Electric scooter: માત્ર 28 પૈસામાં કરો 1 કિલોમીટરની સફર, શાનદાર ફીચર સાથે ઈ-સ્કૂટર લોન્ચ

Pure EV E pluto 7G: પ્યોર ઈવી ઈપ્લૂટો જી7 (Pure EV E Pluto 7G) સિંગલ ચાર્જમાં 120 કિલોમીટર ચાલે છે. એટલે કે તેની રનિંગ કોસ્ટ પ્રતિ કિલોમીટર માત્ર 28 પૈસા પડે છે.

Electric scooter: માત્ર 28 પૈસામાં કરો 1 કિલોમીટરની સફર, શાનદાર ફીચર સાથે ઈ-સ્કૂટર લોન્ચ

નવી દિલ્હીઃ ફ્યૂલની વધતી કિંમતો વચ્ચે હવે ઇલેક્ટ્રિક વાહનનો ક્રેઝ વધી રહ્યો છે. ઘણી મોટી કંપનીઓ હવે ઇલેક્ટ્રિક ગાડીઓ પર કામ કરી રહી છે અને અનેક દમદાર પ્રોડક્ટ લોન્ચ થઈ રહી છે. ઇલેક્ટ્રિક કારો (Electric Car) બાદ હવે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઝડપથી લોકપ્રિય થઈ રહ્યાં છે. 

પ્યોર ઈવી (Pure EV) એ હાલમાં એક દમદાર ઈ-સ્કૂટર  (E Scooter) ઈપ્લૂટો 7જી  (E Pluto 7G) લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની સૌથી મોટી ખાસિયત છે કે તે સસ્તું છે. તમને જાણીને વિશ્વાસ નહીં થાય કે માત્ર દોઢ લીટર પેટ્રોલની કિંમતથી પણ ઓછા ખર્ચામાં તમે તેને એક મહિનો ચલાવી શકો છો. 

કેટલો આવશે મહિનાનો ખર્ચ
પ્યોર ઈવી ઈપ્લૂટો જી7 (Pure EV E Pluto 7G) સિંગલ ચાર્જમાં 120 કિલોમીટર ચાલે છે. એટલે કે તેની રનિંગ કોસ્ટ પ્રતિ કિલોમીટર માત્ર 28 પૈસા પડે છે. જો તમે દરરોજ 20 કિલોમીટર પણ તેનાથી ટ્રાવેલ કરો છો તો એક દિવસમાં તમારો ખર્ચ માત્ર 5.60 રૂપિયા થશે. આ રીતે એક મહિનામાં આ ઈ-સ્કૂટરના ચાર્જિંગની કિંમત માત્ર 156 રૂપિયા થશે. 

રાજ્ય સરકારો આપી રહી છે સબ્સિડી
દિલ્હીમાં આ ઈ-સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત (Ex-Showroom Price) 83,701 રૂપિયા છે. આ સિવાય બેન્કોના ઓફરોની વાત કરીએ તો ઈ-સ્કૂટરને આશરે ત્રણ હજાર રૂપિયાના માસિક ઈએમઆઈ પર તમે ખરીદી શકો છો. મહત્વનું છે કે રાજ્ય સરકારો જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત સામેલ છે, કેન્દ્ર સિવાય પોતાના તરફથી પણ સબ્સિડી આપી રહ્યાં છે. 

શાનદાર ફીચર્સ સાથે આવશે સ્કૂટર
- આ સ્કૂટરના ફીચર્સ શાનદાર છે
- કંપની તરફથી એક વાર ચાર્જ કરવા પર 90થી 120 કિલોમીટરની રેન્જનો દાવો કરવામાં આવ્યો છે
- તેની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક છે
- તેનું વજન 76 કિલો છે
- તેને ચાર કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે
- તે લાલ, પીળા, બ્લૂ અને સફેદ કલર સહિત સાત રંગોમાં ઉપલબ્ધ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news