MODI જેકેટ હવે ઉની કાપડમાં પણ, મોદી કુર્તાની માંગમાં થયો વધારો
ખાદીના કપડાઓ થી લઇને ગ્રામીમ ઉદ્યોગ તૈયાર મધ, તલની ચિક્કીથી લઇને બીજા ઉત્પાદનોમાં ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યા છે. 38માં વ્યાપાર મેળામાં હોલ નંબર 7માં ખાદી ઇન્ડિયાનો મંડપ લગાવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રગતિ મેદાનમાં ચાલી રહેલા ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં ખાદી મંડપમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ મંડપમાં ખાદીની મોદી ઝેકેટ અને મોદી કુર્તીની માંગ સૌથી વધારે જોવા મળી રહી છે. મંજપમાં ખાદીના કપડાઓથી લઇને ગ્રામીણ ઉદ્યોગની તૈયાર મધ, તલની ચિક્કીથી લઇને તમામ ઉત્પાદનો ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યા છે. 38માં આ વ્યાપાર મેામાં હોલ નંબર 7માં ખાદી ઇન્ડિયાનો મંડપ પણ લગાવામાં આવ્યો છે. જેમાં ખાદી ઇન્ડિયાના સિલ્ક ખાદીના જેકેટ, કૂર્તા પયજામો જેવી અનેક ગ્રામીણ ઉદ્યોગની ચી વસ્તુઓ મળી રહી છે. ઝારખંડ રાજ્ય ખાદી ગ્રામઉદ્યોગે પણ મંડપમાં તેમનો સ્ટોલ લગાવ્યો છે.
ઉની કાપડમાં પણ મોદી જેકેટ
ખાદી ગ્રામઉદ્યોગો કમિશન(કેવીઆઇસી)ના ચેરમેન વિનય કુમાર સક્સેનાને આ અંગે સવાલ કરતા તેમણે જણાવ્યું કે, આઇઆઇટીએફ 2018માં આ વખતે ખાદી વિભાગનું વેચાણ પહેલા કરતા સારૂ થયું છે. લોકોની રૂચિ ખાદીમાં વધી છે. મેળામાં સૌથી વધારે ભીડ ખાદી મંડપમાં થઇ રહી છે. અને તેના વેચાણમાં પણ 45 ટકાનો વધારો જોવા મળ્યો છે. સક્સેનાએ જણાવ્યું કે અત્યાર સુધી મોદી જેકેટને સુતરાઉ અને રેશમી કાપડમાં જ વેચવામાં આવ્યું હતું. પરંતુ હવે તેને ઉની કાપડમાં પણ વેચવામાં આવે છે,
ખાદી મંડપમાં ગાધીજીની મૂર્તિ
કર્નાટ પ્લેસ પાસે આવેલા ખાદી આઉટલેટમાં એક કાર્યક્રમ દરમિયાન શનિવારે ઉની મોદી ઝેકેટ રજૂકરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીની જન્મજયંતિએ 150માં વર્ષે ખાદી મંડપનુ મહત્વ પણ વધી જાય છે. મહાત્મા ગાંધીને પણ ખાદીના કપડા સાથે ખાસ લગાવ હતો. ખાદી મંડપમાં પ્રવેશ કરતા જ સામે ગાંધીજીની મૂર્તિ લગાવેલી દેખાય છે.
વ્યાપાર વધારે થવાની સંભાવના
ગત વર્ષ આઇઆઇટીએફમાં ખાદી ઇન્ડિયાએ 1.86 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. આ વખતે મેળો નાની જગ્યા પર લગાવામાં આવ્યો છે. જેમાં ઓછા સ્ટોલ લગાવમાં આવ્યા હતા. તેમ છતા પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે,કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદીના કપડાના વેચાણમાં 45 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
(ઇનપુટ-એજન્સી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે