ન પૈસા ડૂબશે, ન ટેક્સ લાગશે.. અને મળશે શાનદાર રિટર્ન, 5 વર્ષ માટે રોકાણ કરવા કમાલની સ્કીમ

Tax Saving FD Scheme: 5 વર્ષના લોક ઈન પીરિયડવાળી ટેક્સ સેવિંગ એફડી સ્કીમ (Tax Saving FD Scheme)માં તમને જોરદાર ફાયદા મળશે. આવો આ જબરદસ્ત સ્કીમ વિશે જાણીએ.
 

ન પૈસા ડૂબશે, ન ટેક્સ લાગશે.. અને મળશે શાનદાર રિટર્ન, 5 વર્ષ માટે રોકાણ કરવા કમાલની સ્કીમ

Tax Saving FD Scheme: જો તમે શાનદાર રિટર્ન, રિસ્ક ફ્રી ઈન્વેસ્ટમેન્ટ અને ઇનકમ ટેક્સ બચાવવાની સ્કીમ શોધી રહ્યાં છો તો ફિક્સ્ડ ડિપોઝિટ શાનદાર છે. આમ તો ફિક્સ ડિપોઝિટ ગમે ત્યાં અને ગમે તે રીતે કરી શકાય છે. પરંતુ જો પ્લાન કરી કરશો અને સારા રિટર્ન પર ટેક્સ છૂટ મળે તો ડબલ ફાયદો છે. 5 વર્ષના લોક ઇન પીરિયડવાળી ટેક્સ સેવિંગ એફડી સ્કીમ (Tax Saving FD Scheme)માં તમને શાનદાર ફાયદા મળશે. આવો જાણીએ શું છે આ જબરદસ્ત સ્કીમ...

Tax Saving FD Scheme કેમ છે સારો વિકલ્પ?
જેમ નામ છે તેમ સમજાય જાય છે ટેક્સ સેવિંગ. તો સ્પષ્ટ છે કે તેમાં ઈનકમ ટેક્સ છૂટ મળશે. હકીકતમાં 5 વર્ષના લોક ઇન પીરિયડમાં તમને જે રિટર્ન મળશે તે ટેક્સ ફ્રી હશે. પરંતુ 1 વર્ષમાં 40 હજાર રૂપિયા સુધીનું વ્યાજ ટેક્સ ફ્રી છે. ઈનકમ ટેક્સ એક્ટ 1961 પ્રમાણે સેક્શન 80C માં ટેક્સ છૂટ મળશે. દર નાણાકીય વર્ષમાં 150000 રૂપિયા સુધીનું રોકાણ ટેક્સ ફ્રી હશે. રિસ્ક એટલા માટે નથી કારણ કે ફિક્સ્ડ ડિપોઝિટ પર સરકાર ગેરંટી આપે છે. ફિક્સ્ડ ડિપોઝિટ કોઈપણ સરકારી કે ખાનગી બેન્કમાં કરાવી શકાય છે. તો પોસ્ટ ઓફિસમાં પણ એફડી કરાવવાની સુવિધા છે. 

કયાં કેટલો મળી રહ્યો છે FD Interest rate?
Bank of Baroda: 6.50%
SBI: 6.50%
PNB: 6.35%-6.50% 
Canara Bank: 6.70%
Union Bank: 6.50%
Indian Overseas Bank: 6.50% 
Post Office TD: 6.9% to 7.5%
HDFC Bank: 7.00%
ICICI Bank: 7.25%
Axis Bank: 7.00% 
IndusInd Bank: 7.25%
Kotak Bank: 6.20%
Yes Bank: 7.25% 
DCB Bank: 7.40%
RBL Bank: 7.10% 
IDFC Bank: 7.00% 

નોટઃ સિનિયર સિટીઝનને ટેક્સ સેવિંગ એફડી પર સામાન્ય ઈન્વેસ્ટરોના મુકાબલે 50 બેસિસ પોઈન્ટ વધુ મળે છે. મોટા ભાગની બેન્કમાં આ લાગૂ છે. 

Tax Saving FD Scheme માં લોક ઇન પીરિયડ
ટેક્સ સેવિંગ એફડી સ્કીમ 5 વર્ષ માટે હોય છે. તેમાં 60 મહિના માટે તમારા પૈસા લોક રહે છે. 5 વર્ષ એટલે કે મેચ્યોરિટી પહેલા તેને ઉપાડવાની છૂટ હોતી નથી. એફડી હોલ્ડરના મૃત્યુની સ્થિતિમાં નોમિનીને મેચ્યોરિટી પહેલા પાસૈ ઉપાડવાની છૂટ છે. 

રિટર્નની લિમિટ નક્કી, વધુ થવા પર કપાશે TDS
ટેક્સ સેવિંગ એફડી પર કોઈ ટેક્સ લાગતો નથી. પરંતુ જો રોકાણ કરવામાં આવેલા પૈસામાં વર્ષમાં 40 હજારથી વધુ વ્યાજ મળે છે તો ટેક્સ ચુકવવો પડશે. સિનિયર સિટીઝનના મામલામાં ટેક્સ છૂટની મર્યાદા 50 હજાર સુધી છે. મેચ્યોરિટી પર બેંક TDS પાકી બાકીની રકમ ચુકવી દેશે. 

Tax Saving FD Benefits
- આવકવેરાની કલમ 80Cમાં કર મુક્તિ
- એક વર્ષમાં રૂ. 1.50 લાખ સુધીના રોકાણ પર રિબેટ
- 5 વર્ષ માટે વ્યાજ દર નિશ્ચિત, કોઈ જોખમ નથી
- નોમિની સુવિધા
- વરિષ્ઠ નાગરિકો માટે 0.50% વધુ વ્યાજ
- પાકતી મુદત પહેલા એફડી તોડવાની અને ઓટો રિન્યુઅલ કરવાની કોઈ સુવિધા નથી

Tax Saving FD રોકાણ કરવા માટે આ પુરાવા જોઈએ
- આઈડી પ્રૂફ (આધાર કાર્ડ, પાન, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ)
- સરનામાનો પુરાવો (આધાર કાર્ડ, યુટિલિટી બિલ, રેશન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ)
- સહીનો પુરાવો (પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ)
- 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news