સની લિયોનીની એક હરકતની કારણે હેરાનપરેશાન થઈ ગયો એક શખ્સ
Trending Photos
નવી દિલ્હી :બોલિવુડની ફેમસ એક્ટ્રેસ સની લિયોની લાંબા દિવસો બાદ ફિલ્મ અર્જુન પટિયાલાથી મોટા પડદા પર નજર આવશે. કેમ કે, આજકાલ તે નાના પડદા પર વધુ સક્રિય નજર આવી રહી છે. તો સનીની એક નાનકડી ભૂલને કારણે એક વ્યક્તિ હેરાનપરેશાન થઈ ગયો છે. હકીકતમાં, ફિલ્મ ‘અર્જુન પટિયાલા’ના એક ડાયલોગમાં સની લિયોની એક ફોન નંબર બોલે છે. કદાચ આખી કાસ્ટને એ વાતની ખબર નહિ હોય કે આ નંબર જેનો પણ હશે, તેના પર શું વિતશે. હકીકતમાં આ નંબર મૌર્યા એન્ક્લેવ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનો છે, જે પ્રાઈવેટ કંપનીમાં સિનીયર એક્ઝિક્યુટિવ છે.
સાઉથના આ સુપરસ્ટારના મોતના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા
તેમની પાસે છેલ્લા બે ત્રણ દિવસોથી અનેક અશ્લીલ અને અભદ્ર ભાષા બોલનારા લોકોના ફોન આવી રહ્યાં છે. આ ફોન કોલ્સથી પરેશાન થઈને રવિવારે રાત્રે મૌર્યા એન્ક્લેવ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ દાખલ કરાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદ કરનાર પીતમપુરા વિસ્તારમાં રહેનાર પુનીત અગ્રવાલે મૌર્યા એન્ક્લેવ પોલીસને માહિતી આપી કે, હિન્દી ફિલ્મ ‘અર્જુન પટિયાલા’માં એક્ટ્રેસ સની લિયોની એક ફોન નંબર સ્ક્રીન પર બોલે છે. જેને તે પોતાનો ફોન નંબર બતાવે છે. તેમણે જણાવ્યું કે, ફિલ્મ ટી-સીરિઝ અને મૈડોક ફિલ્મ અંતર્ગત ભૂષણ કુમાર અને દિનેશ વિઝન દ્વારા રજૂ થઈ રહી છે અને ડાયરેક્ટર રોહિત જુગરાજ છે. શુક્રવારે આ ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઈ છે. ત્યારથી તેમના ફોન પર ત્રણસોથી વધુ પોન આવી ચૂક્યા છે.
તેમણે જણાવ્યું કે, કોલરને જ્યારે આ નંબર વિશે પૂછ્યું તો તેમણે એક જ વાત જણાવી કે, ફિલ્મમાં સની લિયોની આ જ નંબર બતાવે છે. દરેક કોલર સની લિયોનીને મળવાની વાત કરે છે. જેથી તેમને વારંવાર આ વાતનો ખુલાસો કરવો પડી રહ્યો છે. કોલર આ બાદ અશ્લીલ અને અભદ્ર ભાષાનો પણ યુઝ કરે છે. આખો દિવસ કોલરના ફોન પર સતત રિંગ આવતી રહે છે, તેમજ મેસેજ પણ ચાલુ રહે છે. જે અશ્લીલ હોય છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે