Gold Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! બે હજારથી વધુ સસ્તું થયું ગોલ્ડ, ચાંદી પણ તૂટી; જાણો આજની કિંમત

Gold Price Today: છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર ગોલ્ડ વાયદા 0.3 ટકાના ઘટાડા સાથે 52,712 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. જ્યારે ચાંદી 0.6 ટકા ઘટી 69970 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. આવો જાણીએ આજના લેટેસ્ટ અપડેટ...

Gold Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! બે હજારથી વધુ સસ્તું થયું ગોલ્ડ, ચાંદી પણ તૂટી; જાણો આજની કિંમત

નવી દિલ્હી: સોનું ખરીદવાનું પ્લાન કરનારાઓ માટે મોટા સમાચાર છે. સોનું અને ચાંદીની કિંમતોમાં આજ ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર ગોલ્ડ વાયદા 0.3 ટકાના ઘટાડા સાથે 52,712 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. જ્યારે ચાંદી 0.6 ટકા ઘટી 69970 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે સોનાના ભાવમાં વધારો જોવા મળતા ઓગસ્ટ 2022 પછીના હાઈ સ્તર 56,200 રૂપિયાથી નજીક 55,558 રૂપિયા પર પહોંચી ગયા હતા.

સોનાના ભાવમાં થયો ઘટાડો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વૈશ્વિક બજારમાં વેચાણ જોવા મળી રહ્યું છે. ઘણા દેશોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. જો વૈશ્વિક બજારો પર નજર કરીએ તો આજે સોનાની કિંમત ઘટી છે કારણ કે, ભાવ વધારાની અપેક્ષાએ યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થયો છે. આજે યુક્રેન અને રશિયા વચ્ચે તણાવને દૂર કરવા માટે બંને દેશો વચ્ચે વાતચીત થશે.

11 મહિનામાં વધી સોનાની આયાત
ઉલ્લેખનીય છે કે, ભારતમાં સોનાની આયાત ચાલુ નાણાકીય વર્ષના પહેલા 11 મહિના એટલે કે એપ્રિલથી ફેબ્રુઆરીમાં 73 ટકા વધી 45.1 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. વધતી માંગને કારણે સોનાની આયાત વધી છે. જો કે, ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ગોલ્ડની આયાત 26.11 અબજ ડોલર હતી.

અલગથી લાગશે 3 ટકા જીએસટી
તમને જણાવી દઇએ કે, www.ibjarates.com પર સવારે અને સાંજના સમયે સોના અને ચાંદીના ભાવ જાહેર કરવામાં આવે છે. આ વેબસાઈટ તરફથી જાહેર કરવામાં આવેલા ભાવ પર 3 ટકા જીએસટી અલગથી લગાવવાનો હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news