IndiGo ની ખાસ ઓફર, સસ્તી કિંમતમાં બુક કરો ફ્લાઇટ ટિકિટ, જાણો વિગત

IndiGo Offer: ઈન્ડિગોની આ ઓફરમાં તમે ગ્રુપ બુકિંગ એટલે કે એક સાથે લોકોની ટિકિટ બુક કરાવી શકશો નહીં. સાથએ ટિકિટ બુક કર્યા બાદ તમે તેને કેશ કે એક્સચેન્જ કરાવી શકશો નહીં.

 IndiGo ની ખાસ ઓફર, સસ્તી કિંમતમાં બુક કરો ફ્લાઇટ ટિકિટ, જાણો વિગત

નવી દિલ્હીઃ IndiGo Airlines Flight Ticket Offer: જો તમે પણ સસ્તામાં  હવાઈ સફર કરવા ઈચ્છો છો તો તમારા માટે ખુશખબર છે. દેશમાં તમે ગમે ત્યાં યાત્રા કરવા ઈચ્છો છો તો ઈન્ડિગો એરલાયન્સ તમારા માટે સસ્તી સફરની ઓફર લઈને આવી છે. આ ઘરેલૂ એરલાયન્સે માત્ર 2218 રૂપિયામાં હવાઈ સફરની ઓફર રજૂ કરી છે. પરંતુ આ એક તરફનું ભાડું હશે. ઈન્ડિગો એરલાયન્સ પ્રમાણે આ ઓફર હેઠળ તમે મિડ એપ્રિલ સુધીની સફરનું બુકિંગ કરી શકો છો. 

ઈન્ડિગો પ્રમાણે આ ઓફર હેઠળ ટિકિટ બુક કરવા માટે માત્ર બે દિવસનો સમય બાકી છે. એટલે કે તમે 6 ડિસેમ્બર સુધી ટિકિટ બુક કરાવી શકો છો. બુકિંગ વિન્ડો ચાલુ છે. આ ઓફર હેઠળ 10 જાન્યુઆરી 2023થી 13 એપ્રિલ 2023 સુધી ગમે તે તારીખ પર તમે હવાઈ સફર માટે ટિકિટ બુક કરાવી શકો છો. 

જાણકારી અનુસાર આ લિમિટેડ સીટ ઓફર છે, એટલે કે કેટલીક સીટો માટે આ ઓફર લાગૂ છે. તેવામાં તમે તેનો લાભ લેવા ઈચ્છો છો તો પહેલા બુકિંગ કરાવવું પડશે. ઈન્ડિગોની આ ઓફરમાં સરકારી ટેક્સ પર છૂટની સાથે-સાથે એયરપોર્ટ ચાર્જ પણ સામેલ નથી. તેવામાં તમારે બંનેની ચુકવણી કરવી પડશે. રસપ્રદ વાત છે કે આ ઓફરમાં ઈન્ડિગોએ નોન સ્ટોપ ઉડાનોને સામેલ કરી છે, જે તમને દેશમાં અલગ-અલગ જગ્યા પર જવાની તક આપે છે. 

ગ્રુપ બુકિંગની માન્ય નથી
ઈન્ડિગોની આ ઓફરમાં તમે ગ્રુપ બુકિંગ કરી શકશો નહીં. સાથે ટિકિટ બુક કર્યા બાદ તમે તેને કેશ કે એક્સચેન્જ પણ કરાવી શકશો નહીં. પરંતુ જો તમારા ટૂરના પ્લાનિંગમાં ફેરફાર થાય છે તો કંવર્ઝન ચાર્જ આપી તમે ભાડાનું અંતર ચુકવ્યા બાદ બીજી જગ્યાની ટિકિટ લઈ શકો છો. 

આ ઓફરને તમે સત્તાવાર વેબસાઇટ goindigo.in પરથી ટિકિટનું બુકિંગ લઈ શકો છો. આ સિવાય તમે બાકી ચેનલોથી પણ ઓફર પ્રાઇઝવાળી ટિકિટ બુક કરી શકો છો. ઈન્ડિગોએ આ ઓફરની સાથે તે વાત પણ સ્પષ્ટ કરી દીધી છે કે તે કોઈ પૂર્વ જાણકારી વગર ઓફર બંધ કરી શકે છે. 1600થી વધુ સંખ્યામાં ફ્લાઇટ ઓપરેટ કરનાર ઈન્ડિગો દેશના 70થી વધુ ડેસ્ટિનેશન સાથે જોડાયેલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news