સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું, 13X5 મીટર મોટી દીવાલની પાછળ સુરક્ષિત છે

સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને સવાલ કર્યો કે જો તમારે ફક્ત નાગરિકોની ઓળખ કરવી છે તો આધાર યોજના અંતગર્ત તેમના વ્યક્તિગત આંકડાઓને કેંદ્રીકૃત અને એકત્ર કરવાની શું જરૂરિયાત છે. 

સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું, 13X5 મીટર મોટી દીવાલની પાછળ સુરક્ષિત છે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને સવાલ કર્યો કે જો તમારે ફક્ત નાગરિકોની ઓળખ કરવી છે તો આધાર યોજના અંતગર્ત તેમના વ્યક્તિગત આંકડાઓને કેંદ્રીકૃત અને એકત્ર કરવાની શું જરૂરિયાત છે. આ પ્રશ્નના જવાબમાં કેંદ્રએ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોવાળી સંવિધાન પીઠને અનુરોધ કર્યો કે વિશિષ્ટ ઓળખ સત્તાના મુખ્ય કાર્યકારી અધિકારી અજય ભૂષણ પાંડેને આધાર યોજનાને લઇને કોઇપણ પ્રકારની આશંકાઓને દૂર કરવા માટે ન્યાયાલયમાં પાવરપોઇન્ટ પ્રેજેન્ટેશનની પરવાનગી આપવામાં આવે. 

કેંદ્ર સરકારે આદહર ડેટાની સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો
કેંદ્ર સરકારે દેશની સૌથી મોટી કોર્ટને જણાવ્યું કે આધારનો ડેટા 13 મીટર ઉંચી અને 5 મીટર પહોળી દિવાલની પાછળ સુરક્ષિત રાખવામાં આવ્યો છે. કેંદ્રએ બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ ડેટા સેંટ્રલ આઇડેંટિટીઝ રિપોઝિટરીમાં સુરક્ષિત છે. આધાર ડેટાની સુરક્ષાને લઇને તમામ આશંકાઓને નકારી કાઢતાં એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટને જણાવ્યુંન હતું કે આ ભ્રષ્ટાચાર ખતમ કરવાનો એક ગંભીર પ્રયત્ન છે. 

આધાર સુરક્ષાને લઇને સિંગાપુરનું આપ્યું ઉદાહરણ 
એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કેંદ્ર દ્વારા ચર્ચા શરૂ કરતાં કહ્યું કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મોનિટરિંગ, આંકડાની સુરક્ષા અને તેને અલગ રાખવા જેવા બધા મુદ્દાઓ પર પીઠના પ્રશ્નોના જવાબ આપશે. તેમણે કહ્યું કે એટલા માટે કાલે પાવરપોઇન્ટ પ્રેજેન્ટેશનની પરવાનગી આપવામાં આવે. સંવિધાન પીઠના અન્ય સભોમાં ન્યાયમૂર્તિ એકે સિકરી, ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર, ન્યાયમૂર્તિ ધનંજય વાઇ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણ સામેલ છે. 

સંવિધાન પીઠે વેણુગોપાલને કહ્યું કે તેને રજૂ કરવા સંબંધી વિવરણ વર્ડ ફોર્મેટમાં દાખલ કરવામાં આવે અને તેના વિશે તે કાલે નિર્ણય લેશે. પીઠે કેંદ્રને સવાલ કર્યો, 'જો તમારું લક્ષ્ય ઓળખ કરવાનું છે, તો ઓળખ સુનિશ્વિત કરવા માટે તેને ઓછી દરમિયાનગિરીવાળા સ્ટેપ છે. આંકડાનો સંગ્રહ કરવા અને તેમને કેંદ્રીકૃત કરવાની શું જરૂરિયાત છે.' પીઠે ત્યારબાદ સિંગાપુરનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે પ્રત્યેક વ્યક્તિને ચિપ આધારીત ઓળખપત્ર લેવાનું હોય છે અને તેની ગુપ્ત જાણકારી સરકારી સત્તાધીશો પાસે નહી પરંતુ તેની જ પાસે રહે છે. 

એટોર્ની જનરલે ટેક્નિકલ શંકાઓને દૂર કરવાનો આપ્યો વિશ્વાસ
એટોર્ની જનરલે કહ્યું, 'આ બધા વિશે વિશિષ્ટ ઓળખ સત્તાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પોતાના પ્રેજેન્ટેશનમાં સ્પષ્ટ કરશે અને આમપણ આધારમાં આંકડાઓને સંગ્રહ કરવો સંભવ નથી.' આ પહેલાં વેણુગોપાલે જેમનો નંબર આધાર યોજના વિરૂદ્ધ દાખલ અરજીઓ પર ચાલી રહેલી સુનાવણીના 20 દિવસમાં આવે, આ ઉપરાંત કહ્યું કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનું પ્રેજેન્ટેશન આધાર યોજના વિશે ટેક્નિકલ મુદ્દાઓ સહિત બધી શંકાઓના સમાધાન કરશે. 

જોકે, પીઠે કહ્યું કે આ વિશે નિર્ણય કરશે અને એટોર્ની જનરલે કહ્યું કે તે આધાર સાથે કહ્યું કે તે આધાર દ્વારા ગુપ્તતાના મૌલિક અધિકારનું હનન થતાં સહિત વિભિન્ન મુદ્દાઓ પર પોતાનો જવાબ આપવાનું શરૂ કરે. પીઠે કહ્યું કે 'અરજીકર્તાઓને ગુપ્તતા, ગરીમા, ગુમનામી, મોનિટરિંગ, સંભવિત અપરાધિતા, અસંવૈધાનિક શરતો, કાનૂનનો અભાવ, સુરક્ષાના મુદ્દાઓ ઉઠાવ્યા છે. 

સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓને આધાર સાથે જોડવાની સમય મર્યાદા વધી
વેણુગોપાલે કહ્યું કે સંવિધાનના અનુચ્છેદ 21 (જીવવાનો અધિકાર)ના બે પાસાઓ છે. પહેલા ભોજનનો અધિકાર અને શિક્ષણનો અધિકાર જેવા અધિકારો વિશે છે જ્યારે બીજો વિવેકની આઝાદી અને ગુપ્તતાના અધિકાર વિશે છે. તેમણે કહ્યું કે પ્રશ્ન એ છે કે કયા પાસાને પ્રાથમિકતા મળશે અને સાથે જ કહ્યું કે વિવેક અને ગુપ્તતાના આધાર પર જીવવાના અધિકારને પ્રાથમિકતા મળવી જોઇએ. 

ઘણા નિર્ણયોનો હવાલો આપતાં તેમણે કહ્યું કે આ વ્યવસ્થા આપવામાં આવી છે કે જેને અધિકારનો અર્થ ફક્ત પશુની માફક જીવવાનો નથી પરંતુ ગરીમાની સાથે જીવવાનો છે. તેમણે કહ્યું કે આધાર પહેલાં ડુપ્લીકેટ રાશન કાર્ડ અને અજ્ઞાત લાભાકારીઓના માધ્યમથી મોટા પાયે હેરાફેરી થઇ રહી હતી. તેમણે કહ્યું કે બિન સરકારી સંગઠનો અને વ્યક્તિઓ દ્વારા ગુપ્તતાના જે અધિકારની વકિલાત કરવામાં આવી રહી છે તેનાથી વધુ મહત્વપૂર્ણ સમાજના નિચલા વર્ગ સાથે જીવવાનો અધિકાર છે. એટોર્ની જનરલની ચર્ચા આજે અધૂરી રહી. તે કાલે પણ ચર્ચા કરશે. કોર્ટ પહેલાં જ વિભિન્ન સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓને આધાર સાથે જોડવાની સમય મર્યાદા 31 માર્ચથી વધારીને આ મામલે ચૂકાદો આવે ત્યાં સુધી કરી ચૂકી છે.  

ઇનપુટ: ભાષા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news