LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો ઝીંકાયો, આ મહિને 100 રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર
નવી દિલ્હી: LPG Gas Cylinder Price Today: રાંધણ ગેસ સિલિન્ડર (LPG) ના ભાવ ફરીથી વધ્યા છે. IOC એ ફેબ્રુઆરીમાં 14.2 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ફેબ્રુઆરીમાં ફરીથી વધાર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: LPG Gas Cylinder Price Today: રાંધણ ગેસ સિલિન્ડર (LPG) ના ભાવ ફરીથી વધ્યા છે. IOC એ ફેબ્રુઆરીમાં 14.2 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ફેબ્રુઆરીમાં ફરીથી વધાર્યા છે. આ અગાઉ 4 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીના રોજ ભાવ વધ્યા હતા.
ફેબ્રુઆરીમાં ત્રીજીવાર વધ્યા ભાવ
ડિસેમ્બર મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં બે વાર વધારો થયો હતો. 1 ડિસેમ્બરના રોજ 594 રૂપિયા રૂપિયાથી વધીને તેનો ભાવ 644 રૂપિયા કરાયો હતો અને ફરીથી 15 ડિસેમ્બરે એકવાર તેનો ભાવ 694 રૂપિયા કરવામાં આવ્યો. એટલે કે એક જ મહિનાની અંદર 100 રૂપિયાનો વધારો કરાયો. જો કે જાન્યુઆરીમાં ભાવ વધ્યા નહીં. જાન્યુઆરીમાં સબસિડી વગરના રાંધણ ગેસનો ભાવ 694 રૂપિયા હતો. ફેબ્રુઆરીની શરૂઆતમાં રાંધણ ગેસની કિંમતમાં વધારો થયો નહીં અને તે તેની જૂની કિંમત 694 રૂપિયે જ મળી રહ્યો હતો.
1 ફેબ્રુઆરીના રોજ ભાવમાં વધારો ન થયો. પરંતુ 4 ફેબ્રુઆરીના રોજ ફરીથી ભાવ વધીને 719 રૂપિયા થયા. એટલે કે 25 રૂપિયા વધારો ઝીંકાયો. 10 જ દિવસની અંદર એલપીજીના ભાવમાં 50 રૂપિયાનો ફરી વધારો થયો. અને આજે એકવાર ફરીથી ભાવ વધ્યા અને 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ ગયો. એટલે કે 25 રૂપિયા ભાવ વધ્યો.
Narendra Modi Stadium: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કેમ રાખવામાં આવ્યું? જાણો કારણ
આજથી દિલ્હીમાં LPG સિલિન્ડરનો ભાવ 794 રૂપિયા થઈ ગયો છે. એટલે કે ફક્ત ફેબ્રુઆરીમાં જ LPG સિલિન્ડરના ભાવ 100 રૂપિયા વધી ચૂક્યા છે. એલપીજીના ભાવમાં વધારો એવા સમયે થયો છે કે જ્યારે ભારતમાં પેટ્રોલના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ભાવ ઉચ્ચતમ સ્તરે જઈ રહ્યા છે.
આ રીતે ચેક કરો એલપીજીના ભાવ
રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ચેક કરવા માટે તમારે સરકારી ઓઈલ કંપનીની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા રેટ્સ જાહેર કરે છે. https://iocl.com/Products/IndaneGas.aspx આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે