Gujarat BJP New Plan : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવી છે. પરંતું આ સાથે જ ચૂંટણીમાં ભાજપનો નવો પ્રયોગ જોવા મળ્યો. ભાજપે આ ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને પણ મેદાનમાં ઉતાર્યા હતા, આખરે ભાજપની આ નવી રણનીતિ શું છે, ભાજપે ઉતારેલા મુસ્લિમ ઉમેદવારોમાંથી કોની જીત થઈ, જુઓ નવી ચર્ચા
Gujarat Local Body Election Result 2026 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં BJPએ મહેસાણા ભાજપ કાર્યાલયમાં વર્ષોથી પટાવાળાની નોકરી કરતા રમેશ ભીલને પણ ટિકિટ આપી હતી. ત્યારે રમેશ ભીલ મહેસાણા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 13માંથી વિજયી થતા ભાજપ કાર્યાલયનાપટાવાળાહવે કોર્પોરેટર બની ગયાછે.
Is Democracy in Danger? 731 Uncontested Seats in Gujarat Elections : ગુજરાતમાં ચૂંટણીઓમાં નવા રાજકીય કાવાદાવા જોવા મળી રહ્યાં છે. ચૂંટણી પહેલા જ ઉમેદવાર ખસી જાય અથવા એવી રીતે તોડજોડ કરાય કે આખેઆખી બેઠક જ બિનહરીફ થઈ જાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 731 બેઠકોનું બિનહરીફ થવું લોકશાહીમાં મતદારોના હક પર મોટો સવાલ કરે છે. શું નાગરિકોને મતદાન કરવાનો હક ન મળવો જોઈએ?
Gujarat Local Body Election BJP Won 731 Seats : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાંસિલ કરી છે. ગુજરાતના રાજકારણમાં પહેલીવાર 731 બેઠકો બિનહરીફ બની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના આખરી આંકડાઓ સામે આવી ગયા છે.
IPS Manoj Ninama : ગુજરાતના રાજકારણને લઈ આજે વધુ એક મોટી અપડેટ સામે આવી છે. આજે ખેડૂત નેતા રાજૂ કરપડા સહિત ગુજરાત પોલીસમાંથી રાજીનામુ આપનાર IPS મનોજ નિનામા પર કેસરિયા કરી શકે છે.
Gujarat Local Body Election 2026 : મોટું પદ મળ્યા બાદ જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીની આ પહેલી પરીક્ષા કસોટી છે. જો આ પાર પડી તો પક્ષમાંથી શિરપાવ મળશે, પરંતું જો આ ચૂંટણીમાં સહેજ પણ ચૂંક રહી ગઈ તો શું થશે? હાલ આ બંને નેતાઓ પર ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રૂપાણી-પાટીલની જેમ પરર્ફોન્સ ન આપી શક્યા તો શું થશે તે તો સમય જ બતાવશે.
Gujarat Local Body Election : ગીર સોમનાથ જિલ્લામાં રાજકીય ગરમાવો વધતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને કોડીનાર તાલુકાના સિંધાજ ગામે યોજાયેલી કોંગ્રેસની બેઠક બાદ ભાજપમાં અંદરો અંદર ખળભળાટ મચ્યો હોવાના સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસની બેઠકમાં ભાજપના નેતાઓની હાજરીએ ભારે ચર્ચા જગાવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ ઘટનાક્રમે નવી ચર્ચા જગાવી છે.
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. પોતાના પક્ષથી નારાજ કાર્યકર્તાઓ અને નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે. ત્યારે આ પક્ષપલટો કોને ફળશે, અને કોને નડશે તો તે સમય જ બતાવશે. પરંતું હાલ ગુજરાતના કયા દિગ્ગજોએ ચૂંટણી પહેલા પાટલી બદલી તે જોઈએ
Vadodara BJP Suspended Leader Comeback : વડોદરા ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા અલ્પેશ લિંબાચીયાની ફરી ભાજપમાં એન્ટ્રી થતા ભડકો થયો. ત્રણ વર્ષ પહેલા પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુધ્ધ પત્રિકા બહાર પાડનાર આલ્પેશ લિંબાચીયાને ભાજપમાં ફરી જોડાતા નિલેશ રાઠોડ ભારે નારાજ થયા
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ મળ્યા બાદ આંતરિક વિવાદ ન વકરે તે માટે ભાજપે અત્યારથી જ ડેમેજ કન્ટ્રોલ શરૂ કરી દીધું છે. ભાજપે બળવો કરનારના શિસ્તના પાઠ શીખવવાનું નક્કી કર્યું છે, તેમજ તેમને બહારનો દરવાજો પણ બતાડવાનું નક્કી કરી દીધું છે
Surat BJP: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરતમાં સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં બેઠકો યોજાઈ હતી, જેમાં પેજ કમિટી દ્વારા પાયાના સ્તરે સંગઠન મજબૂત કરવા પર ભાર મુકાયો છે.
BJP Gujarat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં અનેજગદીશ વિશ્વકર્મા દ્વારા ગુજરાત ભાજપની કમાન સંભાળાયા બાદ હવે ભાજપ કોર કમિટીની જાહેરાત કરવામાં આવી છે. નવા કોર ગ્રુપમાં કુલ 11 નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે જૂની કોર કમિટીમાંથી પાંચ નેતાઓને પડતા મુકવામાં આવ્યા છે. આ કમિટી ગુજરાત ભાજપની સૌથી પાવરફૂલ કમિટી ગણાય છે.
Rajkot BJP Ex Corporator Caught Demanding Lakhs For Illegal Construction : રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટરે સેટલમેન્ટના નામે 3 લાખ માંગ્યા હતા. અનિલ મકવાણાનો રૂપિયા લેતો વીડિયો વાયરલ થયો હતો, જેના બાદ વાયરલ વીડિયોને લઈ અનિલ મકવાણાએ કર્યો હતો AI હોવાનો દાવો, આ મામલે આગળ શું થયું તે જોઈએ
Kaksha Patel BJP Entry : ભાજપ યુવા નેતાઓના સહારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માંગે છે, ત્યારે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે ચૂંટાયા બાદ કક્ષા પટેલને ભાજપે મોટી જવાબદારી સોંપી છે. કક્ષા પટેલને વડોદરા શહેરના યુવા મોરચાના ઉપપ્રમુખ બનાવાયા છે
BJP Gujarat New Rule For Sthanik Swarajya Chutani : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાંની સેમીફાઈનલ ગણાતી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ત્રણેય પાર્ટીઓ માટે લિટમસ ટેસ્ટ છે. ભાજપે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. હવે સૂત્રો કહી રહ્યાં છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા એક પરિવાર એક હોદ્દોનો નિયમ અપનાવશે. આ સિવાય ત્રણ ટર્મથી ચૂંટણી લડતા પ્રતિનિધિઓને ભાજપ ટિકિટ નહીં આપે. જેને પગલે છેલ્લા 15 વર્ષથી સતત રીપિટ થતા અને કદાવર ગણાતા 150થી 200 કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે. સૌથી મોટી અસર 8 મનપામાં થશે. જગદીશ વિશ્વ કર્માએ ભાજપ ચાલતા જૂથવાદને ડામવા માટે આ નિર્ણય લીધો છે.
Arjun Modhwadia And Ambarish Der : કોંગ્રેસમાંથી આવેલા ગુરુ-શિષ્યની જોડી હવે ભાજપ હાઈકમાન્ડમાં પોપ્યુલર બની રહ્યાં છે. અર્જુન મોઢવાડિયા એ અંબરિષ ડેરના રાજકીય ગુરુ છે તે જગજાહેર છે. અર્જુન મોઢવાડિયાને મળતા માઈલેજ બાદ, હવે પાટીલ અંબરીશ ડેરને માઈલેજ આપે તે સમય જતા ભાજપમાં નવા રાજકીય સમીકરણો સર્જશે
Uday Kangad Political Predction : રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર બોલતા સમયે ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે કોંગ્રેસ અને ભાજપની કુંડળી પર મોટી ભવિષ્યવાણી કરી
Navsari BJP Members Resignation : નવસારી ભાજપમાં સંગઠનની જાહેરાત બાદ થયેલો ભડકો શાંત થવાને બદલે વધુ ફૂંફાડા મારી રહ્યો છે. એક અઠવાડિયામાં 46 રાજીનામા પડ્યા. હજી વધુ રાજીનામા પડે તેવી શક્યતા છે
Gujarat BJP Resignation Row : વડોદરામાં વોર્ડ નંબર 8માં ભાજપ પ્રમુખ અને મહામંત્રીનું રાજીનામું પડ્યું. કરોડિયા જમીન અને આકારણી વિવાદમાં રાજીનામું લેવાયું હોવાની ચર્ચા ભાજપમા વહેતી થઈ. હાલ અંગત કારણોસર રાજીનામું આપ્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો, ત્યારે આ આકારણી કૌભાંડ પર એક નજર કરીએ...
Gujarat BJP Resignation Row : ભાજપમાં આંતરિક જુથવાદને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં નારાજગીને કારણે પક્ષમાં પડેલા રાજીનામા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માર્ગ ભટકાવી શકે છે, ત્યારે ભાજપ કેવી રીતે ડેમેજ કન્ટ્રોલ કરશે તેના પર સૌની નજર છે
Gujarat Local Body Election : ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કંઈક નવું કરવાને બદલે પોતાની જૂની ફોરમ્યુલા પર વળગીને રહેશે, ઉમેદવારની ટિકિટ માટે જૂના નિયમો જ લાગુ રહેશે
Navsari BJP Members Resignation : નવસારીના જલાલપોર તાલુકા ભાજપમાં આંતરિક વિખવાદ બહાર ડોકાઈ રહ્યો છે. જલાલપોરને વર્ષોથી અન્યાય થતો હોવાના આરોપ સાથે આજે વધુ 12 પદાધિકારીઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. અત્યાર સુધી 17 પદાધિકારીઓએ આપ્યા રાજીનામા