Gold Price Today: ઘટાડા બાદ સોના-ચાંદીમાં ફરી આવી તેજી, આજે વધીને થઇ ગયો 10 ગ્રામનો આટલો ભાવ

Gold Silver Price: સોનું રૂ.58,000ના સ્તરે આવી ગયું છે. તો બીજી તરફ ચાંદી 70,000 ના સ્તરની નીચે જઈ રહી છે. કેટલાક નિષ્ણાતો હજુ પણ એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે દિવાળીની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે. સોનું ફરી એકવાર જૂના રેકોર્ડની નજીક પહોંચી શકે છે.

Gold Price Today: ઘટાડા બાદ સોના-ચાંદીમાં ફરી આવી તેજી, આજે વધીને થઇ ગયો 10 ગ્રામનો આટલો ભાવ

Gold Price 3rd July: છેલ્લા બે મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. આ દરમિયાન સોનું 61,000 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. ચાંદીએ પણ 77 હજાર રૂપિયાનો રેકોર્ડ પાર કર્યો હતો. જોકે આ પછી બંને કીમતી ધાતુના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા દિવસોમાં સોનું રૂ. 58,000ના સ્તરે પહોંચ્યા બાદ તેમાં વધુ નરમાઈ આવી છે. જોકે સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સોના અને ચાંદી બંનેમાં વધારો જોવા મળ્યો હતો.

બંને ધાતુના ભાવમાં મિશ્ર વલણ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોમવારે બંને ધાતુના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનું રૂ.58,000ના સ્તરે આવી ગયું છે. તો બીજી તરફ ચાંદી 70,000 ના સ્તરની નીચે જઈ રહી છે. કેટલાક નિષ્ણાતો હજુ પણ એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે દિવાળીની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે. સોનું ફરી એકવાર જૂના રેકોર્ડની નજીક પહોંચી શકે છે.

MCX પર સોના અને ચાંદીમાં ઘટાડો
સોમવારે મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના દરમાં વધારો થયો હતો. સોમવારે એમસીએક્સ પર સોનું રૂ. 176 ઘટીને રૂ. 58035 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 92 ઘટીને રૂ. 69938 પ્રતિ કિલોગ્રામ પર આવી હતી. આ પહેલા શુક્રવારે એમસીએક્સ પર સોનું રૂ. 58211 અને ચાંદી રૂ. 70030 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.

બુલિયન માર્કેટમાં જોવા મળી હતી તેજી 
બુલિયન માર્કેટ રેટ IBJA ની સત્તાવાર વેબસાઇટ https://ibjarates.com પર દરરોજ પ્રકાશિત થાય છે. સોમવારે સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સોમવારે બુલિયન માર્કેટમાં સોનું 84 રૂપિયા વધીને 58139 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તો બીજી તરફ ચાંદી 870 રૂપિયા વધીને 69299 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. આ પહેલા શુક્રવારે સોનું 58055 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 69299 રૂપિયા પર બંધ થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news