મોદી સરકાર માટે ખુશખબર, વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત

મોદી સરકારના રિફોર્મ્સની અસર દેખાઇ રહી છે. રિફોર્મ્સના દમ પર જ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વધતી ઈકોનોમીમાં સામેલ છે. આ વચ્ચે મોદી સરકાર માટે સારા સમાચાર છે.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: Jul 11, 2018, 04:48 PM IST
મોદી સરકાર માટે ખુશખબર, વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત

નવી દિલ્હીઃ મોદી સરકારના રિફોર્મ્સની અસર દેખાઇ રહી છે. રિફોર્મ્સના દમ પર જ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વધતી ઈકોનોમીમાં સામેલ છે. આ વચ્ચે મોદી સરકાર માટે સારા સમાચાર છે. વર્લ્ડ બેન્કના રિપોર્ટ પ્રમાણે, ભારત હવે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. તેણે આ મામલામાં ફ્રાન્સને પાછળ છોડીને આ મુકામ હાસિલ કર્યો છે. વર્લ્ડ બેન્ક પ્રમાણે ભારતની GDP ગત વર્ષના અંતમાં 2.597 ટ્રિલિયન ડોલર (178 લાખ કરોડ રૂપિયા) રહી, જ્યારે ફ્રાન્સની 2.582 ટ્રિલિયન ડોલર (177 લાખ કરોડ રૂપિયા) રહી. ઘણા ત્રિમાસીકગાળાની મંદી બાદ ભારતની અર્થવ્યવસ્થા જુલાઇ 2017થી ફરી મજબૂત થવા લાગી. 

2017 જુલાઇથી મજબૂત થઈ અર્થવ્યવસ્થા
તમને જણાવી દઈએ કે ભારતની વસ્તી આ સમયે 1.34 અરબ એટલે કે 134 કરોડ છે અને આ વિશ્વની સૌથી મોટી વસ્તીવાળો દેશ બનવાની દિશામાં અગ્રેસર છે. બીજીતરફ ફ્રાન્સની વસ્તી 6.7 કરોડ છે. વર્લ્ડ બેન્કના આંકડા પ્રમાણે ફ્રાન્સની પ્રતિ વ્યક્તિ જીડીપી ભારતથી 20 ગણી વધુ છે. 

ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે ભારત
વર્લ્ડ બેન્ક ગ્લોબલ ઇકોનોમિક્સ પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ પ્રમાણે, નોટબંધી અને જીએસટી બાદ આવેલી મંદીથી ભારતની અર્થવ્યવસ્થા ઉભરી રહી છે. નોટબંધી અને જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ને કારણે મંદીના ગાળા બાદ ગત વર્ષે મેન્કુફેક્ચરિંગ અને ગ્રાહક ખર્ચ ભારતીય અર્થવ્યવસ્થાને ગતી આપવાના મુખ્ય કારણ રહ્યાં. એક દાયકામાં ભારતે પોતાની જીડીપી બે ગણી કરી દીધી છે અને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીનની ગતી ધીમી પડી શકે છે અને એશિયામાં ભારત પ્રમુખ આર્થિક તાકાત તરીકે ઉભરી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારત 2032 સુધી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. 

ક્યો દેશ ક્યા નંબરે         

દેશ    જીડીપી
અમેરિકા    $19.390 ટ્રિલિયન (1,379 લાખ કરોડ)
ચીન    $12.237 ટ્રિલિયન (963 લાખ કરોડ)
જાપાન    $4.872 ટ્રિલિયન (351 લાખ કરોડ)
જર્મની    $3.677 ટ્રિલિયન (289 લાખ કરોડ)
યૂકે    $2.622 ટ્રિલિયન (202 લાખ કરોડ)
ભારત    $2.597 ટ્રિલિયન (178 લાખ કરોડ)
ફ્રાન્સ    $2.582 ટ્રિલિયન (177 લાખ કરોડ)

બ્રિટનને પાછળ છોડશે ભારત?
લંડન સ્થિત કંસલ્ટેન્સી સેન્ટર ફોર ઇકનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચે ગત વર્ષે સંભાવના વ્યક્ત કરી હતી કે જીડીપી પ્રમાણે ભારત બ્રિટન અને ફ્રાન્સ બંન્નેને પાછળ છોડી દેશે. આટલું જ નહીં 2032 સુધી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. 2017ના અંતમાં બ્રિટન 2.622 ટ્રિલિયન જીડીપીની સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતું.