Rule Change: LPG સિલિન્ડર થયો સસ્તો....આજથી થયા આ 4 મહત્વના ફેરફાર, ખાસ જાણો
Trending Photos
1 August 2022 New Rule: ઓગસ્ટ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. નવા મહિનાની શરૂઆતની સાથે સાથે કેટલાક નિયમોમાં ફેરફાર થયો છે. રાંધણ ગેસના ભાવમાં ફેરફાર થયો છે. કેટલાક ફેરફાર તમને ફાયદો કરાવશે તો કેટલાક તમારા ખિસ્સા પર અસર પાડશે. જાણો વિગતવાર માહિતી....
1. રાંધણ ગેસ (LPG ગેસ)ના ભાવમાં ફેરફાર થયો છે. 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 36 રૂપિયા ઘટાડો થયો છે. જો કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. અત્રે જણાવવાનું કે દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. ગત મહિને પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા હા. જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધ્યા હતા.
2. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશમુજબ બેંક ઓફ બડોદા (BOB) એક ઓગસ્ટથી 5 લાખ રૂપિયા કે તેનાથી વધુના ચેક ઈશ્યુ કરવા માટે Positive Pay System લાગૂ કરશે. આવામાં ચેક ક્લિયર થતા પહેલા ઓથેન્ટિકેશન માટે બેંકને જાણકારી આપવી પડશે. બેંક ફ્રોડ રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
3. ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. હવે આજથી ઈન્કમ ટેક્સ ફાઈલ કરશો તો લેટ ફાઈન લાગશે. આવકવેરા વિભાગે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતું કે આ વખતે ડેડલાઈન આગળ વધારવામાં નહીં આવે. ડેડલાઈન બાદ રિટર્ન ફાઈલ કરવામાં આવશે તો પાંચ લાખ રૂપિયા કે તેનાથી ઓછી આવક પર 1000 રૂપિયા ફાઈન લાગશે. પાંચ લાખ કે તેથી વધુની આવક પર લેટ ફી તરીકે 5000 રૂપિયા લાગશે. આ રકમ વધીને 10,000 રૂપિયા સુધી પણ જઈ શકે છે.
4. પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે રજિસ્ટ્રેશન 31જુલાઈએ પૂરું થઈ ગયું. જે લોકો રજિસ્ટ્રેશન કરી નથી શક્યા તેઓ હવે આ યોજનાનો ફાયદો ઉઠાવી શકશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે