₹2700 થી તૂટી ₹11 પર આવ્યો આ દિગ્ગજ શેર, હવે સ્ટોક માર્કેટમાંથી બહાર થશે કંપની
Anil Ambani : ધીરુભાઈ અંબાણીનો એક પુત્ર અર્શ પર તો એક પુત્ર ફર્શ પર છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ સ્ટોક માર્કેટમાંથી ડી-લિસ્ટ થશે. તેનો મતલબ છે કે રિલાયન્સ કેપિટલના શેરનું ન તો ટ્રેડિંગ થશે અને ન ઈન્વેસ્ટર શેર હોલ્ડ કરી શકશે.
Trending Photos
Anil Ambani Reliance Capital : એક સમયે રિલાયન્સમાં સૌથી વધારે દબદબો અનિલ અંબાણીનો હતો. વારસામાં અનિલ પાસે કંપનીઓ સારી હોવા છતાં આજે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની આવકમાં જમીન આસમાનનો તફાવત છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ (Reliance Capital Share) સ્ટોક માર્કેટમાંથી ડી-લિસ્ટ થશે. તેનો અર્થ છે કે રિલાયન્સ કેપિટલના શેરનું ન તો ટ્રેડિંગ થઈ શકશે અને ન ઈન્વેસ્ટર શેરને હોલ્ડ કરી શકશે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ કેપિટલનું અધિગ્રહણ હિન્દુજા સમૂહની કંપની ઈન્ડસઇન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સે કર્યું છે. શેરને ડી-લિસ્ટ કરવાનો નિર્ણય કંપનીના નવા માલિક એટલે કે હિન્દુજા સમૂહ તરફથી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કંપનીના શેરમાં અંતિમ ટ્રેડિંગ 26 ફેબ્રુઆરીએ થયું હતું. ત્યારે તેની કિંમત 11.90 રૂપિયા હતી. 2008માં આ શેરની કિંમત 2700 રૂપિયાથી વધુ હતી. વર્તમાનમાં આ શેર 99 ટકા તૂટી ચૂક્યો છે.
2021થી પ્રક્રિયા શરૂ
ભારતીય રિઝર્વ બેન્કે નવેમ્બર 2021માં અનિલ ધીરૂભાઈ અંબાણી સમૂહની કંપની રિલાયન્સ કેપિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને વહીવટી સમસ્યાઓ અને ચૂકવણીમાં ડિફોલ્ટ્સને કારણે બરતરફ કરવામાં આવ્યા હતા. તે સમયે સેન્ટ્રલ બેંકે નાગેશ્વર રાવ વાયને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા, કંપનીને હસ્તગત કરવા માટે ફેબ્રુઆરી 2022 માં બિડ માટે આમંત્રિત કર્યા હતા.
સ્ટોક એક્સચેન્જને આપી જાણકારી
રિલાયન્સ કેપિટલે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું- કંપનીના ઈક્વિટી શેરધારકનું લિક્વિડેશન મૂલ્ય શૂન્ય છે અને તેથી ઈક્વિટી શેરધારક કોઈ ચુકવણી પ્રાપ્ત કરવાના હકદાર હશે નહીં. તો રિલાયન્સ કેપિટલના કોઈપણ શેર ધારકને કોઈ પ્રસ્તાવ આપવામાં આવશે નહીં. સરળ ભાષામાં સમજો તો રિલાયન્સ કેપિટલના ડી-લિસ્ટિંગ બાદ ઈક્વિટી શેરહોલ્ડર્સને કોઈ પેમેન્ટ મળશે નહીં.
એનસીએલટીની મંજૂરી
પાછલા મંગળવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એ રિલાયન્સ કેપિટલ પર નિયંત્રણ માટે હિન્દુજા સમૂહની કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ તરફથી રજૂ 9650 કરોડ રૂપિયાની સમાધાન યોજનાને મંજૂરી આપી હતી. આમાં, ધિરાણકર્તાઓએ બાકીના 63 ટકાનું નુકસાન સહન કરવું પડશે. કંપની વિરુદ્ધ કરવામાં આવેલા 38,526.4 કરોડ રૂપિયાના કુલ દાવામાંથી માત્ર 26,086.75 કરોડ રૂપિયાના દાવાઓને ટ્રિબ્યુનલે સ્વીકાર કર્યાં છે. બોલી પ્રક્રિયામાં વિજેતા જાહેર કરવામાં આવેલી આઈઆઈએચએલે સ્વીકૃત દાવાના માત્ર 37 ટકા એટલે કે 9661 કરોડ રૂપિયા ચુકવવા પર સહમતિ વ્યક્ત કરી છે. તેનો અર્થ છે કે લેનારને પોતાના બાકીના દાવાઓનો 63 ટકા ભાગ મળશે નહીં.
કેટલું હતું દેવું
રિલાયન્ક કેપિટલ પર 38000 કરોડ રૂપિયાથી વધુનું દેવું હતું અને ચાર અરજીકર્તાઓએ શરૂઆતમાં સમાધાન યોજનાઓ સાથે બોલી લગાવી હતી. જો કે, લેણદારોની સમિતિએ નીચી બિડ કિંમતને કારણે તેમને નકારી કાઢ્યા હતા અને હરાજીના બીજા રાઉન્ડનું આયોજન કર્યું હતું જેમાં IIHL અને ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સે ભાગ લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે