Tata Group ના આ શેરમાં થશે મોટી કમાણી, બ્રોકરેજે આપ્યો નવો ટાર્ગેટ, ઝુનઝુનવાલાએ કર્યું છે રોકાણ

Tata Group Stock: બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે પોતાના ટોપ રિસર્ચ આઈડિયામાં ટાટા મોટર્સના શેરને સામેલ કર્યા છે. બ્રોકરેજે શેરમાં આગામી 1 વર્ષથી વધુની ટાઇમ ફ્રેમની સાથે ખરીદીની સલાહ આપી છે. 

Tata Group ના આ શેરમાં થશે મોટી કમાણી, બ્રોકરેજે આપ્યો નવો ટાર્ગેટ, ઝુનઝુનવાલાએ કર્યું છે રોકાણ

નવી દિલ્હીઃ Tata Group Stock: રશિયા-યુક્રેન ટેન્શન વચ્ચે બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ વચ્ચે જો કોઈ ક્વોલિટી સ્ટોકને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવા ઈચ્છે છે તો ટાટા ગ્રુપની ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સના શેર પર દાવ લગાવી શકે છે. બજારના દિગ્ગજ રોકાણકાર અને બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટોકને બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે પોતાના ટોપ રિસર્ચ આઇડિયામાં સામેલ કર્યો છે. આ શેરમાં બ્રોકરેજે એક વર્ષથી વધુ સમય માટે ખરીદીની સલાહ આપી છે. 

Tata Motors: 600 રૂપિયાનો ટાર્ગેટ
મોતીલાલ ઓસવાલે પોતાના ટોપ રિસર્ચ આઇડિયામાં ટાટા મોટર્સ પર દાવ લગાવ્યો છે. બ્રોકરેજે 600 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ સાથે બાય રેટિંગ આપી છે. પરંતુ પહેલાં ટાર્ગેટ પ્રાઇઝ 610 રૂપિયાની હતી. બ્રોકરેજે રોકાણ માટે ટાઇમ ફ્રેમ એક વર્ષથી વધુ રાખી છે. 14 ફેબ્રુઆરી 2022ના ટાટા મોટર્સના શેરનો ભાવ ટ્રેડિંગ સેશન દરમિયાન 475 રૂપિયા આસપાસ રહ્યો હતો. આ રીતે હાલના ભાવથી આગળ રોકાણકારોને પ્રતિ શેર 26 ટકાની આસપાસ રિટર્ન મળી શકે છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ શેરમાં આશરે 43 ટકાની તેજી જોવા મળી છે. 

રાકેશ ઝુનઝુનવાલાનો ફેવરેટ સ્ટોક
ટાટા ગ્રુપના શેર ટાટા મોટર્સમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો ફેવરેટ સ્ટોક રહ્યો છે. ડિસેમ્બર 2021 ક્વાર્ટરના શેરહોલ્ડિંગની પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાની ટાટા મોટર્સમાં 1.2 ટકા (39,250,000 ઇક્વિટી શેર) ભાગીદારી છે. તેમાં રાકેશ ઝુનઝુનવાલાએ આ સ્ટોકમાં પર્સનલ કેપેસિટીમાં રોકાણ કર્યું છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ઝુનઝુનવાલાએ ટાટા મોટર્સમાં 25 લાખ શેર ખરીદ્યા હતા. 14 ફેબ્રુઆરી 2022ના તેની વેલ્યૂ 1,884.4 કરોડ રૂપિયા રહી. ટ્રેન્ડલાઇન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો માં હાલ 37 શેર છે, જેની નેટવર્થ  33,571.3 કરોડ રૂપિયાથી વધુ છે. 

(Disclaimer: અહીં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. બજારમાં જોખમ હોય છે. રોકાણ પહેલાં નિષ્ણાંતો સાથે ચર્ચા જરૂર કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news