'એક દો તીન..'ની રિમેક પર ખુબ ભડક્યા આ દિગ્દર્શક, જેકલીનના સપોર્ટમાં આવ્યો સલમાન

90ના દાયકામાં આવેલી ફિલ્મ 'તેજાબ'ના આ ગીતમાં માધુરીના ડાન્સને લોકો આજે પણ ખુબ યાદ કરે છે. માધુરીનું આ ગીત અને તેનો ડાન્સ સુપરડુપર હીટ થયા હતાં. પરંતુ આ ગીતના રિમેકમાં જોવા મળેલી જેકલીન ફર્નાન્ડિઝનો અંદાજ લોકોને પસંદ આવી રહ્યો નથી.

'એક દો તીન..'ની રિમેક પર ખુબ ભડક્યા આ દિગ્દર્શક, જેકલીનના સપોર્ટમાં આવ્યો સલમાન

નવી દિલ્હી: 'બાગી 2'નું' એક દો તીન...' ગીત હાલમાં જ રિલીઝ થયું છે. જે વિવાદમાં ફસાયું છે. 90ના દાયકામાં આવેલી ફિલ્મ 'તેજાબ'ના આ ગીતમાં માધુરીના ડાન્સને લોકો આજે પણ ખુબ યાદ કરે છે. માધુરીનું આ ગીત અને તેનો ડાન્સ સુપરડુપર હીટ થયા હતાં. પરંતુ આ ગીતના રિમેકમાં જોવા મળેલી જેકલીન ફર્નાન્ડિઝનો અંદાજ લોકોને પસંદ આવી રહ્યો નથી. તેજાબના દિગ્દર્શક એન.ચંદ્રા પણ આ ગીતની રિમેકથી ખુબ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે અને હવે બાગી 2ના મેકર્સ પર કાર્યવાહી કરવાનું વિચારી રહ્યાં છે.

માધુરી દિક્ષીતના આ ગીતને કોરિયોગ્રાફર સરોજ ખાને ડિરેક્ટ કર્યુ હતું. દિગ્દર્શક એન.ચંદ્રાનું કહેવું છે કે માધુરીના આ જબરદસ્ત ગીતને બાગી 2માં સંપૂર્ણ રીતે બરબાદ કરી નાખ્યું છે. પરંતુ જેકલીનના આ ગીત પર જે વિવાદ ઊઠી રહ્યો છે તેને બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનનો ફૂલ સપોર્ટ મળી રહ્યો છે. સલમાન ખાને બુધવારે જેકલીનના આ ગીતને શેર કરતા વખાણ કર્યા છે.

'एक दो तीन..' पर भड़के 'तेजाब' के निर्देशक, सलमान खान ने किया जैकलीन का सपोर्ट

સલમાન ખાને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે 'આ ગીત મને ખુબ ગમ્યું. જેકીએ દિગ્ગજ સરોજ ખાનના સ્ટેપ્સને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. જો કે માધુરી સાથે મેચ કરવું મુશ્કેલ છે. વરુણ અને જેકીએ આ ગીતમાં અમને ગર્વ મહેસૂસ કરાવ્યો તે જોઈને ખુશી થઈ અને ફેન્સ આ ગીતને સાંભળી રહ્યાં છે, તેના પર નાચી રહ્યાં છે અને મસ્તી કરી રહ્યાં છે. મને ગર્વ છે. એન્જોય કરો.' આ સાથે જ સલમાન ખાને ગીત પણ શેર કર્યુ છે.

— Salman Khan (@BeingSalmanKhan) March 21, 2018

અત્રે જણાવવાનું કે જેકલીન, સલમાન ખાનની આવનારી ફિલ્મ 'રેસ 3'માં સલમાન ખાનની હીરોઈન છે. આ અગાઉ ફિલ્મ 'કિક'માં પણ તે સલમાન ખાન સાથે જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news