હવે 2000 રૂપિયાને પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર, 4 વર્ષ પહેલા 8 રૂપિયા હતો શેરનો ભાવ

કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 2008.85 રૂપિયા પર પહોંચી ગયા છે. 4 વર્ષ પહેલા કંપનીના શેરનો ભાવ 8 રૂપિયા હતો. 
 

હવે 2000 રૂપિયાને પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર, 4 વર્ષ પહેલા 8 રૂપિયા હતો શેરનો ભાવ

નવી દિલ્હીઃ સ્મોલકેપ કંપની કેપીઆઈ ગ્રીન એનર્જીના સ્ટોકે ધમાલ મચાવી છે. કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર બુધવારે સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર બુધવાર 24 એપ્રિલે 5 ટકાની તેજી સાથે 2000ને પાર પહોંચી ગયો છે. કંપનીના શેરનો આ રેકોર્ડ હાઈ છે. કેપીઆઈ ગ્રીન એનર્જીના સ્ટોક છેલ્લા ચાર વર્ષમાં 8 રૂપિયાથી વધી 2000 રૂપિયાને પાર પહોંચ્યો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 312.70 રૂપિયા છે. 

8 રૂપિયાથી 2000 રૂપિયાને પાર પહોંચ્યો કંપનીનો શેર
કેપીઆઈ ગ્રીન એનર્જી (KPI Green Energy)ના સ્ટોકે છેલ્લા ચાર વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. કંપનીનો શેર 18 જૂન 2020ના 8 રૂપિયા પર હતો. કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર 24 એપ્રિલ 2024ના 2008.85 રૂપિયા પર પહોંચ્યો છે. કંપનીના સ્ટોકે છેલ્લા ચાર વર્ષમાં ઈન્વેસ્ટરોને 24821 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. કંપનીએ છેલ્લા બે વર્ષમાં ઈન્વેસ્ટરોને 2 વખત બોનસ શેર પણ આપ્યા છે. કંપનીએ જાન્યુઆરી 2023માં  1:1  ના રેશિયોમાં બોનસ શેર આપ્યા છે. કેપીઆઈ ગ્રીન એનર્જીએ ફેબ્રુઆરી 2024માં  1:2 ના રેશિયોમાં બોનસ શેર આપ્યો છે.

એક વર્ષમાં કંપનીના શેરમાં 525% ટકાથી વધુની તેજી
કેપીઆઈ ગ્રીન એનર્જી (KPI Green Energy)ના સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 525 ટકાથી વધુની તેજી આવી છે. સોલર કંપની કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર 24 એપ્રિલ 2023ના 320.53 રૂપિયા પર હતો. કેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર 24 એપ્રિલ 2008.85 રૂપિયા પર પહોંચી ગયો છે. તો છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 270 ટકાની તેજી આવી છે. રંપનીનો શેર 25 ઓક્ટોબર 2023ના 542.57 રૂપિયા પર હતો, જે બે હજારને પાર પહોંચી ગયો છે. કેપીઆઈ ગ્રીન એનર્જીના શેરમાં એક મહિનામાં 35 ટકાની તેજી જોવા મળી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news