આને કહેવાય IPO! ઈન્વેસ્ટરોને 5 વર્ષમાં મળ્યું 34 ગણું રિટર્ન, માત્ર 90 દિવસમાં પૈસા ડબલ
Rail Vikas Nigam Limited: રેલ વિકાસ નિગમ લિમિટેડના આઈપીઓએ લિસ્ટિંગથી 34 ગણું રિટર્ન આપ્યું છે. કંપનીના શેરની કિંમત 90 દિવસની અંદર 100 ટકાથી ઉપર વધી છે.
Trending Photos
RVNL Share: આઈપીઓમાં જ્યારે ઈન્વેસ્ટર પૈસા લગાવે છે તો હાઈ રિટર્નની આશા રાખે છે. રેવલે સેક્ટર્સની કંપની રેલ વિકાસ નિગમનો આઈપીઓ 5 વર્ષ પહેલા આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી કંપનીના શેરની કિંમતમાં 34 ગણો વધારો થયો છે. નોંધનીય છે કે રેલ વિકાસ નિગમનું લિસ્ટિંગ 19 એપ્રિલ 2019ના થયું હતું.
લિસ્ટિંગથી અત્યાર સુધી 3400 ટકાનું રિટર્ન
રેલવે વિકાસ નિગમના શેરની કિંમતોમાં લિસ્ટિંગથી અત્યાર સુધી 3400 ટકાની તેજી જોવા મળી છે. આ વર્ષે અત્યાર સુધી રેલવે વિકાસ નિગમ લિમિટેડના શેરનો ભાવ 247 ટકા ઉપર ગયો છે. નોંધનીય છે કે શુક્રવારે કંપનીનો શેર રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો. બીએસઈમાં કંપનીનો શેર કાલે 645 રૂપિયાના ઈન્ટ્રા-ડે હાઈ સુધી પહોંચી ગયો હતો. પરંતુ બજાર બંધ થવા સમયે કંપનીનો શેર 0.55 ટકાના ઘટાડા સાથે 626.55 રૂપિયાના લેવલ પર હતો.
આવ્યા છે સારા સમાચાર
કંપની માટે સારી વાત છે કે સરકાર રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપી રહી છે. રિપોર્ટ્સ અનુસાર રેલવે મિનિસ્ટ્રી 4485 નોન એસી કોચ ચાલુ નાણાકીય વર્ષમાં બનાવવા જઈ રહી છે. તો આગામી નાણાકીય વર્ષમાં 5444 નોન એસી કોચ બનાવવામાં આવશે. તેવામાં કંપનીને મોટું કામ મળી શકે છે.
90 દિવસમાં પૈસા કર્યાં ડબલ
રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન 140 ટકાની તેજી જોવા મળી છે. એટલે કે માત્ર 90 દિવસમાં કંપનીના પૈસા ડબલ થઈ ગયા છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકના ભાવમાં 59.80 ટકાનો વધારો થયો છે. રેલ વિકાસ નિગમનું 52 વીકનું લો લેવલ 563.90 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 1,30,636.93 કરોડ રૂપિયાનું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે