આ ખાનગી બેંક FD પર આપી રહી છે 8.25% વ્યાજ, આટલા દિવસ માટે કરવું પડશે રોકાણ
ઇન્ડસઇન્ડ બેંક બે વર્ષથી ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની એફડી પર સામાન્ય લોકોને 7.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.25 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, નવા વ્યાજ દરો 16 ફેબ્રુઆરી 2022થી લાગુ થઈ ગયા છે.
Trending Photos
ઝી ન્યૂઝ/નવી દિલ્હી: રિઝર્વ બેંક (RBI) ના રેપો રેટમાં વધારો કર્યા પછી દેશની ખાનગી અને સરકારી બેંકો તેમની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કરી રહી છે. દેશની ખાનગી બેંકોમાંની એક ઇન્ડસઇન્ડ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. બેંક હાલમાં સામાન્ય લોકોને 3.5 ટકાથી લઈને 7 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. જ્યારે, વરિષ્ઠ નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર 4.00 ટકાથી 7.50 ટકા સુધીનું વ્યાજ મળશે. બેંક 7 દિવસથી લઈને 61 મહિનાની ફિક્સ્ડ ડિપોઝિટ પર આ વ્યાજ દર ઓફર કરી રહી છે.
બે વર્ષની FD પર 8.25% રિટર્ન
ઇન્ડસઇન્ડ બેંક બે વર્ષથી ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની એફડી પર સામાન્ય લોકોને 7.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.25 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, નવા વ્યાજ દરો 16 ફેબ્રુઆરી 2022થી લાગુ થઈ ગયા છે. ઇન્ડસઇન્ડ બેન્કના જણાવ્યા અનુસાર, સાત દિવસથી 30 દિવસમાં પાકતી FD પર 3.50 ટકાના દરે વ્યાજ મળશે. આગામી 31 દિવસથી 45 દિવસમાં પાકતી FD પર 4.00 ટકાના દરે વ્યાજ મળશે.
ત્રણ વર્ષથી ઓછી FD પર વ્યાજ દર
બેંક એક વર્ષથી એક વર્ષ અને છ મહિનાની એફડી પર 7 ટકાના દરે અને એક વર્ષથી વધુ છ મહિનાથી બે વર્ષથી ઓછા સમયગાળાની એફડી પર 7.25 ટકાના દરે વ્યાજ ઓફર કરે છે. બેંક હવે બે વર્ષથી ત્રણ વર્ષથી ઓછા સમયગાળાની FD પર મહત્તમ 7.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
ત્રણ વર્ષથી વધુ પરંતુ 61 મહિનાથી ઓછા સમયમાં પાકતી થાપણો પર 7.25 ટકા વ્યાજ દર ઓફર કરે છે. 61 મહિના અને તેથી વધુ સમયગાળામાં પાકતી FD પર સાત ટકાના દરે વ્યાજ મળશે.
120 દિવસ માટે FD પર કેટલું વ્યાજ?
91 થી 120 દિવસની વચ્ચે પાકતી FD પર 4.75 ટકાના દરે વ્યાજ મળશે, જ્યારે 121 થી 180 દિવસની વચ્ચે પાકતી FD પર 5 ટકાના દરે વ્યાજ મળશે. ઇન્ડસઇન્ડ બેંક હવે 211 દિવસથી 269 દિવસમાં પાકતી FD પર 5.80% ગેરંટી વ્યાજ દર ઓફર કરી રહી છે. ઇન્ડસઇન્ડ બેંક 270 દિવસથી 354 દિવસની FD પર 6% વ્યાજ ઓફર કરે છે. જ્યારે, 355 દિવસથી 364 દિવસની થાપણો પર 6.25 ટકા વ્યાજ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે