બોલ ટેમ્પરિંગ વિવાદ: સ્મિથ-વોર્નર પર એક વર્ષનો અને બેનક્રોફ્ટ પર 9 મહિના માટે પ્રતિબંધ

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ વિવાદમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાનો નિર્ણય જણાવી દીધો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મામલામાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે બોલ સાથે ચેડા કરનારા બોલર કેમરૂન બેનક્રોફ્ટને 9 મહિના માટે બેન કરી દેવાયો છે.

  • કોચ લેહમેનને આ મામલે ઓસ્ટ્રેલિયન બોર્ડે ક્લિન ચીટ આપી છે
  • સ્ટીવ સ્મિથ-ડેવિડ વોર્નર કેપ્ટન અને વાઈસ કેપ્ટન પદ છોડી ચૂક્યા છે
  • કેમરૂન બેનક્રાફ્ટે કેપેટાઉન ટેસ્ટમાં બોલ સાથે ચેડા કર્યા હતાં

Trending Photos

બોલ ટેમ્પરિંગ વિવાદ: સ્મિથ-વોર્નર પર એક વર્ષનો અને બેનક્રોફ્ટ પર 9 મહિના માટે પ્રતિબંધ

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ વિવાદમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાનો નિર્ણય જણાવી દીધો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મામલામાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે બોલ સાથે ચેડા કરનારા બોલર કેમરૂન બેનક્રોફ્ટને 9 મહિના માટે બેન કરી દેવાયો છે. અત્રે જણાવવાનું કે આ મામલાની તપાસ માટે દક્ષિણ આફ્રિકા પહોંચેલા સીએના મુખ્ય કાર્યકારી અધિકારી જેમ્સ સદરલેન્ડે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ વિવાદમાં સામેલ સ્ટીવ સ્મિથ, વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર અને ઓપનર કેમરૂન બેનક્રાફ્ટને સીએની આચારસંહિતાના ભંગના દોષિત ગણવામાં આવ્યાં છે અને આથી તેમને ટેસ્ટ સીરિઝમાંથી બહાર કરી દેવાયા છે.

આ પ્રતિબંધનો અર્થ એ છે કે ડેવિડ વોર્નર અને સ્ટીવન સ્મિથ ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પણ રમી શકશે નહીં. ભારત આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છેં. આ પ્રવાસ દરમિયાન 4 ટેસ્ટ મેચ, 3 વનડે અને 3 ટી-20 મેચો રમશે. ત્રણ આરોપી ખેલાડીઓને તરત ઓસ્ટ્રેલિયા માટે રવાના કરી દેવાયા હતાં. જ્યારે ટિમ પેન ટીમના કેપ્ટન બની રહેશે. આ સાથે જ જેમ્સ સદરલેન્ડે મુખ્ય કોચ ડેરેન લેહમેનને ક્લીનચિત આપી દીધી છે. સદરલેન્ડે આ સમગ્ર મામલે માફી માંગી છે.

ક્રિકેટ.ડોટ કોમ ડોટ એયુએ સદરલેન્ડના હવાલે લખ્યું છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની તપાસમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રોફ્ટને બોલ ટેમ્પરિંગના દોષિત ઠેરવ્યાં છે. આ ત્રણેયને ટેસ્ટ સીરિઝમાંથી બહાર કરવાનો ફેસલો લેવાયો છે. કોચ ડેરેન લેહમેન આ મામલે સામેલ નથી આથી તેઓ કોચ પદ પર યથાવત રહેશે. ત્રણેય ખેલાડીઓ તરત ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.

અત્રે જણાવવાનું કે કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં બેનક્રોફ્ટ બોલ પર પીળા રંગની ટેપ લગાવતો કેમેરામાં કેદ થયો હતો. ત્યારબાદ સ્મિથ અને બેનક્રોફ્ટે સ્વીકાર્યુ હતું કે બોલ સાથે ચેડા કરવાની તેમની યોજના હતી. પછી સીએએ સ્મિથ અને વોર્નરને ત્રીજી ટેસ્ટના બાકીના દિવસો માટે પદો પરથી હટાવ્યાં હતાં. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ પણ સ્મિથ પર એક ટેસ્ટ મેચનો પ્રતિબંધ, સમગ્ર મેચ ફીસનો દંડ અને બેનક્રાફ્ટ પર મેચ ફીના 75 ટકા દંડ ફટકાર્યો હતો.

શું છે સમગ્ર મામલો?
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેપટાઉનમાં ત્રીજા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ્યારે આફ્રિકાના દાવની 43મી ઓવર ચાલી રહી હતી ત્યારે માર્કરમ અને એપી ડિવિલિયર્સ રમી રહ્યાં હતાં, તે જ સમયે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન બેનક્રોફ્ટ એક ચિપ જેવી વસ્તુ સાથે કેમેરા પર પકડાયા ગયાં. કહેવાય છે કે બોલની ચમક ઉડાવનારી જે ચીપ છે તેને બોલ પર ઘસવામાં આવી. જો કે મેદાન પરના એમ્પાયરોએ આ અંગે તેમની સાથે વાત કરી. એમ્પાયરોની પાસે જતા પહેલા બેનક્રાફ્ટને તેના આંતરવસ્ત્રમાં નાની પીળી વસ્તુ રાખતા જોવામાં આવ્યો હતો. જ્યારે તે એમ્પાયર સાથે વાત કરવા પહોંચ્યો ત્યારે તેણે પેન્ટના ખિસ્સામાં હાથ નાખીને બતાવ્યું અને તે કોઈ બીજી વસ્તુ હતી. તે તડકાના ચશ્માને સાફ કરવા માટે મુલાયમ કપડાં જેવું લાગી રહ્યું હતું.

સ્ટીવ સ્મિથે ભૂલ સ્વીકારી
ત્યારબાદ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને બેનક્રોફ્ટે આ સમગ્ર મામલે પોતાની ભૂલ સ્વીકારી હતી. ત્રીજા દિવસનો ખેલ જ્યારે પૂરો થયો ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે આ ભૂલનો સ્વીકાર કર્યો હતો. જ્યારે બેનક્રોફ્ટે પણ સ્વીકાર્યુ કે તે ટેપથી બોલની શકલ બગાડવાની કોશિશ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સરકારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને સ્ટીવ સ્મિથને કેપ્ટન પદેથી હટાવવાના આદેશ આપ્યાં. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેલ્કોન ટર્નબુલે આ સમગ્ર ઘટનાને શરમજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આ કૃત્ય ઓસ્ટ્રેલિયન ટીમે કર્યું.

ત્યારબાદ સતત આલોચનાઓના કારણએ સ્ટીવ સ્મિથે ટીમની કેપ્ટનશીપ અને ડેવિડ વોર્નરે ત્રીજી ટેસ્ટ માટે વાઈસ કેપ્ટનશીપ છોડી દીધી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સદરલેન્ડે કહ્યું કે અમે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સાથે આ સમગ્ર મામલે વાત કરી. બંને આ ટેસ્ટ માટે પોતાના પદ છોડવા માટે  તૈયાર થઈ ગયાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news