મારી નાખ્યાં! હવે લોનના હપ્તા થશે વધુ મોંઘા, RBI એ રેપો રેટમાં કર્યો 0.50% નો વધારો

RBI MPC Meeting: બેંક લોન ધારકો માટે માઠા સમાચાર છે. હાલમાં જ મળેલી આરબીઆઈની બેઠકમાં રેપો રેટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. જેની સીધી અસર તમારા બેંક EMI પર પડશે. 

મારી નાખ્યાં! હવે લોનના હપ્તા થશે વધુ મોંઘા, RBI એ રેપો રેટમાં કર્યો 0.50% નો વધારો

RBI Hikes Repo Rate: વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા માટે બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠક બાદ રેપો રેટમાં 50 બેસિસ પોઈંટનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરાયો છે. આ વધારાને પગલે હવે રેપો રેટ 4.40 ટકાથી વધીને 4.90 ટકા થઈ જશે. આ સમાચારનો મતલબ એમ થાય છેકે, હવે તમારી બેંક લોન ચાલતી હશે તો તેનો હપ્તો એટલેકે, EMI પહેલાં કરતા વધુ મોંઘી થશે. RBI ની આ જાહેરાત સાથે જ શેરમાર્કેટ પર પણ એની અસર જોવા મળી. સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો.

રેપો રેટ શું છે?
RBI દ્વારા બેંકોને જે દરે લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે બેંકોને આરબીઆઈ પાસેથી ઊંચા દરે લોન મળશે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વગેરે પર વ્યાજ દર વધશે, જેની સીધી અસર તમારા EMI પર પડશે.

છેલ્લાં એક મહિનામાં બીજીવાર રેપો રેટમાં વધારોઃ
ઉલ્લેખનીય છેકે, આરબીઆઈ દ્વારા છેલ્લાં એક જ માસમાં બીજીવાર રેપો રેટમાં વધારો કરાયો છે. આ પહેલાં 4 મેના રોજ આરબીઆઈએ રેપો રેટમાં અચાનક 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આ સમય દરમિયાન કેશ રિઝર્વ રેશિયો (CRR) પણ 0.50 ટકાથી વધારીને 4.5 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. દેશમાં મોંઘવારીનો દર સતત 6 ટકાથી ઉપર રહ્યો છે. ત્યારે વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા માટે અને સામાન્ય લોકોને રાહત આપવા આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

આરબીના આ નિર્ણયની સામાન્ય લોકો પર શું અસર થશે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોનિટરિંગ પોલિસી કમિટિની બેઠકમાં આજે મહત્ત્વનો નિર્ણય લેવાયો. જે અંતર્ગત આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેની સીધી અસર બેંકના કરોડો ગ્રાહકો પર થશે. રેપો રેટ વધતા બેંક લોન મોંઘી થઈ જશે. એટલું જ નહીં વ્યાજદર વધવાની સીધી અસર તમારા EMI પર થશે. EMI માં પહેલાં કરતા વધારો થશે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news