Union Budget 2022: દેશની પ્રથમ ડિજિટલ યૂનિવર્સિટીની થઇ જાહેરાત, નોકરીની તકો માટે લોન્ચ થશે પોર્ટલ
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આ વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે, જેમાં તમામ પાસાઓમાં કરવામાં આવેલી ઘોષણાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો નાણામંત્રીએ દેશની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત કરી છે અને શિક્ષણ સાથે જોડાયેલી જૂની યોજનાઓમાં પણ ફેરફાર કર્યા છે.
Trending Photos
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આ વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે, જેમાં તમામ પાસાઓમાં કરવામાં આવેલી ઘોષણાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો નાણામંત્રીએ દેશની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત કરી છે અને શિક્ષણ સાથે જોડાયેલી જૂની યોજનાઓમાં પણ ફેરફાર કર્યા છે.
દેશની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં શિક્ષણ આપવા માટે ડિજિટલ યુનિવર્સિટીની રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. આ સાથે નાણામંત્રીએ એ પણ માહિતી આપી છે કે આ ડિજિટલ યુનિવર્સિટી 'હબ એન્ડ સ્પોક મોડલ'ના આધારે બનાવવામાં આવશે.
eVIDYA યોજનાના આ કાર્યક્રમમાં ફેરફારો
આ સાથે જ નિર્મલા સીતારમણે એમ પણ કહ્યું છે કે PM eVIDYA યોજનાનો 'વન ક્લાસ વન ટીવી ચેનલ' કાર્યક્રમ હવે 12 થી વધારીને 200 ટીવી ચેનલો કરવામાં આવશે. આ પ્રોગ્રામ ઘણી ભારતીય ભાષાઓને પોતાનામાં સમાવી લેશે. સરકારનું કહેવું છે કે આ રીતે એવા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં સરળતા રહેશે જેમને કોવિડને કારણે અભ્યાસમાં નુકસાનનો સામનો કર્યો છે.
નોકરીની તકો વધુ હશે
બજેટ સત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગની બદલાતી જરૂરિયાતો અનુસાર નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્કમાં સુધારો કરવામાં આવશે. આ સાથે, ડિજિટલ ઇકોસિસ્ટમ ફોર સ્કીલિંગ એન્ડ લાઇવલીહુડ નામનું એક ઇ-પોર્ટલ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને લોકોને વધુ સારી નોકરીની તકો મળી શકે.
શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડો. નેહા શર્માએ જણાવ્યું હતું કે ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના, વન ક્લાસ-વન ચેનલ સ્કીમ હેઠળ જુદી જુદી ભાષાઓમાં 200થી વધુ ચેનલો શરૂ કરવી વગેરે નવી પહેલ છે, જેની નાણામંત્રીએ જાહેરાત કરી છે. બજેટમાં યુવાનોના સ્કિલિંગ, અપસ્કિલિંગ અને રિસ્કિલિંગ પર ભાર મુકાયો છે. તેમાં શિક્ષકોની તાલીમ અને ક્ષમતાના ગઠન દ્વારા શાળાકીય શિક્ષણને મજબુત બનાવવા પર ભાર મુકાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે