ગુજરાત માટે PM મોદીએ જોયેલું સપનું હવે થવા જઈ રહ્યું છે સાકાર, જોતી રહી જશે દુનિયા

Bullet Train Project:  ગુજરાતનો આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક છે. પીએમ મોદીનું ગુજરાત માટે જોયેલું આ સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ગુજરાતના લોકોને મળવા જઈ રહ્યું છે એક નવું નજરાણું....ગુજરાતમાં મોદીનું સપનું પૂર્ણ થશે, ગુજરાતમાં એક મહિનામાં ત્રણ નદીઓ પર બની ગયા પુલ...

ગુજરાત માટે PM મોદીએ જોયેલું સપનું હવે થવા જઈ રહ્યું છે સાકાર, જોતી રહી જશે દુનિયા

Bullet Train Project: શરૂઆતમાં ધીમી ગતિએ ચાલ્યા બાદ હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં જબરદસ્ત ગતિ આવી છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોરિડોર (NHSRCL) એ એક મહિનામાં ગુજરાતમાં ત્રણ મોટા બ્રિજનું કામ પૂર્ણ કર્યું છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરીકે પ્રખ્યાત મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSR) પરના કામની દેખરેખ રાખતા અધિકારીઓ કહે છે કે કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને ગુજરાતમાં એક મહિનામાં ત્રણ નદી પુલના નિર્માણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરી રહેલી નેશનલ હાઈ સ્પીડ રેલ કોરિડોર (NHSRCL)ના અધિકારીઓનું કહેવું છે કે 24 બ્રિજમાંથી ચારનું છેલ્લા છ મહિનામાં નિર્માણ કરવામાં આવ્યું છે. NHSRCL એ એક રિલીઝમાં જણાવ્યું છે કે નવસારી જિલ્લામાં આ ચારમાંથી ત્રણ બ્રિજ એક મહિનામાં બાંધવામાં આવ્યા છે, જે હાઇ સ્પીડ રૂટ પર બીલીમોરા અને સુરત સ્ટેશન વચ્ચે આવેલા છે.  આ કોરિડોર પર 24 નદી પર પુલ છે, જેમાંથી 20 ગુજરાતમાં છે અને બાકીના 4 પુલ મહારાષ્ટ્રમાં છે.

ત્રણ નદીઓ પર ત્રણ પુલ તૈયાર-
ભારતીય રેલ્વેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NHSRCLનું કહેવું છે કે પહેલો પુલ પૂર્ણા નદી પર, બીજો મિંધોલા નદી પર અને ત્રીજો પુલ અંબિકા નદી પર બનાવવામાં આવ્યો છે. MAHSR કોરિડોરે નોંધપાત્ર પ્રગતિ કરી છે કારણ કે છેલ્લા એક મહિનામાં ત્રણ નદી પુલ બની ગયા છે. ગુજરાતનો સૌથી લાંબો નદી પુલ 1.2 કિમીનો છે અને તે નર્મદા નદી પર બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ કોરિડોરનો સૌથી લાંબો નદી પુલ મહારાષ્ટ્રમાં 2.28 કિમીનો છે, જે વૈતરણા નદી પર બની રહ્યો છે. NHSRCLનું કહેવું છે કે નદીઓ પર પુલ બનાવવા માટે કાર્યક્ષમ આયોજનની જરૂર છે. તેમણે કહ્યું કે, મિંધોલા અને પૂર્ણા નદી પર પુલના નિર્માણ દરમિયાન અરબી સમુદ્રના મોજાઓ પર નજીકથી નજર રાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમારા એન્જિનિયરોએ અંબિકા નદી પર પુલના નિર્માણ માટે 26 મીટરની ઊંચાઈથી કામ કર્યું હતું.

પુલનું બાંધકામ પડકારજનક-
NHSRCLનું કહેવું છે કે પૂર્ણા નદી પરનો પુલ 360 મીટર લાંબો છે અને તેના નિર્માણ દરમિયાન અરબી સમુદ્રમાં ઉંચી અને નીચી ભરતી પર સતત દેખરેખ રાખવાની જરૂર હતી. એનએચએસઆરસીએલના જણાવ્યા અનુસાર, પુલનો પાયો નાખવાનું કામ પણ ખૂબ જ પડકારજનક હતું કારણ કે ઊંચી ભરતી વખતે નદીમાં પાણીનું સ્તર પાંચથી છ મીટર સુધી વધતું હતું. અધિકારીએ જણાવ્યું કે, મિંધોલા નદી પર 240-મીટર લાંબા પુલના નિર્માણ માટે અરબી સમુદ્રમાં ઉંચી અને નીચી ભરતીનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, નદી કિનારાના ઢાળના કારણે અંબિકા નદી પરના 200 મીટર લાંબા પુલ માટે પડકાર હતો. ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી એવા આઠ હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશનો પર નિર્માણ કાર્ય વિવિધ તબક્કામાં ચાલી રહ્યું છે. NHSRCLનું કહેવું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2026માં શરૂ થવાની સંભાવના છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news