સોનાના ભાવમાં રેકોર્ડ ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જુઓ ક્યાં પહોંચ્યા 10 ગ્રામ ગોલ્ડના ભાવ

સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. ચાંદી પણ 0.33 ટકા નીચે આવી ગઈ હતી. રેટિંગ એજન્સી ફિચે અમેરિકી ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કર્યાં બાદ સોના ચાંદીના ભાવ સતત નીચે આવી રહ્યાં છે. 
 

સોનાના ભાવમાં રેકોર્ડ ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જુઓ ક્યાં પહોંચ્યા 10 ગ્રામ ગોલ્ડના ભાવ

નવી દિલ્હીઃ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. ચાંદીમાં પણ 0.33 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. રેટિંગ એજન્સી ફિચે અમેરિકી ક્રેડિટ રેટિંગને AAAથી ઘટાડી AA પ્લસ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડના ભાવમાં નરમી આવી છે. ફિચે આ સપ્તાહે મંગળવારે અમેરિકી રેટિંગમાં ઘટાડો કર્યો અને બુધવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. 

શું છે સોનાનો ભાવ
એમસીએક્સ એક્સચેન્જ પર શુક્રવારે સાંજે 5 ઓક્ટોબર 2023ના ડિલિવરીવાળું સોનું ઘટાડા સાથે 59522 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. તો 5 ડિસેમ્બર 2023ની ડિલિવરીવાળું સોનું 59900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 

શું છે ચાંદીનો ભાવ
ચાંદીની કિંમતો (Silver Price Today)માં શુક્રવારે સાંજે ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ પર શુક્રવારે સાંજે 5 સપ્ટેમ્બર 2023ની ડિલિવરીવાળી ચાંદીનો ભાવ ઘટાડા સાથે 72488 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. તો 5 ડિસેમ્બર 2023ના ડિલિવરીવાળી ચાંદીનો ભાવ 74037 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. 

સોનાનો વૈશ્વિક ભાવ
સોનાની વૈશ્વિક કિંમતોમાં તેજી જોવા મળી છે. કોમેક્સ પર સોનાનો વૈશ્વિક વાયદા ભાવ 0.37 ટકા કે 7.30 ડોલરની તેજીની સાથે 1976 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. તો સોનાનો વૈશ્વિક હાજર ભાવ 1942.91 ડોલર પ્રતિ ઔંસ પર હતો. 

ચાંદીનો વૈશ્વિક ભાવ
કોમેક્સ પર ચાંદીનો વૈશ્વિક વાયદા ભાવમાં શુક્રવારે સાંજે તેજી જોવા મળી હતી. કોમેક્સ પર શુક્રવારે સાંજે ચાંદી 0.08 ટકા કે 0.02 ડોલરની તેજી સાથે 23.72 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી. તો ચાંદીની વૈશ્વિક હાજર કિંમત વધી 23.63 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી. 

સોનાના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ
સોનાની કિંમતોમાં આ વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષની શરૂઆતમાં સોનાનો ભાવ 60 હજાર રૂપિયાના આંકડાને પાર પહોંચી ગયો હતો. એપ્રિલ-જૂનના ક્વાર્ટરમાં ભારતમાં સોનાના આભૂષણોની માંગમાં વર્ષદર વર્ષ 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનું સસ્તું થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news