'કુલી નંબર 1'ની ટીમે કર્યું પીએમ મોદીને સમર્થન, વરૂણની ફિલ્મનો સેટ થયો પ્લાસ્ટિક ફ્રી!

વરૂણે આજે એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે શેર કરી છે. આ ફોટોમાં સારા અલી ખાનની સાથે પૂરી ટીમ પોતાની સ્ટીલની બોટલ દેખાડી રહી છે. 
 

 'કુલી નંબર 1'ની ટીમે કર્યું પીએમ મોદીને સમર્થન, વરૂણની ફિલ્મનો સેટ થયો પ્લાસ્ટિક ફ્રી!

નવી દિલ્હીઃ વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ 'કુલી નંબર 1'નું શૂટિંગ શરૂ થયા બાદથી ચર્ચામાં છે. ક્યારેક તેના લાઉડ પોસ્ટરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી તો ક્યારેક વરૂણ અને સારાના વીડિયોએ. પરંતુ હવે આ ફિલ્મ એક ખાસ કારણને લીધે ચર્ચામાં આવી ગઈ છે. જ્યાં થોડા દિવસ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિક વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું તો હવે ફિલ્મની ટીમે પણ તેનું સમર્થન કર્યું છે. ફિલ્મ 'કુલી નંબર 1'નો સેટ પ્લાસ્ટિક મુક્ત થઈ ગયો છે. 

ફિલ્મના મુખ્ય અભિનેતા વરૂણ ધવને પોતાના કો-સ્ટાર્સ અને ટીમના તમામ સભ્યોને નો-પ્લાસ્ટિક રૂપનું પાલન કરવાની ભલામણ કરી છે. વરૂણે આજે એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે શેર કરી છે. આ ફોટોમાં સારા અલી ખાનની સાથે પૂરી ટીમ પોતાની સ્ટીલ બોટલ દેખાડી રહી છે. જુઓ આ પોસ્ટ... 

— Varun Dhawan (@Varun_dvn) September 1, 2019

વરૂણે અહીં એક ફોટો શેર કર્યો છે. જેમાં તેના પિતા અને ફિલ્મના ડાયરેક્ટર ડેવિડ ધવનની સાથે ટીમના તમામ લોકો જોવા મળી રહ્યાં છે. આ તસવીરના કેપ્ટનમાં તેણે લખ્યું છે, '' થેંક્યૂ  @honeybhagnani અને@jackkybhagnani # CoolieNo1 પ્લાસ્ટિક મુક્તનો સેટ બનવા માટે. હું મારા બધા સાથીઓને આમ કરવા માટે આગ્રહ કરુ છું. 

મહત્વનું છે કે ડેવિડ ધવનના દિગ્દર્શનમાં બનેલી ગોવિંદા અને કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ 'કુલી નંબર 1'ની આ રીમેક છે. 24 વર્ષ બાદ બનાવવામાં આવી રહેલી આ ફિલ્મમાં વરૂણ ધવન અને સૈફ અલી ખાન-અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન જોવા મળશે. ફિલ્મ આગામી વર્ષે 1 મેએ રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news