Vasad Girl Rape And Murder Case: આણંદના વાસદના રેલવે સ્ટેશન પરથી 4 વર્ષની બાળકીને ઉઠાવીને તેના પર દુષ્કર્મ આચરી તેને મોતને હવાલે કરનારા રાક્ષસ સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત નિપજ્યું. આ આરોપી વિશે એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે.
vasad girl case accused killed in encounter watch video
Anand News: આણંદમાં માતા પિતા સાથે સૂતેલી એક 4 વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી હત્યા નીપજાવનારો આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો. આ ઘટનામાં બાળકીના દુષ્કર્મની પણ આશંકા સેવાઈ રહી છે. આરોપીએ પહેલા LCB પોલીસ પર હુમલો કર્યો હતો. આરોપીએ હુમલો કરતા બે પોલીસ જવાન ઘાયલ થયા. જવાબી કાર્યવાહીમાં આરોપી એન્કાઉન્ટરમાં ઠાર થયો.
પ્રેમ હંમેશાં આંધળો હોય છે. એ ના જુએ છે નાત જાત કે ઉંમર, બનાસકાંઠાના થરાદમાં એક એવો કમકમાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સિયા કાંડની યાદ તાજી કરાવી દીધી છે. એક નહિ, બે નહિ, પણ પૂરા 9 બાળકોની માતા પોતાના જ ઘરે પ્રેમી સાથે રંગેહાથ પકડાઈ ગઈ હતી. આ પાપ છુપાવવા માટે પત્નીએ પ્રેમી અને તેના સાથીદાર સાથે મળીને જે ક્રૂરતા આચરી, તે સાંભળીને કદાચ કાળજું કંપી જશે.જુઓ શું છે આ ચકચારી કેસની વિગતો
Police rehearsal on the Rath Yatra route
Rath Yatra 2026:16મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રા, ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા નીકળશે. જો કે તે પહેલા પોલીસ રિહર્સલ કરવામાં આવ્યું. રથયાત્રા પહેલા 14મી જુલાઈએ નેત્રોત્સવ વિધિ, 15મી સોનાવેશ દર્શનનો ભક્તોને લાભ મળશે. રથયાત્રાનો સંપૂર્ણ કાર્યક્રમ પણ જાણો.
ગુજરાતમાં પોલીસ વિભાગમાં નોકરી કરવાનું સપનું જોતા યુવાનો માટે સૌથી મોટા સમાચાર એ છે કે આગામી દિવસોમાં 50 હજાર પોલીસકર્મીની ભરતી થવાની છે. હર્ષ સંઘવીએ આ જાહેરાત કરવાની સાથે પોલીસમાં નોકરી કરતા કર્મચારીઓને કેટલીક શિખામણો સાથે પોલીસની શિસ્ત અંગેના પાઠ ભણાવ્યા હતા.
૨૬મી જૂન એટલે કે 'આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ'. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્ય ગુજરાતને ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવા અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસ એક્ટિવ બની છે. માફીયાઓના ડ્રગ્સની હેરાફેરી કરવા માટેના નીતનવા કાવતરાને આપણી ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સી નિષ્ફળ કરી નાંખે છે. આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસે જાણો ગુજરાતે કેટલા કરોડનું ડ્રગ્સ પકડી માફિયાઓને જેલમાં ધકેલી દીધા છે.
policeman working at Mansa police station ended his life
Ahmedabad News: ઘૂષણખોરોને ઓળખી લેવા માટે ગુજરાત પોલીસે વધુ એક સફળ સોફ્ટવેર બનાવ્યું છે. દેશમાં પહેલીવાર એક નવી ડિજિટલ એપ્લિકેશનની મદદ લેવાય રહી છે આ એપ્લિકેશનમાં નકલી આધાર કાર્ડની સેકન્ડમાં જ ખબર પડી જશે. તાજેતરમાં ગુજરાત સરકારના ઓપરેશન ડેલ્ટા હન્ટમાં આ જ સોફ્ટવેરનો અમદાવાદ પોલીસે ઉપયોગ કરીને અનેક બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા.
Gujarat Police: રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી અભિયાન તેજ કરવા પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. હવે તમામ પોલીસ સ્ટેશન NDPS કેસ નોંધવામાં આવશે. સાથે જ પોલીસ વડા દ્વારા ડ્રગ્સ પેડલરો સામે કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. સફળ NDPS કાર્યવાહી કરનાર પોલીસ કર્મીઓને ઇનામ મળશે.
NEET-UG Exam:આગામી 21 જૂને યોજાનારી NEET-UG પરીક્ષાને લઈને ગુજરાત પોલીસે રાજ્યભરમાં અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવ્યું છે. ડીજીપી જી.એસ. મલિકે વિડિયો કોન્ફરન્સ દ્વારા પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. પરીક્ષા સંબંધિત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આઈજીપી (કાયદો અને વ્યવસ્થા) મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્સ કેન્દ્રો પર કડક નજર રાખવા તેમજ NTAની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે.
Attack on police who came to save the person in Khera village of Rajula in Amreli
Gujarat Police: રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ. પોલીસ કમિશનરથી લઈને PI સુધીના અધિકારીઓ દરરોજ બે કલાક ફરજિયાત નાગરિકોને સાંભળશે, સ્થાનિક સ્તરે જ થશે પ્રશ્નોનો નિકાલ. સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ 15 દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવા રાજ્યના પોલીસ વડાની કડક સૂચના. અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરાશે.
Surat City Police's humane face Abandoned girl's Chhathi puja and name announced
Gujarat New DGP : ગુજરાતના છ મહિના બાદ આખરે નવા ડીજીપી મળ્યા છે. પોલીસ દળમાં ત્રણ દાયકાનો બહોળો અનુભવ ધરાવતા IPS જીએસ મલિક રાજ્યના નવા પોલીસવડા બન્યા છે. 5 મહિનાના ચાર્જ બાદ આખરે કાયમી ડીજીપીની નિમણૂંક કરવામાં આવી છે. જાણો કોણ છે જીએસ મલિક.
Ahmedabad person was caught with drugs worth crores
Gujarat Congress IB Controversy : મહેસાણામાં કોંગ્રેસની ચૂંટણીમાં હારને લગતી સમીક્ષા બેઠક ચાલી રહી હતી, ત્યાં અચાનક પત્રકારો સાથે કેટલાક માણસો ઘૂસી આવ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ મૂક્યો કે, આઈબીના માણસો તેમની જાસૂસી કરાવી રહ્યાં છે. આખરે શું છે આ મામલો જાણો
Gujarat Police: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત. લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા હવે ૧૪ જૂન ૨૦૨૬ના રોજ યોજાશે. પરીક્ષાના કોલ લેટર ૦૬ જૂન ૨૦૨૬થી ઓજસ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારોને સમયસર કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના
મહિલાને માર મારીને ન્યૂડ વીડિયો ઉતારી આપી ધમકી. મહિલાની દીકરીને પણ અડપલાં કર્યા હોવાની ફરિયાદ.
Congress Letter To Election Commission : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત પોલીસ તથા સરકારી કર્મચારીઓ પર અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યના ચૂંટણી પંચને પત્ર લખીને અનેક આક્ષેપો કર્યા છે
Surat Girl Child Kidnapping : સુરતના કપોદરામાં નાના વરાછા બિજ નીચે ફૂટપાથ પર સૂતેલી મહિલાના પડખામાંથી ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ થયું હતું. ચકચારી પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચને મહત્ત્વની સફળતા સાંપડી. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રતલામથી 60 કિલોમીટર અંદર જઈને બાળકીને શોધી કાઢી. સુરત પોલીસે આખરે કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું, તે વિશે ડીસીપી ભાવેશ રોજીયાએ આપી માહિતી