Anupamaa spoiler alert: ઊંઘા માથે પટકાશે કાવ્યાની ચાલ!, કિંજલ-અનુપમા થશે ભેગા, પણ આવશે આ જબરદસ્ત ટ્વિસ્ટ

કિંજલને પણ અહેસાસ થશે કે તે ઓવરરિએક્ટ કરી રહી હતી. તેને સમજમાં આવી જશે કે અનુપમા અને અન્ય ઘરના લોકો ખોટા નહતા.

Anupamaa spoiler alert: ઊંઘા માથે પટકાશે કાવ્યાની ચાલ!, કિંજલ-અનુપમા થશે ભેગા, પણ આવશે આ જબરદસ્ત ટ્વિસ્ટ

નવી દિલ્હી: ટીવી સિરિયલ અનુપમામાં હાલ જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. કિંજલ પરિવારના લોકો સાથે નારાજ થઈને ઝઘડો કરવા લાગે છે. જેના માટે અનુપમા પોતાની જાતને જવાબદાર ગણે છે. આ ચક્કરમાં ઘરમાં કલેશ ઊભો થાય છે. ગત એપિસોડમાં જોવા મળ્યું હતું કે ઘરમાં મોડા પાછા ફરવાના કારણે અનુપમા અને કિંજલ વચ્ચે ફરી તણખા ઝરે છે. 

કિંજલ માંગશે માફી
આવનારા એપિસોડમાં જોવા મળશે કે અનુપમા વહેલી ઉઠીને સવારે બ્રેકફાસ્ટ તૈયાર કરે છે જ્યારે કિંજલ કિચનમાં આવે છે ત્યારે તે તેને કોફી આપે છે. અનુપમા કિંજલની માફી માંગે છે અને કહે છે કે તે તેની પુત્રી છે અને તે ક્યારેય તેનું હવે આવો તણાવ અનુભવવા નહીં દે. કિંજલને પણ અહેસાસ થશે કે તે ઓવરરિએક્ટ કરી રહી હતી. તેને સમજમાં આવી જશે કે અનુપમા અને અન્ય ઘરના લોકો ખોટા નહતા. આવામાં કિંજલ અનુપમાની માફી માંગવાનો પ્લાન ઘડશે. ઘરવાળાની મદદથી કિંજલ ફ્રાઈડ રાઈસ પર સોરી લખીને અનુપમા સાથે તમામ મનમોટાવ દૂર કરશે. 

ઘરમાં રાશન પર થશે વિવાદ
કાવ્યા ઘર માટે રાશન મંગાવશે. જેના પર બા સાથે તે વિવાદમાં ઉતરશે. બા કાવ્યાને કહેશે કે જો રાશન મંગાવવું હતું તો તેમને વાત કેમ ન કરી. આ દરમિયાન વનરાજ પણ કાવ્યાને સંભળાવશે. જેના કારણે કાવ્યા ગુસ્સે ભરાશે. પરંતુ બાપૂજી વચ્ચે પડીને બધુ સંભાળી લેશે. 

કાવ્યા બાળક પ્લાન કરશે
અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે કાવ્યા પોતાના બાળક માટે પ્લાન કરશે. કાવ્યાના મોઢે બાળકની વાત સાંભળીને વનરાજના હોશ ઉડી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news