ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Viral Video : અંતરિયાળ વિસ્તારમાં એક આદિવાસી બાળકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.... તમને પણ આ વીડિયો જોઈને ભરોસો નહિ થાય... સાત વર્ષનો લિટલ સ્ટારને ગીત લલકારતા જોઈ તમે પણ એના ફેન થઈ જશો
Trending Photos
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : હવે તમારામાં ટેલેન્ટ હોય તો તમને કોઈ પ્લેટફોર્મની જરૂર નથી. દુનિયાના કોઈ પણ ખૂણામાં છુપાયેલું ટેલેન્ટ કેમ ન હોય, તે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર થી જ જાય છે. બનાસકાંઠાનો છોટુ આ જ રીતે ફેમસ થઈ ગયો, અને આજે લાખો લોકો તેના ગીતના વખાણ કરતા થાકતા નથી.
આ બાળક બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના જામરું ગામનો રહેવાસી છે. તેનું નામ ચેતન તરાલ છે. લોકો પ્રેમથી તેને છોટુ કહીને બોલાવે છે. તેના માતા પિતા બંને વિકલાંગ છે, ઘર પરિવાર પણ તેના માતા પિતા ખેતીવાડી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે, અને તેના આ સાત વર્ષના લીટર સિંગરને ત્રીજા ધોરણમાં અભ્યાસ પણ કરાવી રહ્યા છે. આ છોટુ ઉર્ફે ચેતન તરાલને ગાવાની સાથે ડાન્સનો શોખ છે.
છોટુના શોખને જોઈ પિતરાઈ ભાઈએ તેનો વીડિયો બનાવી મીડિયામાં મૂક્યો, અને જોતજોતામાં તેનો વીડિયો એટલો વાયરલ થઈ ગયો કે એક જાણીતા સિંગરે તેનો સંપર્ક કર્યો અને તેના ગીતનું રેકોર્ડિંગ કરી મીડિયામાં અપલોડ કર્યો. સાત વર્ષનો છોટુ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. તેના માતા પિતા છોટુને પણ ખૂબ જ પ્રોત્સાહિત કરી રહ્યાં છે. એટલું જ નહીં તેમનો છોટુ ગીતોનો શોખ સાથે ખેતીવાડીમાં પણ મદદરૂપ થઈ રહ્યો છે.
આ લિટલ સિંગરની ખુશીનો કોઈ પાર નથી. તે પોતાના શોખ સાથે અભ્યાસ અને સાથે પિતાની સાથે ખેતીવાડીમાં પણ કામ કરાવે છે. ગીત ગાવાનો શોખ ધરાવતો છોટુ તે પોતે એક મોટો કલાકાર બનવા માંગે છે.
તેના ઘર પરિવારમાં તેના પિતરાઈ ભાઈ સાત વર્ષના આ છોટુને મોબાઈલના આધારે ગીત શીખવાડી તેને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યો છે, અને પરિવાર છોટુને કલાકાર બનાવવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે