Stock Market Opening: બજાર ખુલતા જ સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, આ શેરમાં જોવા મળ્યો મોટો કડાકો

Stock Market Opening: નવા અઠવાડિયાના પહેલા દિવસે વૈશ્વિક બજારમાંથી મળેલા નબળા સંકેતોના પગલે ઘરેલુ શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો. પ્રમુખ સૂચકઆંક લાલ નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ અને 50 અંકવાળો નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ શરૂઆતમાં 285 અંક તૂટીને 59,361.08 ના સ્તરે ખુલ્યો. 

Stock Market Opening: બજાર ખુલતા જ સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, આ શેરમાં જોવા મળ્યો મોટો કડાકો

Stock Market Opening: નવા અઠવાડિયાના પહેલા દિવસે વૈશ્વિક બજારમાંથી મળેલા નબળા સંકેતોના પગલે ઘરેલુ શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો. પ્રમુખ સૂચકઆંક લાલ નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ અને 50 અંકવાળો નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ શરૂઆતમાં 285 અંક તૂટીને 59,361.08 ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી લગભગ 76 અંક ગગડીને 17,682.90 ના સ્તરે ખુલ્યો. 

પ્રી ઓપન સેશન દરમિયાન સેન્સેકના 30માંથી 20 શેર ઘટાડા સાથે જોવા મળ્યા. સૌથી વધુ અઢી ટકાથી પણ વધારેનો ઘટાડો કોટક મહિન્દ્રાના શેરમાં જોવા મળ્યો. જ્યારે ડો.રેડ્ડીના શેર 0.70 ટકા ચડીને ટ્રેડિંગમાં સામેલ હતા. હાલ સવારે 9.25 વાગે સેન્સેક્સ 390.86 પોઈન્ટ ઘટીને 59255.29ના સ્તરે છે જ્યારે નિફ્ટી 118.30 ગગડીને 17640.20 પોઈન્ટના સ્તરે છે. 

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં હાલ જે શેરમાં તેજી જોવા મળી રહી છે તેમાં અદાણી પોર્ટ્સ, એચયુએલ, પાવર ગ્રિડ કોર્પો, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, ડો.રેડ્ડીઝ લેબના શેર છે જ્યારે સેન્સેક્સમાં પાવર ગ્રિડ  કોર્પોરેશન, એચયુએલ, ડો.રેડ્ડીઝ લેબ, આઈટીસી, એનટીપીસીના શેર ટોપ ગેઈનર્સમાં જોવા મળી રહ્યા છે. 

ટોપ લૂઝર્સ
જે શેર હાહાકાર મચાવી રહ્યા છે તેમાં નિફ્ટીમાં કોટક મહિન્દ્રા, ઓએનજીસી, યુપીએલ, વિપ્રો, એપોલો હોસ્પિટલ જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં કોટક મહિન્દ્રા, વિપ્રો, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંકના શેર જોવા મળી રહ્યા છે. 

શુક્રવારે માર્કેટના બુરા હાલ
ગત અઠવાડિયાના છેલ્લા દિવસે શુક્રવારે બજારમાં વેચાવલી હાવી રહી. બજારમાં 8 દિવસથી જે તેજી હતી તેના પર બ્રેક લાગી ગઈ. દિગ્ગજ શેરોમાં વેચાવલી જોવા મળી. સવારે ખુશનુમા માહોલ બાદ અચાનક બજારમાં કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ શુક્રવારે 651.85 પોઈન્ટ તૂટીને 59646.15 ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી પણ 198.05 પોઈન્ટ ગગડીને 17758.45ના સ્તરે બંધ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news