શું તમારી પાસે કાર છે? જો હા તો સરકાર આપશે મહિને 25-30 કમાણીની તક
હવે સરકાર તમને ઘરેબેઠા પૈસા કમાવવાની તક આપી શકે છે. આ કોઇ સરકારી સ્કીમ કે સરકારની કોઇ યોજનાનો ભાગ નથી પરંતુ, તમારી પર્સનલ કાર દ્વારા તમે આમ કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હી: હવે સરકાર તમને ઘરેબેઠા પૈસા કમાવવાની તક આપી શકે છે. આ કોઇ સરકારી સ્કીમ કે સરકારની કોઇ યોજનાનો ભાગ નથી પરંતુ, તમારી પર્સનલ કાર દ્વારા તમે આમ કરી શકો છો. જોકે સરકારની ટેક્સી પરમિટની નવી પોલિસી પર વિચાર કરી રહી છે. જો આ લાગૂ થઇ જાય છે તો તમારી પ્રાઇવેટ કારનો ઉપયોગ ઓલા અને ઉબરના પ્લેટફોર્મ પર ઇનકમ માટે કરી શકશો. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર ટૂંકસમયમાં નિર્ણય લઇ શકે છે.
રેગુલર ઇનકમનું સાધન બનશે કાર
નવી ટેક્સી પરમિટ નિયમોમાં ઓલા અને ઉબર સાથે જોડીને તમે તમારી કાર વડે નિયમિત કમાણી કરી શકશો. તમને જણાવી દઇએ કે ઓલા અને ઉબર સાથે જોડાઇને દર મહિને સરળતાથી 25 થી 30 હજાર રૂપિયાની આવક રળી શકાશે.
શું છે હાલનો નિયમ
માનવામાં આવી રહ્યું છે કે ટેક્સી પરમિટના નિયમોને સરળ થવાની સાથે કોઇપણ કાર માલિક પોતાની કાર સરળતાથી ઓલા અને ઉબર સાથે જોડી શકાય છે. હાલના સમયમાં જો કોઇપણ તમારી કાર ટેક્સીની માફક ઉપયોગ કરવા માંગે છે તેને ઘણા પ્રકારની એપ્રૂવલ અને ક્લીયરન્સ લેવા ઉપરાંત કોમર્શિયલ માટે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. આ બધામાં વધુ ખર્ચ અને સમય વેડફાય છે. તો બીજી તરફ પરમિટ પણ મળતી નથી. એવામાં સરકારના નિર્ણયથી પ્રાઇવેટ કાર માલિકોને પણ ઇનકમની તકમ મળશે.
નીતિ આયોગની વેબસાઇટ પર અપડેટ કર્યો રિપોર્ટ
ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર તાજેતરમાં જ સરકારે આ મામલે એક ટીમ બનાવીને રિપોર્ટ તૈયાર કરવા માટે કહ્યું છે. ટીમે રિપોર્ટ બનાવીને સરકારને સોંપ્યો છે. સરકારે તેને નીતિ આયોગની વેબસાઇટ પર સાર્વજનિક કર્યો છે. જોકે સરકાર પબ્લિક ટ્રાંસપોર્ટને પ્રોત્સાહન આપવા માંગે છે. સાથે જ તેનો ઉદ્દેશ્ય છે કે તેના હેઠળ સામાન્ય લોકોને પણ આવકનું નવું સાધન મળી શકે.
કેવી રીતે થશે કમાણી
ઓલા-ઉબરની સાથે જોડ્યા પછી જો પીક અવર્સ દરમિયાન કાર બુકિંગ કરવામાં આવે છે કે તો સિંગલ રાઇડ પર 200 રૂપિયાથી 250 રૂપિયા સુધી ઇંસેંટિવ મળે છે. ઓલા-ઉબરની કેટેગરીની સર્વિસ કેટેગરીમાં સવારે 7 વાગ્યાથી 12:30 અને સાંજે 5 થી 11 વાગ્યા સુધી સમયને પીક અવર્સ ગણવામાં આવે છે. જો દિવસમાં 12 રાઇડ્સ પુરી કરો છો કંપની દ્વારા એક નક્કી કરેલ ઇંસેંટિવ પણ તમને મળશે. આ 1000 રૂપિયા સુધીનું હોય શકે છે. તો બીજી તરફ 7 રાઇડ પુરી કરો છો તો 700 રૂપિયા સુધીનું બોનસ અલગથી મળી શકે છે.
એરપોર્ટ ડ્રોપનું અલગથી બોનસ
એરપોર્ટ ડ્રોપ પર ઓલા અને ઉબર બંને બોનસ આપે છે. આ ઉપરાંત કેટલાક એક્સટર્નલ બોનસ પણ મળે છે, જે મંથલી બેસિસ પર એકાઉંટમાં ટ્રાંસફર કરવામાં આવે છે. જોકે તમને જણાવી દઇએ કે કંપનીઓ બોનસ અને અન્ય સર્વિસીસમાં ફેરફાર કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે