ખેડૂતોને 6000 રૂપિયા આપવા માટે PM ખેડૂત પોર્ટલ લોન્ચ, 26 ફેબ્રુઆરીથી જુઓ પોતાનું નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને રાહત આપતાં આ બજેટમાં મોટી જાહેરાત કરી હતી. જે અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવા માટે પીએમ ખેડૂત પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ખેડૂતો 26 ફેબ્રુઆરીથી આ યાદીમાં પોતાના નામની ચકાસણી કરી શકશે

ખેડૂતોને 6000 રૂપિયા આપવા માટે PM ખેડૂત પોર્ટલ લોન્ચ, 26 ફેબ્રુઆરીથી જુઓ પોતાનું નામ

ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મોદી સરકારે આ બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ સીધા એમના બેંક ખાતામાં આપવામાં આવશે. ખેડૂતોને આ સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવશે. પહેલો હપ્તો માર્ચમાં આપવામાં આવશે. પરંતુ આ યોજનાનો ફાયદો કોને મળશે? આ માટે સરકારે એક પોર્ટલ બનાવ્યું છે. એ ઉપર ખેડૂતોના નામ મુકવામાં આવશે. 

http://pmkisan.nic.in આ પોર્ટલ પર ખેડૂતો આ યોજના સાથે જોડાયેલ નિયમ જાણી શકશે. પોર્ટલમાં આ અંગેની તમામ વિગત આપવામાં આવી છે કે કયા રાજ્યના ખેડૂતો આ આ કિસાન યોજનાના દાયરામાં આવશે અને કોણ નહીં? સરકારની આ યોજનાને અમલી બનાવવા માટે ઘણી એજન્સીઓને જવાબદારી આપવામાં આવી છે. 

26 ફેબ્રુઆરીથી દેખાશે ખેડૂતોના નામ
વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજના અનુસાર ખેડૂતોને વાર્ષિક ત્રણ હપ્તામાં 2000-2000 રૂપિયા આપવામાં આવશે. પહેલો હપ્તો માર્ચમાં ખેડૂતોના ખાતામાં નાંખવામાં આવશે. આ માટે સરકારે તમામ રાજયોને કહ્યું છે કે, તે ખેડૂતોની યાદી પોર્ટલમાં ઉમેરે. પોર્ટલમાં ખેડૂતોના નામ ઉમેરવાની અંતિમ તારીખ 25 ફેબ્રુઆરી છે. 26 ફેબ્રુઆરીથી પોર્ટલમાં ખેડૂતો પોતાનું નામ જોઇ શકશે. આ ઉપરાંત એ વાતની પણ જાણકારી મળશે કે આ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળશે અને કોને નહીં મળે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news