Review 'વીરે દી વેડિંગ': ચાર સખીઓની સુપર્બ કેમિસ્ટ્રી, જોવા મળશે યુવતીઓની પરફેક્ટ ગપ્પાબાજી

ફિલ્મમાં તમને યુવતીઓની પરફેક્ટ ગપ્પાબાજી જોવા મળશે. ફિલ્મના ગીતો તો પહેલેથી જ હીટ થઈ ચૂક્યા છે.

Review 'વીરે દી વેડિંગ': ચાર સખીઓની સુપર્બ કેમિસ્ટ્રી, જોવા મળશે યુવતીઓની પરફેક્ટ ગપ્પાબાજી

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલ્સાનિયાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'વીરે દી વેડિંગ' આજે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ. આમ તો દોસ્તી પર બોલિવૂડમાં અનેક ફિલ્મો બની છે પરંતુ વીરે દી વેડિંગ ફિલ્મ થોડી અલગ છે. આ એક એવી ફિલ્મ છે જેમાં ચાર યુવતીઓની મિત્રતાની સાથે સાથે, મહિલાઓની સમસ્યાઓ અંગે પણ ખુબ ઝીણવટપૂર્વક દર્શાવવામાં આવ્યું છે.

ચાર સખીઓની છે કહાની
આ ફિલ્મમાં ચાર સખીઓ (સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલ્સાનિયા)ને પોત પોતાની જિંદગી સામે ઝઝૂમતા દર્શાવવામાં આવ્યાં છે. ફિલ્મમાં તેમની પોતાની પરેશાનીઓથી તેમના મનને તૂટતા દર્શાવવામાં આવ્યાં છે. આ ચારે મિત્રો પોતાની શરતો પર જીવન જીવે છે. ચારેય પરસ્પર સેક્સ અને ઓર્ગેઝમની વાતો કરે છે. તેઓ પોતાની હીલત પણ હસતી હોય છે.

કેમ રોમાંચક છે ફિલ્મ
આવી ફિલ્મો જોવી તમારા માટે રોમાંચક તો હશે જ પરંતુ સાથે સાથે તમને તેમની સમસ્યાઓ અને તેમના જીવનની ઉણપો અંગે પણ જાણવા મળશે. ફિલ્મમાં કરીના કપૂર કાલિંદી, સોનમ કપૂર અવની, સ્વરા ભાસ્કર સાક્ષી અને શિખા તલ્સાનિયા મીરાની ભૂમિકામાં છે. અત્રે જણાવવાનું કે કાલિન્દી પોતાના લગ્નની ઝંઝટમાં ફસાયેલી છે જ્યારે અવનીને તેને યોગ્ય જીવનસાથી મળી રહ્યો નથી. આ જ કારણે અવનીનો આખો પરિવાર તેના માટે જીવનસાથીની તલાશમાં છે.

ચારેય સખીઓ વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી
બીજી બાજુ સાક્ષીને રિલેશનશીપમાં કોઈ રસ નથી અને તે આ બંધનમાં બંધાવવા માંગતી નથી. હવે વાત મીરાની કરીએ તો તે એક પરણિત મહિલા છે જેના લગ્ન વિદેશી સાથે થયેલા છે અને તેને એક બાળક પણ છે. પરંતુ તે પોતાના લગ્નજીવનથી ખુશ નથી. ફિલ્મની વાર્તા આ ચારેયના જીવનની પળોઝળને દર્શાવે છે. આ ચારેય મિત્રોની કેમિસ્ટ્રી એકદમ જબરદસ્ત છે. ફિલ્મમાં કેટલાક શાનદાર ડાઈલોગ્સ છે જે તમારા મન જીતવા માટે પૂરતા છે.

ઉણપ
આમ છતાં ફિલ્મમાં થોડી ઉણપ જરૂર છે. જેમ કે આ તમામ કિરદારોના જીવનને ખુબ શોર્ટ કરીને દર્શાવવામાં આવ્યાં છે. જેનાથી આપણે તે કિરદારો સાથે સંપૂર્ણ રીતે જોડાઈ શકતા નથી. આપણે તેમની સમસ્યાઓને સમજી શકીએ છીએ પરંતુ તેને મહેસૂસ કરી શકતા નથી. અહીં ફિલ્મની સ્ક્રિપ્ટ થોડી ઢીલી પડે છે. પરંતુ જ્યાં સુધી અભિનયની વાત કરીએ તો આ ચારેય અભિનેત્રીઓએ પોતાની ભૂમિકાને બરાબર ન્યાય આપ્યો છે. ચારેય મળીને તમને ખુબ હસાવશે.

સંગીત
ફિલ્મમાં તમને યુવતીઓની પરફેક્ટ ગપ્પાબાજી જોવા મળશે. ફિલ્મના ગીતો તો પહેલેથી જ હીટ થઈ ચૂક્યા છે. પરંતુ મોટા પડદા પર તારીફાં અને ભાંગડા તા સજદા જેવા ગીતો તમારું મન જીતી લેશે. બધુ મળીને વાત એ છે કે સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલ્સાનિયા આ ફિલ્મ દ્વારા તમારું ખુબ મનોરંજન કરશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news