Gold Silver Price Today 29 June 2022: આજે કેમ ગગડ્યા ચાંદીના ભાવ? સોનાનો આજનો ભાવ પણ જાણી લો

સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ આવતો હોય છે. તેથી રોકાણકારો અને વેપારીઓ બન્ને તેના પર તાકતી નજર રાખીને બેસ્યા હોય છે.

Gold Silver Price Today 29 June 2022: આજે કેમ ગગડ્યા ચાંદીના ભાવ? સોનાનો આજનો ભાવ પણ જાણી લો

Gold Silver Price Today: સોનાના ભાવ આજે સ્થિર જોવા મળ્યા. એકે ગઈકાલના સોનાનાં ભાવ આજે પણ યથાવત્. જ્યારે ચાંદીના ભાવ ગગડ્યા છે. દેશમાં આજે 22 કેરેટ સોનાનો સરેરાશ ભાવ પ્રતિ 10 ગ્રામે 47,650 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામે ભાવ 51,980 રૂપિયા છે. પ્રતિ કિલોએ ચાંદીના ભાવમાં આજે 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. ચાંદીના સરેરાશ ભાવ પ્રતિ કિલોએ 60,000 રૂપિયાએ પહોંચ્યા.
22 કેરેટ સોનાનો ભાવઃ 4,765 રૂપિયે પ્રતિ ગ્રામ અને પ્રતિ 10 ગ્રામે ભાવ 47,650 રૂપિયા
24 કેરેટ સોનાનો ભાવઃ પ્રતિ ગ્રામે 5,198 રૂપિયા અને પ્રતિ 10 ગ્રામે 51,980 રૂપિયામુખ્ય શહેરોમાં સોનાનો ભાવ:
ચેન્નાઈઃ 47,700 (22 કેરેટ), 52,030 (24 કેરેટ)
મુંબઈઃ 47,650 (22 કેરેટ), 51,980 (24 કેરેટ)
દિલ્લીઃ 47,650 (22 કેરેટ), 51,980 (24 કેરેટ)
કોલકત્તાઃ 47,650 (22 કેરેટ), 51,980 (24 કેરેટ)
જયપુરઃ 47,800 (22 કેરેટ), 52,130 (24 કેરેટ)
લખનઉઃ 47,800 (22 કેરેટ), 52,130 (24 કેરેટ)
પટનાઃ 47,680 (22 કેરેટ), 52,030 (24 કેરેટ)ચાંદીનો ભાવ:
ચાંદીના ભાવ 300 રૂપિયાના ઘટાડા સાથે 60,000 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા. પ્રમુખ શહેરોની વાત કરવામાં આવે તો દિલ્લી, મુંબઈ, લખનઉ, પટનામાં ભાવ 60,000 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલોર જેવા દક્ષિણ શહેરોમાં ચાંદીનો ભાવ 65,600 રૂપિયા પ્રતિ કિલો છે.ધ્યાન રાખો:
સોના-ચાંદીના દર્શાવેલા ભાવ સાંકેતિક છે અને તેમાં GST તથા અન્ય ચાર્જિસને ગણવામાં નથી આવ્યા. ભાવ માટે પોતાના સ્થાનિક જ્લેવરનો સંપર્ક સાધો
- સોનાનાં દાગીના પર હોલમાર્ક ફરજિયાત છે. હંમેશા હોલમાર્કિંગવાળા જ દાગીના ખરીદવાનો આગ્રહ રાખો કારણકે તે ગુણવત્તાની ગેરંટી આપે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news