pandemic

દેશ કોરોનાની નાગચૂડમાં, તમામ રેકોર્ડ તૂટ્યા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 20 હજારથી વધુ કેસ

કોરોના વાયરસનો પ્રકોપ દેશમાં વધતો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 20,903 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના કુલ કેસનો આંકડો 6,25,544 થયો છે. એક જ દિવસમાં કોરોનાના કારણે દેશમાં 379 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં હાલ કોરોનાના 2,27,439 એક્ટિવ કેસ છે જ્યારે 3,79,892 લોકો ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 18213 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

Jul 3, 2020, 09:51 AM IST

Big Breaking: ઓગસ્ટની આ તારીખે લોન્ચ થઈ શકે છે દેશની પ્રથમ કોરોના વેક્સિન COVAXIN

કોરોના (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યાં છે. 15 ઓગસ્ટના રોજ કોરોનાની કોવેક્સિન(COVAXIN) લોન્ચ થાય તેવા એંધાણ છે. આ વેક્સિનને ફાર્માસ્યુટીકલ કંપની ભારત બાયોટેકે (Bharat Biotech)  તૈયાર કરી છે. ભારત બાયોટેક અને ICMR તરફથી વેક્સિન લોન્ચિંગની શક્યતા છે. 

Jul 3, 2020, 09:10 AM IST

દિલ્હીમાં ખુલી દેશની પ્રથમ પ્લાઝમા બેંક, CM કેજરીવાલે કરી આ ખાસ અપીલ 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે પ્લાઝમા બેંકનું ઉદ્ધાટન કર્યું. જે દેશની પહેલવહેલી પ્લાઝમા બેંક છે. તેમણે દિલ્હીના લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ નબળાઈ આવતી નથી. પ્લાઝમા ડોનેટ કરવાની શરતો કડક જરૂર છે. 

Jul 2, 2020, 02:30 PM IST

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 19 હજાર કરતા વધુ નવા કેસ, કુલ કેસનો આંકડો 6 લાખને પાર

દેશ અત્યારે એક સાથે અનેક પડકારો ઝીલી રહ્યો છે જેમાંનો એક છે કોરોના વાયરસ (Corona Virus). દિન પ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડા ડરામણા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 19,148 કેસ નોંધાયા છે. જ્યારે 434 લોકોએ તેનાથી જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6,04,641 થઈ છે. જેમાથી 2,26,947 એક્ટિવ કેસ છે અને 3,59,860 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 17834 લોકોના મૃત્યુ થયા છે. 

Jul 2, 2020, 10:30 AM IST

કોરોનિલ પર હવે કોઈ વિવાદ નથી, સમગ્ર દેશમાં મળશે, મારા વિરુદ્ધ દુષ્પ્રચાર થયો: બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવે આજે મીડિયા સામે કોરોનિલ પર પતંજલિનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે મારા વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવ્યો. કેટલાક લોકોએ એ પ્રકારે હોબાળો મચાવી રાખ્યો છે. કેટલાક લોકોએ મારી જાત અને ધર્મને લઈને કોઈ દેશદ્રોહી આતંકી વિરુદ્ધ થાય છે તેમ ગંદુ વાતાવરણ બનાવવાની કોશિશ કરી. મારા વિરુદ્ધ દેશભરમાં એફઆઈઆર નોંધાવવામાં આવી. આ માનસિકતા આપણને ક્યાં લઈ જશે. 

Jul 1, 2020, 12:41 PM IST

'ભૂમાફિયા' ચીન એકલું પડી ગયું, ભારતને મળ્યું દુનિયાના આ શક્તિશાળી દેશોનું સમર્થન

ચીને ભારત (China-India)  સાથે વિવાદ તો વધારી લીધો પરંતુ હવે તેણે દુનિયાભરના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. દુનિયાની મહાશક્તિઓ  ખુલીને ભારતના સપોર્ટમાં આવી છે. ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ મહાશક્તિઓએ ભારતીય સેનાના શહીદો માટે સંવેદના વ્યક્ત કરી છે અને ચીનની સેના પર ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવ્યો છે. ભારતના સૈનિકોની શહાદત પર દુનિયાની મહાશક્તિઓ તકલીફ મહેસૂસ કરી રહી છે. ભારતને દુનિયાના શક્તિશાળી દેશોનું સમર્થન મળી રહ્યું છે જે જોઈને હવે ચીન હચમચી ગયુ છે. ડર પેદા થઈ રહ્યો છે. 

Jul 1, 2020, 12:11 PM IST

દેશમાં કોરોનાના કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે કેસ, છેલ્લા 24 કલાકના આંકડા જાણીને ચોંકી જશો

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 18,653 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 507 લોકોના મૃત્યુ થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં 13,156 લોકો સાજા પણ થયા છે. 

Jul 1, 2020, 10:21 AM IST

મુંબઈ: કોરોના સંકટમાં સૌથી મોટા સમાચાર, આ વખતે 'લાલબાગ ચા રાજા' ગણપતિનું સ્થાપન નહીં થાય

કોરોનાકાળમાં ગણપતિ ઉત્સવ મામલે સૌથી મોટા સમાચાર આવ્યાં છે. મુંબઈમાં લાલબાગ ચા રાજા ગણપતિનું આ વખતે સ્થાપન નહીં થાય. લાલબાગ ચા રાજા ગણપતિ મંડળે આ નિર્ણય લીધો છે કે આ વખતે ગણપતિનું સ્થાપન કરવામાં આવશે નહીં. 

Jul 1, 2020, 09:55 AM IST

આજથી સમગ્ર દેશમાં અનલોક-2 લાગુ, બેંકોમાંથી મળેલી અનેક છૂટ ખતમ, ખાસ જાણો આ મહત્વના ફેરફાર

કોરોના વાયરસ (Corona Virus) નો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ બધા વચ્ચે આજથી સમગ્ર દેશમાં અનલોક-2 (Unlock-2) લાગુ થઈ ગયું છે. ગાઈડલાઈન્સ મુજબ મેટ્રો, થિયેટરો, જીમ, સ્વિમિલ પૂલ, વગેરે 31 જુલાઈ સુધી બંધ રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઉડાણો ઉપર પણ રોક રહેશે. શાળા, કોલેજો અને કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ્સ પણ 31 જુલાઈ સુધી ખુલશે નહીં. વધુ એક ફેરફાર બેંકિંગ નિયમો અને એલપીજીના ભાવ સંબંધે થયો છે. 

Jul 1, 2020, 09:26 AM IST

ચીની ભૂંડોમાં ફરી જોવા મળ્યો નવો વાયરસ, વૈજ્ઞાનિકોને મહામારી ફેલાવવાનો ભય

ચીન હાલ ભારત સહિત આખી દુનિયા માટે માથાનો દુખાવો બની ગયું છે. આ દરમિયા વધુ એક ડરામણી બાબત સામે આવી છે. ચીનના વૈજ્ઞાનિકોને સ્થાનિક ભૂંડમાં એક નવો વાયરસ મળ્યો છે. આ વાયરસ માણસોમાં ફેલાઇ શકે છે.

Jun 30, 2020, 08:14 PM IST

દેશ કોરોનાના ભરડામાં, છેલ્લા 24 કલાકમાં આવ્યાં અધધધ...કેસ, મૃત્યુના આંકડાએ પણ ચોંકાવ્યાં

દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ સતત વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી જાણકારી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,522 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 418 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5,66,840 થઈ ગઈ છે. જેમાંથી  2,15,125 એક્ટિવ કેસ છે જ્યારે 3,34,822 લોકો સાજા થયા છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 16,893 લોકોના મૃત્યુ થયા છે. 

Jun 30, 2020, 11:07 AM IST

'ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા': અજયે 3 નવા પોસ્ટર્સ રિલીઝ કર્યા, ઓટીટી રિલીઝની પણ કરી જાહેરાત

બોલિવૂડ અભિનેતા અજય દેવગણે પોતાની અપકમિંગ ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે. 29 જૂનના રોજ અજય દેવગણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પરથી ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના ત્રણ નવા પોસ્ટર રિલીઝ કરીને ફેન્સને આ ખુશખબર આપી દીધા છે. 

Jun 30, 2020, 09:55 AM IST

અમરેલી જિલ્લામાં કોરોનાનો વધી રહ્યો છે કહેર, આજે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી (Amreli) જિલ્લામાં કોરોના (Corona Virus) નો સતત કહેર વધી રહ્યો છે. આજે અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી શહેરમાં કોરોનાના 5 કેસ નોંધાતા ફફડાટ જોવા મળ્યો છે. 

Jun 29, 2020, 12:19 PM IST

બહુરૂપિયા કોરોનાના સામે આવ્યાં નવા 3 લક્ષણ, જોવા મળે તો તરત કરાવી લો ટેસ્ટ 

કોરોના વાયરસ સંક્રમણના વધતા પ્રકોપ સાથે તેના નિતનવા લક્ષણો પણ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં મોટાભાગે તાવ, શ્વાસ લેવામાં તકલીફ, સૂકી ઉધરસ અને થાક જેવા લક્ષણોને જ કોરોના વાયરસના લક્ષણો ગણવામાં આવતા હતાં. પરંતુ કોરોના વાયરસના સંક્રમણ પર કામ કરતી અમેરિકાની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શને ત્રણ નવા શારીરિક લક્ષણોને કોરોના વાયરસના સંભવિત સંકેત ગણાવ્યાં છે. આ ત્રણ નવા લક્ષણો છે- નાકમાંથી પ્રવાહી વહેતું રહે એટલે કે નાક ગળવું, ઉબકા આવવા અને ડાયેરિયા

Jun 29, 2020, 10:26 AM IST

સુરત: કોરોનાને કાબૂમાં લેવાની કવાયત, હીરાના કારખાના બંધ કરાવવાની વિચારણા

સુરત (Surat) જિલ્લામાં કોરોનાના (Corona Virus) કેસ સતત વધી રહ્યાં છે. જેને લઈને હીરાના તમામ કારખાના બંધ કરાવવાની વિચારણા થઈ રહી છે. કોરોનાને કાબુલમાં લેવા માટે તંત્ર કવાયત હાથ ધરી રહ્યું છે. દર્દીઓની સંખ્યા વધશે તો એકમો સંપૂર્ણ બંધ કરાવાશે. ગત રોજ સુરતમાં 49 રત્ન કલાકારોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. હીરાના એકમો થોડા સમય બંધ કરાવવા અધિકારીઓ દ્વારા રજૂઆત કરાઈ છે. 

Jun 29, 2020, 09:51 AM IST

જમાલપુર APMC શાકમાર્કેટના વેપારીઓમાં ભારે નારાજગી, શાકભાજીના ભાવ પર પડશે અસર!

જમાલપુર APMC શાકમાર્કેટના વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. માત્ર 33 ટકા જ વેપારીઓને વેપારની પરવાનગી આપવામાં આવતા વેપારીઓ નારાજ છે. 156 વેપારીઓમાંથી એક દિવસમાં માત્ર 53 વેપારીઓને વેપારની છૂટ અપાઈ છે. 

Jun 29, 2020, 09:27 AM IST

Corona: દેશમાં કોરોનાના આંકડા ડરામણા, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 19,906 કેસ નોંધાયા

દેશમાં કોરોના (Corona Virus) ના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. આજે જાહેર થયેલા આંકડાએ તો તમામ રેકોર્ડ  તોડી નાખ્યાં. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ 19 (Covid-19) ના નવા 19,906 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 410 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ હવે દેશમાં કોરોના વાયરસના કુલ 5,28,859 કેસ થયા છે. જેમાંથી 2,03,051 એક્ટિવ કેસ છે અને 3,09,713 લોકો સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 16,095 લોકોના મૃત્યુ થયા છે. 

Jun 28, 2020, 10:31 AM IST

ચીનને સકંજામાં લેવા માટે અમેરિકાએ બનાવ્યો જબરદસ્ત પ્લાન, ડ્રેગનનું બચવું મુશ્કેલ

દુનિયાભરમાં કોરોના ફેલાવવાનો આરોપ ઝેલી રહેલું ચીન હવે ચારેબાજુથી ઘેરાઈ રહ્યું છે. સુપરપાવર અમેરિકાએ ચીન પર અંકૂશ લગાવવા માટે જબરદસ્ત પ્લાન બનાવ્યો છે. 

Jun 28, 2020, 10:05 AM IST

'નાગિન 4'નું શૂટિંગ શરૂ થતા જ રશ્મિ દેસાઈનો આ VIDEO થયો ખુબ વાયરલ

પ્રોડ્યુસર એક્તા કપૂરે લોકડાઉનમાં ઢીલ અપાતા જ પોતાની ડેઈલી સોપ નાગિન 4નું શૂટિંગ ફરીથી શરૂ કરી દીધુ છે. એક્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર ડેઈલી સોપના સેટની કેટલીક તસવીરો શેર કરી. તેણે લખ્યું કે અને આ ફરીથી શરૂ થઈ ગયું શૂટસ્ટાર્ટ્સ, #અનલોક1.'

Jun 28, 2020, 09:45 AM IST

કોરોનાકાળમાં લગ્ન: વરરાજા સહિત 16 લોકોને થઈ ગયો કોરોના, ઉપરથી લાખો રૂપિયાનો દંડ

રાજસ્થાનના ભીલવાડામાં કોરોના વાયરસ મહામારી દરમિયાન એક લગ્નમાં સામેલ થયેલા અનેક લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. આ  લગ્નમાં સામેલ થયેલા 16 લોકોને હવે કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાંથી એકનું મૃત્યુ થયું છે. જ્યારે 58 લોકો ક્વોરન્ટાઈન છે. જિલ્લા પ્રશાસને આ પરિવાર સામે કેસ દાખલ કર્યો છે અને 6 લાખ રૂપિયાથી વધુ રૂપિયાનો દંડ ત્રણ દિવસમાં ભરવા જણાવ્યું છે. 

Jun 28, 2020, 09:02 AM IST