ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, 5 દિવસમાં 4 વખત વધારો; વધારા બાદ આ હશે નવી કિંમત
Petrol And Diesel Prices: ઓઈલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કર્યો છે. નવી કિંમત શનિવાર સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંતમોથી હાલ લોકોને રાહત મળવાની આશા દેખાઈ રહી નથી. ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓઇલ કંપનીઓ 5 દિવસમાં 4 વખત ભાવ વધારો કરી ચુકી છે. ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો શનિવાર સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવશે.
દિલ્હીમાં આ હશે ભાવ
સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓ તરફથી જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, દિલ્હીમાં શુક્રવારના જ્યાં પેટ્રોલ 97.81 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું હતું. હવ તેમાં 80 પૈસાના વધારા સાથે તેની કિંમત 98.61 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. ડીઝલના ભાવ પહેલાથી 89.07 રૂપિયા હતા. ત્યારે હવે શનિવારથી તેના ભાવ વધીને 89.87 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે.
પાંચ દિવસમાં આટલા રૂપિયા મોંઘું થયું પેટ્રોલ
કંપનીઓ દ્વારા સતત ઓઇલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેના કારણે લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં 4 વખત ઓઇલ કંપનીઓ દ્વારા ભાવ વધારવામાં આવ્યો છે. એટલે કે 5 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3.20 રૂપિયા વધારો થયો છે.
હજુ થઈ શકે છે ભાવમાં વધારો
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો સતત થઈ રહ્યો છે. બંનેની કિંમતમાં ફરી એકવાર 80 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. જાણકારો અનુસાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે