લોન આપવાની સુવિધા આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news