ચપડી વગાડતાં બની જશે PAN કાર્ડ, ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ લાવશે નવી સર્વિસ
ઇલેક્ટ્રિક પાન (ePAN) સુવિધા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ePAN બનાવવા માટે આધાર કાર્ડની ડિટેલ્સને વેરીફાઇ કરવામાં આવશે. તેને વેરીફાઇ કરાવવા માટે તમારી પાસે એક ઓટીપી આવશે. કારણ કે આધારમાં આપવામાં આવેલા ડેટા જેમ કે અડ્રેસ, પિતાનું નામ અને જન્મ તારીખ ઓનલાઇન એક્સેસ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax Department) જલદી મિનિટોમાં પાન કાર્ડ (PAN Card) બનાવવાની સુવિધા લોન્ચ કરવાની છે. આ ફેસિલિટીમાં આધાર કાર્ડ (Aadhaar) દ્વારા એપ્લિકેન્ટની ડિટેલ્સ પણ લેવામાં આવશે, જેથી પાન કાર્ડને વેરીફાઇ કરવું સરળ બનશે. ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના સમાચારપત્રએ સૂત્રોના હવાલેથી આ સર્વિસ આગામી કેટલાક અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે. તેના વારા તે લોકોને પણ પાન કાર્ડ મળી જશે જેમનું ખોવાઇ ગયું છે. તે લોકો આ સુવિધા હેઠળ મિનિટોમાં ડુપ્લિકેટ પાન કાર્ડ બનાવી શકે છે.
એક અધિકારીએ કહ્યું કે ઇલેક્ટ્રિક પાન (ePAN) સુવિધા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ePAN બનાવવા માટે આધાર કાર્ડની ડિટેલ્સને વેરીફાઇ કરવામાં આવશે. તેને વેરીફાઇ કરાવવા માટે તમારી પાસે એક ઓટીપી આવશે. કારણ કે આધારમાં આપવામાં આવેલા ડેટા જેમ કે અડ્રેસ, પિતાનું નામ અને જન્મ તારીખ ઓનલાઇન એક્સેસ કરવામાં આવશે, એટલા માટે PAN card બનાવવા માટે કેટલીક પ્રાથમિક માહિતી ઉપરાંત કોઇપણ દસ્તાવેજને અપલોડ કરવાની જરૂર નથી.
PAN જનરેટ થયા બાદ, ઉમેદવારને એક ડિજિટલ રૂપે સહી કરેલ ePAN ઇશ્યૂ કરવામાં આવશે, જેમાં એક QR કોડ હશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર છેતરપિંડી અને ડિજિટલ ફોટોશોપિંગને રોકવા માટે ક્યૂઆર કોડમાં જાણકારી એન્ક્રિપ્ટ કરવામાં આવશે.
એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આઠ દિવસમાં 62,000થી વધુ ePAN પાન ઇશ્યૂ કરવામાં આવ્યા છે, હવે આખા દેશમાં ઇમ્પ્લીમેંટ કરવાની તૈયારી છે. એક અધિકારીએ કહ્યું હતું કે આ પગલું ઇનકમ ટેક્સ સેવાઓમાં વધુ ડિજિટલકરણ લાવશે અને ક્યાંય ગયા વિના તમે પાન કાર્ડ બનાવી શકશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે