જે ટુર્નામેન્ટને હોસ્ટ પાકિસ્તાને કરી હતી તે ટ્રોફી ભારતે જીતી લીધી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતની જીત બાદ દેશભરમાં જોરશોરથી ઉજવણી કરવામાં આવી. પરંતુ ઈન્દોરના મહુમાં આ ઉજવણી હિંસક બની ગઈ. જાણો વિગતો.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રવિવારે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ અને આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવી દીધુ. જો કે મેચ બાદ એક મોટો વિવાદ ઊભો થયો છે. જાણો શું છે મામલો.
ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ રોહિત શર્માના ભવિષ્યને લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ODI વર્લ્ડ કપ 2027 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2027ને ધ્યાનમાં રાખીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી આવતા બે વર્ષ માટે એક યોજના તૈયાર કરશે.
ભારતમાં સ્ટાર ખેલાડીઓની કોઈ કમી નથી, પરંતુ કીવી ટીમ વિરુદ્ધ આ ખેલાડી સૌથી મોટો એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે.
Ravi Shastri's big staemet: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ મેચ દુબઈમાં રમાશે. દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આ મહામુકાબલો ભારતીય સમયાનુસાર બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે.
કોંગ્રેસના નેતા શમા મોહમ્મદે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પર એક વિવાદિત ટિપ્પણી કરતા હંગામો મચી ગયો છે. જાણો આખરે શું છે મામલો.
રવિવારે પોતાની છેલ્લી ગ્રુપ રાઉન્ડની મેચમાં ભારતે કીવી ટીમને હરાવીને જબરદસ્ત ફોર્મનો પરિચય આપી દીધો. આ દરમિયાન એક એવી ઘટના જોવા મળી જેણે લોકોને મોજ કરાવી દીધી. જુઓ વીડિયો.
Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમ પહોંચી ગઈ છે અને ટીમે હવે આગામી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્યારે આ મેચ પહેલા ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે, ભારતીય ટીમનો સ્ટાર ઓપનર બીમાર થયો છે.
Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુરક્ષામાં ખામીનો એક નવો મામલો સામે આવ્યો છે, એક દિવસ પહેલા ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ મેચ દરમિયાન એક અજાણ્યો શખ્સ સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘૂસ્યો હતો. પાકિસ્તાની જવાનોએ ટીમોની સુરક્ષા ફરજ પર જવાની ના પાડી દીધી હતી. તેથી 100થી વધુ જવાનોને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ તેના બે પાડોશી દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ગ્રુપ Aમાં તેને હવે 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમવાનું છે.
SA vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીની 7મી મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની હતી, પરંતુ રાવલપિંડીમાં સતત વરસાદના કારણે આ મેચ રદ કરવી પડી હતી. રાવલપિંડીમાં સવારથી હવામાન ખરાબ છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ બીજી મેચ છે.
Champions Trophy : પાકિસ્તાનના રાવલપિંડીમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર મેચ વરસાદના કારણે શરૂ થઈ શકી નથી. જો આ મેચ વરસાદના કારણે ડ્રો થાય છે તો સેમીફાઈનલનું સમીકરણ શું હશે, કઈ ટીમો સેમીફાઈનલમાં પહોંચશે તેના વિશે આ લેખમાં જાણીશું.
Tiranga controversy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આ વખતે પાકિસ્તાનમાં કરાયું છે. ટૂર્નામેન્ટની મેચો રાવલપિંડી, કરાચી અને લાહોરમાં રમાઈ રહી છે. જો કે, સુરક્ષાના કારણોસર ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ નથી. તેમ છતાં પાકિસ્તાનમાં પણ ભારતીય ચાહકોની કોઈ કમી નથી.
Virat Kohli Unique Record: ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારીને વધુ એક રેકોર્ડ તેના નામે કરી લીધો છે. આ સિદ્ધિ મેળવનાર કોહલી પહેલો ખેલાડી બની ગયો છે. સચિન તેંડુલકર કે રોહિત શર્મા પણ આ રેકોર્ડ નોંધાવી શક્યા નથી.
ICC Champions Trophy દરમિયાન પાકિસ્તાની ઈન્ટેલિજન્સ બ્યુરોએ દેશમાં ચાલી રહેલા આતંકવાદી ખતરા અંગે એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર માહિતી અનુસાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન (ISIS-K) વિદેશી નાગરિકોનું અપહરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ સંગઠન ટુર્નામેન્ટ જોવા આવતા વિદેશી દર્શકોનું અપહરણ ખંડણી માટે કરી શકે છે. અફઘાનિસ્તાનની ગુપ્તચર સંસ્થાએ પણ એલર્ટ જાહેર કર્યું છે.
Virat Kohli : ભારતની જીતમાં ફરી એકવાર વિરાટ કોહલીનું સૌથી મોટું યોગદાન હતું. વિરાટે 43મી ઓવરમાં ચોગ્ગો ફટકારીને ભારતને ન માત્ર જીત અપાવી પરંતુ તેની 51મી ODI સદી પણ પૂરી કરી. વિરાટની આ સદીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ ઉજવવામાં આવી હતી.
Virat Kohli : વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 111 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 90.09ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા અને 7 ચોગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ માટે વિરાટ કોહલીને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જો કે, તેમ છતાં પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર ગુસ્સે છે. લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને લઈને પોતાના વિસ્ફોટક નિવેદનથી હલચલ મચાવી દીધી છે.
ઈંગ્લેન્ડના 30 વર્ષીય ઓપનર બેટ્સમેન બેન ડકેટે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ચોથી મેચમાં આ વિસ્ફોટક ઇંગ્લિશ બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે 165 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
Virat Kohli : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે જીત સાથે ધમાકેદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા એન્ડ કંપનીએ તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું. હવે ટીમનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે, જેમાં થોડા કલાકો જ બાકી છે. ત્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મોટો નિર્ણય લીધો છે.
Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ઉત્સાહ ચરમસીમા પર છે. ટીમ ઈન્ડિયાની જીતની ગુંજ દુબઈથી લઈને લાહોર સુધી જોવા મળી રહી છે. ભલે 20 ફેબ્રુઆરીએ દુબઈમાં ભારતે મેચ જીતી હતી. પરંતુ પાકિસ્તાનના લાહોરમાં ભારતીય રાષ્ટ્રગીત જોઈને બધા દંગ રહી ગયા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Virat Kohli : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચમાં પણ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત રહ્યું. તેણે બાંગ્લાદેશ સામે 38 બોલમાં માત્ર 22 રન બનાવ્યા હતા. ત્યારે તેના આ ખરાબ પ્રદર્શનને લઈને પૂર્વ કોચનું મોટું નિવેદન સામે આવ્યું છે.
Shami Flying Kiss Celebration: ટીમ ઈન્ડિયાના ખૂંખાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બાંગ્લાદેશ વિરુદ્ધ ગુરુવારે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ભયંકર તબાહી મચાવી દીધી છે. મોહમ્મદ શમીએ આ મેચમાં બાંગ્લાદેશી બેટ્સમેનોની ક્રિઝ પર ટકવા દીધા નહોતા. મોહમ્મદ શમીએ બાંગ્લાદેશ વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં કહેર વરસાવતા 5 વિકેટ ઝડપી છે.