સોનાના ભાવ ગગડી ગયા, ચાંદીની કિંમત વધી, એક ક્લિકમાં જાણો લેટેસ્ટ રેટ

વિદેશી બજારોમાં મંદીના કારોબાર વચ્ચે એમસીએક્સ પર વાયદા કારોબારમાં સોનાનો ફેબ્રુઆરીનો કોન્ટ્રાક્ટ 25 રૂપિયા વધી 62440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. 

સોનાના ભાવ ગગડી ગયા, ચાંદીની કિંમત વધી, એક ક્લિકમાં જાણો લેટેસ્ટ રેટ

નવી દિલ્હીઃ દિલ્હી સોની બજારમાં ગુરૂવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 50 રૂપિયા ઘટી 63050 રૂપિયા પર પહોંચી ગઈ છે. પાછલા સત્રમાં સોનું 63100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. એજન્સી પ્રમાણે, એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે. અહેવાલ પ્રમાણે વિદેશી બજારોમાં મંદીના કારોબાર વચ્ચે ચાંદીની કિંમતમાં 600 રૂપિયાની તેજી આવી અને તે 79100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. 

એમસીએક્સ પર વાયદા કારોબારમાં સોના-ચાંદી
અહેવાલ પ્રમાણે એમસીએક્સ પર વાયદા કારોબારમાં સોનું ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ 25 રૂપિયા વધી 62440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. પરંતુ એક્સચેન્જ પર ચાંદીનો માર્ચ કોન્ટ્રાક્ટ 126 રૂપિયા ઘટી 75,360 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો. સોનું ઘટાડા સાથે 2037 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું, જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદી 24.25 પ્રતિ ઔંસ અમેરિકી ડોલરની તેજીની સાથે કારોબાર કરી રહી હતી. એચડીએફસી સિક્યોરિટીઝમાં કોમોડિટીના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ કહ્યુ કે આશાથી સારા અમેરિકી મેક્રો ડેટા બાદ ડોલર ઈન્ડેક્સે પોતાના કેટલાક નુકસાનની ભરપાઈ કરી. તેનાથી સોનાની કિંમતમાં  ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. 

ભારતમાં સોનાની આયાત
ભારતમાં સોનાની ભારે વપરાશ થાય છે. ગયા મહિને, પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (PM-EAC) ના અસ્થાયી સભ્ય નિલેશ શાહે કહ્યું હતું કે છેલ્લા 21 વર્ષોમાં, ભારતીયોએ માત્ર સોનાની આયાત પર લગભગ $ 500 બિલિયનનો ખર્ચ કર્યો છે. તેમણે કહ્યું કે જો ભારતને સોનાની આયાત કરવાની આદત ન હોત તો દેશે ઘણા સમય પહેલા જ $5,000 બિલિયન ($5 ટ્રિલિયન)નો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) લક્ષ્ય હાંસલ કરી લીધો હોત. ભારતીયોમાં સોના પ્રત્યે ઘણું આકર્ષણ છે. જેના કારણે દેશની બહાર જતા સોના પાછળ મોટી રકમ ખર્ચવી પડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news